નાગપુર : એકલી મહિલાઓને રાત્રે 9થી સવારે 5 સુધી ઘરે મૂકવા પોલીસ આવશે

News18 Gujarati
Updated: December 4, 2019, 9:43 PM IST
નાગપુર : એકલી મહિલાઓને રાત્રે 9થી સવારે 5 સુધી ઘરે મૂકવા પોલીસ આવશે
પ્રતિકાત્મક તસવીર

પંજાબ (Punjab) બાદ નાગપુર પોલીસ પણ મહિલાઓને સુરક્ષિત તેમના ઘરે મોકલશે. નાગપુર પોલીસે (Nagpur Police) ફ્રી હોમ ડ્રૉપ સુવિધા શરૂ કરી

  • Share this:
નાગપુર : દેશમાં બળાત્કારોની વધી રહેલી જઘન્ય ઘટનાઓની વચ્ચે નાગપુર પોલીસે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નાગપુર પોલીસે બુધવારે ફ્રી રાઇડ સ્કીમનો પ્રારંભ કર્યો છે. આ સ્કીમનો લાભ કોઈ પણ મહિલા લઈ શકે છે. જે મહિલાઓ રાત્રે એકલી હોય અને જરૂરિયાતમંદ હોય તેમને રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી પોલીસ ફ્રીમાં પીકઅપ અને ડ્રોપની સુવિધા આપશે.

નાગપુર સિટી પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું, “અમે મહિલાઓની સુરક્ષા માટે તેમને સુરક્ષિત રીતે ઘરે મૂકવાની સુવિધા આપી રહ્યા છીએ. કોઈ પણ મહિલા જે એકલી હોય અથવા રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા વચ્ચે ફસાયેલી હોય અને ઘરે જવાનું કોઈ સાધન ન હોય તે અમને સંપર્ક કરી શકે છે અમે તેમને ઘરે પહોંચાડીશું.”

આ પણ વાંચો :  બિનસચિવાલય પરીક્ષા : સંજય રાવલ સમર્થનમાં આવ્યા, લેખિત રજૂઆતનું કહેતા પરીક્ષાર્થીઓએ હુરિયો બોલાવ્યો

પોલીસે મહિલાઓ માટે ફ્રી રાઇડ માટે નંબર પણ જાહેર કર્યો છે આ નંબર 100, 1091 અને 07122561103 છે. આ નંબર પર કૉલ કરી અને મહિલા ઘરે જવા માટે પોલીસની મદદ માંગી શકે છે. નાગપુર પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે મહિલાઓ કૉલ કરશે તો કંટ્રોલ રૂમમાંથી મહિલાની નજીક પોલીસનનું જે વાહન જેવું કે પીસીઆર વેન અથવા એસએચઓ વાહન હશે તે તેમને ઘરે પહોંચાડશે.આ પણ વાંચો : JIOની નવી ઓફર: "નવા ઓલ-ઈન-વન પ્લાન્સ": આટલુ જાણવું જરૂરી

ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે મંગળવારે પોલીસની ફ્રી હેલ્પ લાઇનનું એલાન કર્યુ હતું. અમરિંદરે જણાવ્યું હતું કે એવી મહિલાઓને સુરક્ષિત ઘર પહોંચાડવાની જવાબદારી પોલીસની હશે જેમની પાસે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઘરે પહોંચવા માટે યોગ્ય વિકલ્પ નથી તેમને પોલીસ ઘરે પહોંચડાશે.
First published: December 4, 2019, 9:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading