Home /News /national-international /87 વર્ષના છે ઉત્તરાખંડના 'કીવી મેન' સગત સિંહ, 22 વર્ષથી કરી રહ્યા છે ખેતી, વાંચો સંપૂર્ણ અહેવાલ

87 વર્ષના છે ઉત્તરાખંડના 'કીવી મેન' સગત સિંહ, 22 વર્ષથી કરી રહ્યા છે ખેતી, વાંચો સંપૂર્ણ અહેવાલ

ઉત્તરાખંડના 'કીવી મેન'

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના ભવાલી નજીક નિગલાટના રહેવાસી સગત સિંહ મહેરાને રાજ્યનો 'કિવી મેન' કહેવામાં આવે છે. તેઓ 87 વર્ષના છે, પરંતુ ખેતીનો શોખ આજે પણ ચાલુ છે. વર્ષ 2000થી તેમણે પોતાની કીવીની ખેતી શરૂ કરી. તેઓ છેલ્લા 22 વર્ષથી કીવીની ખેતી સાથે જોડાયેલા છે. તેમની નર્સરીમાં લગભગ 6000 ગ્રાફ્ટેડ કિવીના છોડ અને લગભગ 15000 બીજથી થયેવા છોડ છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India
    ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના ભવાલી નજીક નિગલાટના રહેવાસી સગત સિંહ મહેરાને રાજ્યનો 'કિવી મેન' કહેવામાં આવે છે. તેઓ 87 વર્ષના છે, પરંતુ ખેતીનો શોખ આજે પણ ચાલુ છે. વર્ષ 2000થી તેમણે પોતાની કીવીની ખેતી શરૂ કરી. તેઓ છેલ્લા 22 વર્ષથી કીવીની ખેતી સાથે જોડાયેલા છે. તેમની નર્સરીમાં લગભગ 6000 ગ્રાફ્ટેડ કિવીના છોડ અને લગભગ 15000 બીજથી થયેવા છોડ છે.

    સગત સિંહ મહેરાએ 'ન્યૂઝ 18 લોકલ' સાથે વાત કરતા કહ્યું કે કીવીની ખેતીમાં ઘણો ફાયદો છે. આ ફળમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, જે અનેક રોગો સામે લડવામાં અસરકારક છે. પહેલા આ ફળનો વધુ ઉપયોગ થતો ન હતો, પરંતુ અચાનક ડેન્ગ્યુ અને અન્ય રોગોમાં પણ આ ફળની માંગ વધવા લાગી. તે લોહીના પ્લેટલેટ્સને વધારવાની ક્ષમતા ધરાવે છે.

    આ પણ વાંચોઃ નિર્ભયા જેવી ક્રૂરતા, પાર્કમાં અર્ધ નગ્ન હાલતમાં યુવતીની લાશ મળી, પ્રાઈવેટ પાર્ટમાં પાઈપ જેવી વસ્તુ નાખી

    સગત સિંહ મહેરાએ કહ્યું કે તેમની ખેતીનું બીજું ખાસ કારણ એ છે કે કોઈ પક્ષી, લંગુર કે વાંદરો આ ફળને નુકસાન પહોંચાડતા નથી, જેના કારણે ખેડૂતો તેમની ખેતીમાંથી સારો નફો કમાઈ શકે છે. તેમણે ઘણા ખેડૂતોને તેની ખેતી કરવા માટે પ્રેરણા પણ આપી છે અને તેમને કીવીના છોડ અને બીજ વાવવા માટે આપ્યા છે.

    આ રીતે કીવીની ખેતી કરવાનો આઈડિયા આવ્યો
    કીવી મેન સગત સિંહે જણાવ્યું કે બ્યુરો ઓફ પ્લાન્ટ જિનેટિક ઇન્સ્ટિટ્યૂટ, નિગલતના ભૂતપૂર્વ અધિકારી ડૉ. એસ.કે. વર્માએ તેમને કીવીની ખેતી કરવા માટે પ્રેરણા આપી હતી. તે કીવીની એલિસન અને બ્રુનો પ્રજાતિની ખેતી કરે છે. અહીંથી આ ફળો દેશના પૂર્વોત્તર રાજ્યો જેવા કે નાગાલેન્ડ, સિક્કિમ, મણિપુર, મેઘાલય તેમજ નેપાળ દેશમાં મોકલવામાં આવે છે. તેઓ કીવીને સ્થાનિક બજારમાં 80-120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Fruit, Nainital, Uttarakhand news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन