નાગૌર: રાજસ્થાનના (Rajasthan) નાગૌર જિલ્લામાંથી (Nagaur Gangrape) એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ત્રણ લોકોએ દલિત મહિલા સાથે સામૂહિત દુષ્કર્મ કર્યું છે. શરમજનક કૃત્ય કર્યા પછી પણ આ નરાધમોના દિલ શાંત ન થયું તો આરોપીઓએ મહિલાના ખાનગી ભાગમાં બોટલ ઘુસાડી દીધી. આ દરમિયાન પીડિત મહિલા દર્દથી બૂમો પાડતી રહી, પરંતુ ત્રણેય આરોપીઓ રોકાયા નહીં અને દુષ્કર્મ કરતા રહ્યા. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પીડિત પરિવારે પોલીસમાં ફરિયાદ કરી છે. હાલ આ ત્રણેય આરોપીઓ ગામમાંથી ફરાર છે. તેમની શોધખોળ ચાલુ છે.
જાણકારી પ્રમાણે, આ ઘટના પરબતસર વિસ્તારની છે. પીડિત મહિલા મહામહેનતે ઘરે પહોંચી અને બધી વાતો પરિવારને જણાવી. જે બાદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે, આરોપીઓએ દુષ્કર્મ બાદ ધમકી આપતા કહ્યું હતું કે, જો કોઇને પણ આની જાણ કરી તો મારી નાંખીશું. આ ધમકીથી પરિવારજનો પણ ડરમાં જીવી રહ્યા છે.
સ્થાનિક પોલીસ મથકે જણાવ્યું હતું કે, આ મહિલા 19 જાન્યુઆરીએ પડોશના ખેતરમાં બનેલા મકાનમાં છાશ લેવા ગઈ હતી. પીડિતાએ જણાવ્યું કે, તે છાશ લેતી હતી ત્યારે નજીકના ખેતરોમાં કામ કરતા ત્રણ યુવકો તેની પાસે આવ્યા અને જબરદસ્તી કરવા લાગ્યા. તેણે ત્રણેય યુવકોની ચુંગાલમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આ યુવકોએ તેને પકડી લીધી હતી. જો બાદ ત્રણેવ યુવકોએ એક પછી એક બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી, ત્રણેયે તેના મહિલાના ખાનગી ભાગમાં બોટલ ઘુસાડી દીધી.
ઘટનાની માહિતી ડેપ્યુટી એસપી મકરણા સુરેશકુમાર સમરિયાને આપવામાં આવી છે. આ કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે આટલા ડર વચ્ચે રહેતા પરિવારના કોઈ સભ્યએ સ્ટેશનના તત્કાલીન પ્રભારીને જાણ કરવાની હિંમત કરી હતી, ત્યારે સ્ટેશનના ઇન્ચાર્જે કેસની નોંધ્યો ન હતો, કારણ કે તેમની આ સ્ટેશનથી બદલી થઇ ગઇ હતી. જોકે, નવા સ્ટેશન પ્રભારીએ પણ પરિવારની ફરિયાદ બાદ કેસ નોંધ્યો ન હતો. અંતે, મોટા અધિકારીઓની દખલ બાદ કેસ નોંધ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર