VIDEO: ન્યૂડ થઈ ગાડીની સામે ઉભો થઈ આ વ્યક્તિ, એક વ્યક્તિએ મુક્કો મારી નીચે પાડી દીધો

News18 Gujarati
Updated: August 7, 2020, 6:45 PM IST
VIDEO: ન્યૂડ થઈ ગાડીની સામે ઉભો થઈ આ વ્યક્તિ, એક વ્યક્તિએ મુક્કો મારી નીચે પાડી દીધો
કાર રોકવાથી પરેશાન થયેલો ડ્રાઈવર બહાર નીકળે છે અને ન્યૂડ વ્યક્તિ સાથે ઘર્ષણમાં ઉતરી પડે છે. આ દરમિયાન કાર ચાલકે ન્યૂડ વ્યક્તિના ચહેરા પર એક મુક્કો મારી દીધો

કાર રોકવાથી પરેશાન થયેલો ડ્રાઈવર બહાર નીકળે છે અને ન્યૂડ વ્યક્તિ સાથે ઘર્ષણમાં ઉતરી પડે છે. આ દરમિયાન કાર ચાલકે ન્યૂડ વ્યક્તિના ચહેરા પર એક મુક્કો મારી દીધો

  • Share this:
કીવ: યૂક્રેનમાં એક વ્યક્તિએ એવી હરકત કરી દીધી કે જેને પગલે લોકોને મુશ્કેલી થઈ. ઉલ્લેખનીય છે કે, આ વ્યક્તિ ન્યૂડ થઈ અચાનક રસ્તા પર આવી ગયો અને ટ્રાફિક રોકવાનું શરૂ કરી દીધી. જેને લઈ વ્યસ્ત રોડ પર ગાડીઓની લાંબી કતાર લાગી ગઈ. કાતિલ ઠંડીમાં આ ન્યૂડ વ્યક્તિ દ્વારા રોડ પર ટ્રાફિક રોકતો જોઈ આસપાસના લોકો પમ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ડેલી મેલમાં છપાયેલા સમાચાર અનુસાર, વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ રસ્તા પર પગપાળા ચાલી રહ્યો છે. થોડી વાર ચાલ્યા બાદ તેણે રસ્તા પર જતી કારોને રોકવાનું શરૂ કરી દીધુ. આ દરમિયાન તે એક સફેદ કલરની કારની સામે આવી ઉભો થઈ ગયો. તે કાર ચાલકે ન્યૂડ વ્યક્તિથી બચવા માટે પોતાની કારની સ્ટેરીંગ ઘણી ગુમાવી પરંતુ તે વ્યક્તિએ પોતાના બંને હાથ ફેલાવી તે કારનો રસ્તો રોકી દીધો.

આ પ્રકારે કાર રોકવાથી પરેશાન થયેલો ડ્રાઈવર બહાર નીકળે છે અને ન્યૂડ વ્યક્તિ સાથે ઘર્ષણમાં ઉતરી પડે છે. આ દરમિયાન કાર ચાલકે ન્યૂડ વ્યક્તિના ચહેરા પર એક મુક્કો મારી દીધો. અચાનક થયેલા હુમલાથી ન્યૂડ વ્યક્તિ જમીન પર પડી ગયો.

Video જોવા અહીં ક્લિક કરોBizarre moment naked pedestrian struts down road deliberately blocking traffic... only for fed-up driver to knock him out with single punch 

5 ઓગસ્ટના રોજ ટ્વીટર પર અપલોડ કરવામાં આવ્યો આ વીડિયો

આ ઘટનાનો વીડિયો 5 ઓગસ્ટના રપોજ ટ્વીટર પર અપલોડ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. અત્યાર સુધીમાં લાખ્ખો લોકોએ આ વીડિયો જોયો છે. જોકે, એ વાતની જાણકારી નથી કે, આ વીડિયો કઈ તારીખે બનાવવામાં આવ્યો છે, અને આ મામલે પોલીસ કેસ પણ નોંધાયો છે કે, નહીં.
Published by: kiran mehta
First published: August 7, 2020, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading