નગ્ન અવસ્થામાં ફ્રિજની અંદર મળી મહિલાની લાશ, હત્યા પહેલા દુષ્કર્મની આશંકા

નગ્ન અવસ્થામાં ફ્રિજની અંદર મળી મહિલાની લાશ, હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
હત્યારાએ લાશને ફ્રિજમાં છુપાવવાનો પ્રયાસ કર્યો, ડૉગ સ્ક્વોડ અને સ્પેશલ ટીમ કરી રહી છે તપાસ

હત્યારાએ લાશને ફ્રિજમાં છુપાવવાનો પ્રયાસ કર્યો, ડૉગ સ્ક્વોડ અને સ્પેશલ ટીમ કરી રહી છે તપાસ

 • Share this:
  યમુનાનગર, હરિયાણાઃ ઘરમાં એકલી રહેતી એક 57 વર્ષીય મહિલા કર્મચારી મંગળવાર મોડી સાંજે નગ્ન અવસ્થામાં પોતાના જ સરકારી ક્વાર્ટરમાં મૃત હાલતમાં મળી. ઘરમાં ચારે તરફ સામાન વિખેરાયેલો હતો અને મહિલાની લાશ અડધી ફ્રિજમાં હતી. દૃશ્ય જોઈને એવું લાગી રહ્યું હતું કે મહિલાની હત્યા (Murder) કરી તેની લાશ (Dead Body)ને ફ્રિજમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. આ બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રીને ઉકેલવા માટે યમુનાનગર (Yamunanagar)ના એસપી સીન ઓફ ક્રાઇમ ટીમની સાથે ઘટનાસ્થળે નિરીક્ષણ કરવા પહોંચ્યા. પરંતુ હજુ સુધી હત્યાનો કોયડો ઉકેલાઇ શક્યો નથી.

  નોંધનીય છે કે, મંગળવાર મોડી સાંજે યમુનાનગરની રેલવે વર્કશોપ કોલોનીમાં એક 57 વર્ષીય મહિલાની હત્યાની જાણ થતાં જ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. મહિલા રેલવે વર્કશોપની કેન્ટિનમાં કામ કરતી હતી અને ઘરે એકલી રહેતી હતી. તેની લાશ નગ્ન અવસ્થામાં અડધી ફ્રિજમાં અને અડધી ફ્રિજની બહાર મળી. પહેલી નજરમાં એવું લાગી રહ્યું હતું કે હત્યા બાદ મહિલાની લાશને ફ્રિજમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય.  આ પણ વાંચો, 62 એન્કાઉન્ટર કરી ચૂકેલા બિહારના નિવૃત્ત DSPએ પિસ્તોલથી ગોળી મારી કરી આત્મહત્યા

  ઘટનાસ્થળે SP પહોંચ્યા

  ઘટના અંગે જાણ થતાં જ યમુનાગરના પોલીસ અધીક્ષક કમલદીપ ગોયલ ઘટનાસ્થળે પહોંચી ગયા. સીન ઓફ ક્રાઇમ તથા ડૉગ સ્ક્વોડ ટીમોએ પણ તમામ પાસાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું. એસપીએ કહ્યું કે સરોજ નામની મૃતક મહિલાની ઉંમર 57 વર્ષ હતી અને તેની લાશ સરકારી ક્વાર્ટરમાંથી મળી છે. જેને હત્યારાઓ દ્વારા ફ્રિજમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો, ફેસબુક લાઇવ કરીને ફાંસી પર લટકી ગયો યુવક, દોસ્ત કરતા રહ્યા કોમેન્ટ- ‘પ્લીઝ આવું ન કરો’

  હત્યા પહેલા દુષ્કર્મની આશંકા : પોલીસ અધીક્ષકે એમ પણ જણાવ્યું કે તેમની સાથે તમામ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે હત્યાનું કારણ વહેલી તકે શોધી લેવામાં આવશે. એસપીએ કહ્યું કે પહેલી નજરે દુષ્કર્મની આશંકાને પણ નકારી ન શકાય, પરંતુ સ્પષ્ટ રીતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તમામ મામલો સામે આવશે.
  Published by:News18 Gujarati
  First published:June 24, 2020, 11:10 am

  ટૉપ ન્યૂઝ