ભૂજઃકૈન્યાના નૈરૌબીમાં કચ્છના પટેલ યુવાન રમેશ લિંબાણીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ધંધાકીય હરીફાઈમાં આ હત્યા થયાનું સામે આવી રહયુ છે. વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા થયાની ઘટનાના ઘેરા પડઘા પડયા છે. તે વચ્ચે ભૂજ તાલુકાના નાનકડા એવા દહીંસરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
કેન્યાના નૈરોબીમાં વસવાટ કરતા મુળ કચ્છના ભૂજ તાલુકાના દહીંસરા ગામના યુવાન રમેશ માવજી લિંબાણીની બે દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. નૈરૌબીના થીકા સ્થિત ભેડિયામાંથી ઘર તરફ પરત આવી રહેલા આ યુવાનની કાર પર બે અજાણ્યા સ્થાનિક રેહવાસીઓએ ગોળીબાર કરીને હત્યા નિપજાવી હતી. ગોળીબાર કરીને હત્યારાઓ નાસી છુટયા પછી ગંભીર હાલતમાં રમેશ લિંબાણીને સ્થાનિકની એમ. પી શાહ સ્થાનીક હોસ્પિટલમાં લઈ જવાયા હતા જયાં સારવાર કારગત નિવેડ તે પહેલા તેનું મોત થયું હતું.
સ્થાનિક અહેવાલ મુજબ આ યુવાન મુળ કચ્છના જ રામપર ગામના પટેલ અગ્રણીના ભેડિયામાં સાઈટ મેનેજરનું કામ કરતો હતો. ઘટનાના દિવસે તે ઘર તરફ આવી હયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. ધંધાકીય હરીફાઈમાં આ ઘટના બની હોવાનું તારણ છે કારણ કે હત્યારાઓ કોઈ માલમત્તાની લુંટ ચલાવી ગયા નથી.
હત્યાનો ભોગ બનનાર મુળ કચ્છના દહીંસરાનો વતની હતો. વર્ષ 2005માં બે સગાભાઈઓ નૈરૌબી પહોંચ્યા હતા અને છેલ્લા 10 વર્ષથી ત્યાં જ વસવાટ શરૂ કર્યો હતો. દિવાળીની રજાઓ પછી નૈરૌબીમાં જ આ યુવાનની મામાની દિકરીના લગ્નો હોવાથી તેમના માતા પિતા લાભ પાંચમના દિવસે ગામથી નિકળીને નૈરોબી જવા રવાના થયા હતા. યુવાનના માતા પિતા મુબઈથી ફલાઈટ પકડે તે પહેલા જ તેમને આ શોક સમાચાર મળ્યા હતા. આ બનાવને પગલે જે ઘરમાં લગ્નના ગીતો ગાવાના હતા ત્યા મરશીયા શરૂ થઈ ગયા હતા. આ ધટનાએ દહીંસરા ગામમાં પણ અરેરાટી સાથે શોક ફેલાવ્યો છે.
આજે નૈરૌબીના સમય મુજબ બપોરે બે વાગ્યે આ યુવાનના અંતિમ સંસ્કાર કરાશે. આ પછી ગામમાં પણ સામાજિક નિયમો મુજબ યુવાનના અંતિમ યાત્રા કાઢીને બેસણું યોજાશે. આ ઘટનાએ કચ્છી લેવા પટેલ સમાજમમાં શોકનો માહોલ સર્જી દીધો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અંતિમ સંસ્કાર, દેશ વિદેશ, ભૂજ, હત્યા