ચાર વર્ષની બાળકી પર રેપનો પ્રયાસ કરનાર યુવકને લોકોએ નિર્વસ્ત્ર કરીને શેરીઓમાં ફેરવ્યો

News18 Gujarati
Updated: December 2, 2019, 10:16 AM IST
ચાર વર્ષની બાળકી પર રેપનો પ્રયાસ કરનાર યુવકને લોકોએ નિર્વસ્ત્ર કરીને શેરીઓમાં ફેરવ્યો
પ્રતિકાત્મક તસવીર

બાળકી ઘરે એકલી હતી તેનો ગેરફાયદો ઉઠાવીને યુવકે તેની સાથે શારીરિક છેડછાડ શરૂ કરી હતી, બાળકીની માતા ઘરે આવી પહોંચતા નરાધમ પકડાયો.

  • Share this:
નાગપુર : હૈદરાબાદની મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના બનાવથી આખા દેશના લોકો આઘાતમાં છે. ધરપકડ કરવામાં આવેલા ચારેય આરોપીઓને આ માટે કડકમાં કડક સજા થાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે. રવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચાર વર્ષની બાળકી પર બળાત્કારનો પ્રયાસ થયો છે. જે બાદમાં ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીને પકડીને તેને નિર્વસ્ત્ર હાલતમાં ફેરવ્યો હતો. પોલીસે IPCની સંબંધીત કલમો તેમજ પોક્સો એક્ટ પ્રમાણે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે નાગપુરમાં જવાહર વૈદ્ય નામના યુવકે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં લોકોએ તેને પકડીને મેથીપાક આપ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ જવાબહરના બંને હાથ દોરડાંથી બાંધી દીધા હતા. જે બાદમાં તેના કપડાં ઉતારીને તેને શેરીઓમાં ફેરવવામાં આવ્યો હતો. અંતે સ્થાનિકોએ યુવકને પોલીસના હવાલે કરી દીધો હતો.

આ પણ વાંચો :  હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓના પરિજનો પણ આઘાતમાં, માતાએ કહ્યું- દીકરાને સજા આપો

મળતી માહિતી પ્રમાણે જવાહર કો-ઓપરેટિવ સોસાયટી બેંકમાં રોકડ એકઠી કરવાના એજન્ટ તરીકેનું કામ કરે છે.

આ મામલે અધિકારીએ જણાવ્યું કે, "જવાહર રોકડ લેવા માટે દરરોજ બાળકીના ઘરે જતો હતો. રવિવારે જવાહર બાળકીના ઘરે ગયો ત્યારે પરિવારના અન્ય સભ્યો હાજર ન હતા. આથી આ તકનો ગેરલાભ ઉઠાવીને જવાહરે બાળકીનું શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાળકીની માતા ઘરે આવી પહોંચી હતી અને તેણીએ બૂમાબૂમ કરી હતી. જે બાદમાં પાડોશીઓ તેના ઘરે દોડી આવ્યા હતા."

આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓએ ગેંગરેપ પહેલા મહિલાને દારૂ પીવડાવ્યો હતો આ વાત આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતાં સ્થાનિકો એકઠા થયા હતા અને જવાબહને માર માર્યો હતો. જે બાદમાં જવાહરને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસના હવાલે કરતા પહેલા લોકોએ જવાહરને નિર્વસ્ત્ર કરીને શેરીઓમાં ફેરવ્યો હતો.

આ મામલે પારડી પોલીસ સ્ટશન ખાતે આઈપીસી (Indian Penal Code)ની વિવિધ કલમો તેમજ POCSO (Protection of Children from Sexual Offences) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
First published: December 2, 2019, 9:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading