આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચન્દ્રાબાબુ નાડયુએ જાહેરાત કરી કે, કેન્દ્ર સરકારે જે 10 ટકા અનામત આર્થિક રીતે પછાત એવા બિન અનામત વર્ગો માટે કરી છે તેમાંથી પાંચ ટકા અનામત કાપુ જ્ઞાતિને આપવામાં આવશે. કાપુ મુખ્યમંત્રીએ આ જાહેરાત મંગળવારે કરી હતી.
તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, અને કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે, પાંચ ટકા અનામત કાપુ જ્ઞાતિને આપો પણ ભારતીય જનતા પાર્ટીએ આ માટે સહમત થયા નહીં. આથી, કેન્દ્ર સરકારે જે 10 અનામત આર્થિક રીતે નબળા વર્ગનાં બિન અનામત વર્ગો માટે જાહેર કરી છે તેમાંથી અમે પાંચ ટકા અનામત કાપુ જ્ઞાતિને આપીશું.”
નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ 2014ની લોકસભાની ચૂંટણી પહેલા વચન આપ્યુ હતુ કે, કાપુ જ્ઞાતે પછાત વર્ગોમાં સમાવવામાં આવશે અને પાંચ ટકા અનામત તેમને આપવામાં આવશે.
ડિસેમ્બર 2017માં સરકારે વિધાનસભામાં આ મામલે બિલ પણ રજૂ કર્યુ હતુ અને કેન્દ્રને મંજુરી માટે મોકલી આપ્યુ હતું. જો કે, કેન્દ્ર સરકારે તેને સ્વીકાર્યુ નહોતું અને કહ્યુ હતું કે તેનીથી બંધારણનાં નિયમોનો ભંગ થાય છે. આ પહેલા, આંધ્રપ્રદેશ સરકારનાં પછાત વર્ગોનાં પંચે કાપુ જ્ઞાતિને અનામત આપવા માટે ભલામણ કરી હતી. 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ચન્દ્રાબાબુ નાયડુએ કાપુ જ્ઞાતિને કહ્યુ કે, તેમણે આપેલુ વચન તેમણે પુરુ કર્યુ છે પણ કેન્દ્રની મોદી સરકાર તેમા આગળ વધતી નથી અને અડચણો ઉભી કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર