હવામાં ઉડતા જ એર એમ્બ્યુલન્સનું પૈડુ અલગ થઇ ગયું, આવી રીતે બચ્યા 5 લોકોના જીવ, જુઓ VIDEO

(તસવીર - ANI)

આ દુર્ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે

 • Share this:
  મુંબઇ : મહારાષ્ટ્રના નાગપુરથી હૈદરાબાદ જઈ રહેલ એક એર એમ્બ્યુલન્સ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચી ગયું છે. જેવા વિમાને ઉડાણ ભરી કે તરત તેનું પૈડુ અલગ થઇ ગયું હતું. આ પછી તરત ફુલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી અને વિમાનને મુંબઈ એરપોર્ટ તરફ મોડવામાં આવ્યું હતું. ક્રેશ લેન્ડિંગની આશંકા વચ્ચે રનવે પર ફાયરબ્રિગેડ દળના બધા કર્મચારી પૂરી રીતે તૈયાર હતા. પાયલટે જેવા વિમાનને લેન્ડિંગ કરાયું કે તરત તેના પર ફોમ નાખીને વિમાનમાં આગ લાગવાથી બચાવ્યું હતું.

  વિમાનમાં એક દર્દી, બે પેરામેડિકલ સ્ટાફ અને બે ક્રુ મેમ્બર સવાર હતા. વિમાનનું પૈડુ નીકળી ગયું હતું અને તે બેલી લેન્ડિંગ થાય તેવી આશંકા હતા. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તાએ વિમાનના સેફ લેન્ડિંગની પૃષ્ટિ કરી છે.

  આ પણ વાંચો - રાજ્યમાં સતત બીજા દિવસે સાજા થનાર દર્દીઓ વધ્યા, રેકોર્ડબ્રેક 13021 લોકોએ કોરોનાને માત આપી

  રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે ફ્લાઇટે જ્યારે નાગપુર એરપોર્ટ પર ટેકઓફની તૈયારી હતી, ત્યારે જ તેનું એક પૈડુ અલગ થઇને ગ્રાઉન્ડ પર પડી ગયું હતું. સ્થિતિની ગંભીરતાને સમજતા ફ્લાઇટમાં રહેલા પાયલટે સુઝબુઝ બતાવી અને બેલી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય કર્યો હતો.  આ દુર્ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં જોવા મળે છે કે જો સમય રહેતા બેલી લેન્ડિંગ ના કરાવી હોત તો મોટી દુર્ઘટના પણ થઇ શકતી હતી.
  Published by:Ashish Goyal
  First published: