નાગરાજૂની હત્યા પર બોલી પત્ની અશરીન- મારો ભાઈ મને પણ સળિયાથી ફટકારતો, મન થાય છે કે તેનો જીવ જ લઈ લઉં
નાગરાજૂની હત્યા પર બોલી પત્ની અશરીન- મારો ભાઈ મને પણ સળિયાથી ફટકારતો, મન થાય છે કે તેનો જીવ જ લઈ લઉં
નાગરાજૂની હત્યા પર બોલી પત્ની અશરીન (ફાઇલ ફોટો)
Honor Killing: અશરીન સુલ્તાના ઉર્ફ પલ્લવીએ કહ્યું કે, 'તે લોકો રાજને માથે મારતાં રહ્યાં, કોઇએ મદદ ન કરી. મે ઘણો પ્રયાસ કર્યો તેને બચાવવા માટે, પહેલાં મારો ભાઇ દેખાતો ન હતો. જ્યારે મે તેને જોયો તેની પાસે મદદ માંગી. પણ તેણે મારું ન સાંભળ્યું, લગ્ન પહેલાં મારો ભાઇ મને પણ રોડથી મારતો હતો. લગ્ન બાદ અમે પોલીસ સ્ટેશન ગયા હતાં. જીવનાં જોખમ અંગે પત્ર લખ્યો હતો. મારી અંદર એટલો ગુસ્સો છે કે જેમ તેમમે રાજને રોડથી માર્યો. હું તેમને મારી તેમનો જીવ લઇ લવું.'
નવી દિલ્હી: હૈદરાબાદમાં ઓનર કિલિંગનો (Honor Killing) એક કેસ સમે આવ્યો જેમાં એક દલિત યુવક 25 વર્ષિય નાગરાજૂની પત્ની સૈયદ અશરીન સુલ્તાના ઉર્ફે પલ્લવી તેનાં પતિનાં અંતિમ શબ્દો યાદ કરી ભાવૂક થઇ ગઇ હતી. અશરીન મુજબ, જ્યારે તેને નાગરાજૂને આગાહ કર્યો કે તેનાં ભાઇ આક્રમક છે અને જો તેઓ બંને લગ્ન થયા તો તેઓ કંઇ પણ કરી શકે છે. ત્યારે નાગરાજૂએ તેને કહ્યું હતું કે, તે તેની સાથે જ 'જીવશે અને મરશે.' તેણે કહ્યું હતું કે, તે અશરીન માટે તેનો જીવ આપવાં પણ તૈયાર છે. પણ લગ્ન તો તેની સાથે જ કરશે.
નાગરાજુની પત્ની સૈયદ અશરીન સુલતાના ઉર્ફે પલ્લવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'અમારા લગ્નના મહિનાઓ પહેલાથી જ મેં તેને અન્ય કોઈ સાથે લગ્ન કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે હું નહોતો ઈચ્છતો કે મારા કારણે તેનો જીવ જોખમમાં આવે. બાદમાં જ્યારે મારા પરિવારના સભ્યોને અમારા લગ્નની જાણ થઈ ત્યારે તેઓએ નાગરાજુ જ્યારે કામ પર જતો હતો ત્યારે તેને મારી નાખવાની ધમકી આપી હતી, તેણે સ્થળ પર હાજર લોકો પાસે મદદની વિનંતી પણ કરી હતી.
તમાશો જોનારાઓએ મદદ કરી હતોતી તો આજે મારો પતિ જીવતો હોત-અશરીન
અસરીન ઉર્ફે પલ્લવીએ કહ્યું, 'જો તમાશો જોનારાઓએ મદદ કરી હોત તો આજે મારા પતિ જીવિત હોત. આ ફક્ત આપણા વિશે જ નથી, જ્યારે પણ વિશ્વમાં ક્યાંય પણ આવો ગુનો બને ત્યારે લોકોએ પીડિતાને મદદ કરવા આગળ આવવું જોઈએ. નાગરાજુ પર હુમલો 15-20 મિનિટ સુધી ચાલુ રહ્યો, પરંતુ કોઈએ મદદ કરી નહીં.' તેણે રડતા કહ્યું, 'તેઓ રાજના માથા પર મારતા હતા. કોઈએ મદદ કરી નહીં. મેં તેને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. પહેલા મારો ભાઈ દેખાયો નહિ, બાદમાં જ્યારે મેં મારા ભાઈને જોયો ત્યારે મેં તેને મદદ માંગી. પરંતુ તેણે સાંભળ્યું નહીં. લગ્ન પહેલા મારો ભાઈ મને સળિયા વડે મારતો હતો. લગ્ન પછી અમે પોલીસ સ્ટેશન ગયા, જીવના જોખમ અંગે પત્ર લખ્યો. મારી અંદર એટલો ગુસ્સો છે કે જે રીતે તેણે રાજને સળિયાથી માર્યો. હું તેમને મારી નાખીશ અને તેમનો જીવ લઈશ.
નાગરાજૂને અશરીનની સાથે લવ મેરેજની કિંમત જીવ આપીને ચુકવવી પડી
નાગરાજુ અને સૈયદ અસરીન સુલતાના (ઉર્ફે પલ્લવી) 2 મહિના પહેલા પરિવારની મરજી વિરુદ્ધ આંતર-ધાર્મિક લગ્ન કર્યા હતા. નાગરાજુ (25)ની 4 મેના રોજ રાત્રે લગભગ 9 વાગ્યે સરૂરનગર તહસીલદાર ઓફિસમાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પસાર થતા ઘણા લોકોએ તેમના ફોન પર આ ઘટના રેકોર્ડ કરી અને કેટલાકે નાગરાજુના શરીરની તસવીરો પણ ક્લિક કરી. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નાગરાજુની હત્યાનો આરોપ તેની પત્ની અસરીનના ભાઈ અને પરિવારના સભ્યો પર લગાવવામાં આવ્યો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર