Home /News /national-international /હોટલના બાથરૂમમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી યુવતીની લાશ, બોયફ્રેન્ડ સાથે રોકાઇ હતી રૂમમાં

હોટલના બાથરૂમમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી યુવતીની લાશ, બોયફ્રેન્ડ સાથે રોકાઇ હતી રૂમમાં

લખનઉના (Lucknow)કેસરબાગમાં આવેલી હોટલ (Murder in Hotel) જસ્ટ 9ઇનમાં રોકાયેલી 26 વર્ષીય મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થયું

Crime News - પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે પોતાના બોયફ્રેન્ડ સાથે હોટલમાં પહોંચેલી યુવતીએ રવિવારે એક રૂમ બુક કરાવ્યો હતો. આ પછી સોમવારે મોડી રાત્રે બીજો રૂમ મિત્ર માટે બુક કરાવ્યો હતો

લખનઉના (Lucknow)કેસરબાગમાં આવેલી હોટલ (Murder in Hotel) જસ્ટ 9ઇનમાં રોકાયેલી 26 વર્ષીય મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તેની અર્ધનગ્ન લાશ રૂમના બાથરૂમમાં હેંગરની મદદથી ગમચા પર લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસ પહોંચી તો તેમણે તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે પોતાના બોયફ્રેન્ડ (boyfriend)સાથે હોટલમાં પહોંચેલી યુવતીએ રવિવારે એક રૂમ બુક કરાવ્યો હતો. આ પછી સોમવારે મોડી રાત્રે બીજો રૂમ મિત્ર માટે બુક કરાવ્યો હતો. યુવતીની લાશ એ જ રૂમમાંથી મળી આવી હતી અને મિત્ર ફરાર થઈ ગયો છે. સાથે જ યુવતીના બોયફ્રેન્ડની પોલીસે અટકાયત કરી છે. યુવતીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોટલ સંચાલકે આ અંગે કેસ દાખલ કર્યો છે. બુધવારે તબીબોની પેનલ દ્વારા પોલીસ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે.

બોયફ્રેન્ડ સાથે બુક કરાવ્યો હતો રૂમ


કેસરબાગના બાંસમંડી સ્થિત હોટલ 9 જસ્ટ ઈનના સંચાલક બલરામ વર્માના જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે પોતાના બોયફ્રેન્ડ સાથે હોટલમાં આવેલી યુવતીએ રૂમ નંબર 901 બુક કરાવ્યો હતો. બોયફ્રેન્ડ નીતિન દ્વિવેદી સુશાંત ગોલ્ફ સિટીનો રહેવાસી છે. તેની સાથે તે રૂમમાં જ રહી ગઈ. 12 સપ્ટેમ્બરે સવારે 12 વાગ્યે તેમણે આલમબાગના રહેવાસી સુશીલ કુમાર જયસ્વાલ માટે રૂમ નંબર 924 બુક કરાવ્યો હતો.

મહિલાએ હોટલ સંચાલકને જણાવ્યું કે મારો મિત્ર રૂમ નંબર 924માં રોકાયો છે અને હું તે રૂમમાં પણ આવતી રહીશ. ત્યારબાદ તેણે ખોરાકનો ઓર્ડર આપ્યો અને 901 માટે એક પ્લેટ લીધી અને બાકીનું ખોરાક લીધો અને 924 પર ગઈ હતી.

આ પણ વાંચો - ઘરમાં ટાઇલ્સ લગાવવાના પૂરા પૈસા ન આપતા કડિયાએ માલિકની મર્સિડિઝ કારને આગ ચાંપી દીધી! જુઓ Video

સુશીલ સવારે 7 વાગ્યે નીકળી ગયો


મંગળવારે સવારે સાત વાગ્યાની આસપાસ રૂમ નંબર 924માં રહેતો મિત્ર સુશીલ કુમાર થોડીવારમાં આવીશ તેમ કહીને રિસેપ્શનમાંથી નીકળી ગયો હતો. યુવતી આ રૂમમાં હતી. સુશીલ જતા પહેલા 901માં રહેતો નિતિને સવારે અનેક વખત યુવતીનો મોબાઇલ ફોન કર્યો હતો. થોડા સમય બાદ સુશીલને ફોન આવ્યો હતો અને યુવતી બાથરૂમમાં હોવાની જાણ કરી હતી અને તે પછી જ ત્યાંથી નીકળી ગયો હતો.

ઘણા સમય બાદ પણ ગર્લફ્રેન્ડ આવી નહીં એટલે નીતિન પોતાના રૂમમાંથી નીકળીને 924માં જતો રહ્યો. રૂમમાં કોઈ નહોતું જ્યારે બાથરૂમ અંદરથી બંધ હતું. અનેક કોલ આપ્યા બાદ જવાબ ન મળતા તેણે હોટલ મેનેજમેન્ટને જાણ કરી હતી. આ પછી નીતિન અને હોટલના સ્ટાફે બાથરૂમનો દરવાજો તોડી અંદર યુવતીની લાશ પડી હતી. હોટલ મેનેજમેન્ટે કેસરબાગ પોલીસને જાણ કરી હતી. એડીસીપી વેસ્ટ ચિરંજીવ નાથ સિન્હાના જણાવ્યા પ્રમાણે પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પ્રેમીની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

અર્ધનગ્ન હાલતમાં મળી લાશ


924 નંબરના રૂમના બાથરૂમમાંથી અર્ધનગ્ન હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. ગળામાં ગમચા હતા. બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે પોલીસે બુધવારે ત્રણ ડોક્ટરોની પેનલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે તેમ જણાવ્યું હતું. મહિલાની બેગમાંથી મળેલા આધાર કાર્ડમાં ખુલાસો થયો કે તે ગુરુદ્વારા રોડ બસમંડીની રહેવાસી છે.

આ સાથે જ ફરાર મિત્ર સુશીલ કુમાર મૂળ સુલ્તાનપુરનો રહેવાસી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળની તપાસ કરી રહી છે. એડીસીપીના જણાવ્યા મુજબ ફરાર યુવકની શોધખોળ ચાલી રહી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તે ઇન્દિરાનગરના પીજીમાં રહેતી હતી.
First published:

Tags: Crime news, ઉત્તર પ્રદેશ

विज्ञापन
विज्ञापन