ચૂંટણીનો ગરમાવો તેજ: ચન્દ્રાબાબુ નાયડુ અરવિંદ કેજરીવાલને મળ્યા

News18 Gujarati
Updated: February 2, 2019, 12:34 PM IST
ચૂંટણીનો ગરમાવો તેજ: ચન્દ્રાબાબુ નાયડુ અરવિંદ કેજરીવાલને મળ્યા
ચંદ્રાબાબુ નાયડૂએ કેજરીવાલ સાથે કરી મુલાકાત.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી મામલે ખાનગીમાં ચર્ચા ચાલી રહી છે. દિલ્હીમાં સાત લોકસભા બેઠકો છે.

  • Share this:
તેલુગુ દેશમ પાર્ટીનાં પ્રમુખ એન. ચન્દ્રાબાબુ નાયડુ શુક્રવારે રાત્રે આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. તેમની આ મુલાકાત મહત્વની ગણાઇ રહી છે. કેમ કે, એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને તમામ પક્ષો પ્રચારમાં લાગી ગયા છે.

મોદી વિરોધી પક્ષો ભેગા મળી મહાગઠબંધન કરી રહ્યા છે અને કોઇ પણ ભોગે મોદી બીજી વખત વડાપ્રદાન ન બને તે માટે પ્રયાસ કરી રહ્યા છે.

કેજરીવાલ અને નાયડુની મિટીંગ દરમિયાન આમ આદમી પાર્ટીનાં રાજ્યસભાનાં સાસંદ સંજય સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નાયડુ સાથેની મુલાકાત પછા કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, નાયડુ સાથેની મુલાકાત સફળ રહી છે અને બધા ભેગા મળીને મોદી સામે લડશે”.

આ પહેલા, શુક્રવારે સવારે નાયડુ કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધી સહિત અન્ય વિરોધ પક્ષનાં નેતાઓને મળ્યા હતા. તેમનો એ પ્રયાસ છે કે, લોકસભાની ચૂંટણી પહેલા તમામ વિરોધ પક્ષો ભેગા થાય અને મોદીને માત કરે.

નાયડુએ કહ્યું હતું કે, લોકશાહાની કેટલીક મજબુરીઓ છે જે તમામ વિરોધ પક્ષોને ભેગા કરે છે. પ્રાદેશિક પક્ષો ભેગા મળીને નક્કી કરશે કે આગામી સરકાર કેવી રીતે બનાવવી.કેજરીવાલ અને નાયડુની મિટીંગ મહત્વની ગણાય છે, કેમ કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયુ નથી અને બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કરે છે. બંને પક્ષોએ એવી જાહેરાત કરી દીધી છે કે, તેઓ સ્વતંત્ર રીતે લોકસભા ચૂંટણી લડશે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી મામલે ખાનગીમાં ચર્ચા ચાલી રહી છે. દિલ્હીમાં સાત લોકસભા બેઠકો છે.
First published: February 2, 2019
વધુ વાંચો
अगली ख़बर