CM પદેથી હટતાં જ દેવેન્દ્ર ફડણવીસ પર આફત, નાગપુર કોર્ટે સમન્સ પાઠવ્યા

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)

ફડણવીસે ચૂંટણી એફિડેવિટમાં બે કેસની વિગતો છુપાવતાં થયો હતો કેસ, સુપ્રીમના આદેશ બાદ નાગપુર કોર્ટમાં સુનાવણી થશે

  • Share this:
    મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) હવે મુશ્કેલીમાં ફસાતા હોય એવું લાગી રહ્યું છે. પદથી હટ્યા બાદ હવે તેમને કોર્ટ તરફથી સમન્સ પાઠાવવામાં આવ્યા છે. આ વાતની પુષ્ટિ નાગપુર (સદર)ના પોલીસ નિરીક્ષક મહેશ બંસાંડેએ કરી. તેઓએ જણાવ્યું કે, કોર્ટનું સમન્સ દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવી ચૂક્યું છે. આ સમન્સ તેમને ચૂંટણી એફિડેવિટમાં પોતાની પર ચાલી રહેલા બે અપરાધિક કેસની જાણકારી છુપાવવાના સંબંધમાં છે.

    શું છે સમગ્ર મામલો?

    દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલી એફિડેવિટમાં પોતાની પર ચાલી રહેલા બે અપરાધિક કેસની જાણકારી નહોતી આપી. અરજી કરનારની દલીલ હતી કે ફડણવીસને આવું કરીને જનપ્રતિનિધિત્વ કાયદા 1951ની કલમ 125Aનું ઉલ્લંઘન કર્યું છે. આ સંબંધમાં નીચલી કોર્ટ અને હાઈકોર્ટએ કહ્યું હતું કે, ફડણવીસની વિરુદ્ધ પહેલી નજરમાં કોઈ મામલો બનતો નથી.

    અરજીકર્તાએ કહ્યુ હતું કે, ઉમેદવાર તરીકે તમામ અપરાધિક મામલાઓની જાણકારી આપવી કાયદાકીય રીતે અનિવાર્ય છે. તેની પર ફડણવીસ સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, પહેલો મામલો ડિફેમેશનનો છે, જેમાં હાઈકોર્ટે દેવેન્દ્ર ફડણવીસને રાહત આપી હતી. બીજો મામલો સ્લમ પ્રોપર્ટી પર ટેક્સ વિશનો છે. આ બંને મામલા જનહિતમાં હતા જેમાં કોઈ વ્યક્તિગત હિતમાં નહોતા. બાદમાં અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડવાવ્યા હતા અને 1 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો અને ફડણવીસને મામલામાં સુનાવણીનો સામનો કરવા આદેશ આપ્યો.

    શિવસેનાએ ફડણવીસ પર નિશાન સાધ્યું

    શિવસેનાના મુખપત્રમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) પર નિશાન સાધતાં લખવામાં આવ્યું છે કે, અગાઉની સરકાર પાંચ વર્ષ રહી અને પાંચ લાખ કરોડનું દેવું કરી દીધું. અખબારે લખ્યું કે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સત્ય અને ન્યાયની તમામ કસોટીઓ પર ખરી ઉતરીને સ્થિર રહેશે. પાંચ વર્ષમાં રાજ્ય પર પાંચ લાખ કરોડનું દેવું લાદીને ફડણવીસ સરકાર જતી રહી. તેથી નવા મુખ્યમંત્રીએ જે સંકલ્પ લીધો છે, તેની પર ઝડપથી પરંતુ સાવધાનીપૂર્વક પગલાં લેવા પડશે.

    આ પણ વાંચો,

    ઠાકરે અને મોદી ભાઈ-ભાઈ' : મહારાષ્ટ્રમાં સરકાર બનતાં જ શિવસેનાએ વડાપ્રધાનના વખાણ કર્યા
    ઉદ્ધવ કેબિનેટનો નિર્ણય, શિવાજી કિલ્લા માટે 20 કરોડનું ફંડ, ખેડૂતો માટે નિર્ણય ટૂંક સમયમાં
    Published by:Mrunal Bhojak
    First published: