Accident સંયોગ : નાગૌર હાઈવે પર અકસ્માતમાં 4ના મોત, 6 વર્ષ પહેલા અહીં જ 9 સંબંધીઓના થયા હતા મોત

નાગોર અકસ્માત - ચારના મોત

એક મહિલા, બાળક સહિત ચાર લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 6 વર્ષ પહેલા અહીં જ અકસ્માતમાં મહિલાના બાઈનો પરિવાર ખતમ થઈ ગયો હતો

  • Share this:
    નાગૌર : રાજસ્થાન (Rajasthan)ના નાગૌર (Nagaur accident) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. આ અકસ્માત (Accident)માં એક મહિલા, બાળક સહિત ચાર લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો, માહિતી મળ્યા બાદ, ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. તેમજ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    મળતી માહિતી મુજબ, આ ઘટના ખિંવસરના ટાંકલા પાસે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, અહીં બે કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાર એકબીજા સાથે ટકરાયા બાદ પહેલા એક ટ્રોલી સાથે જઈ અથડાઈ હતી. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, ઘટના સ્થળ પર જ ચાર લોકોના મોત નિપજ્યા હતા, અને ચાર ઘાયલ થયા છે.

    કહેવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં મૃતક મહિલાના ભાઈના પરિવાર સાથે પણ આજ સ્થળ પર 6 વર્ષ પહેલા અકસ્માત સર્જાયો હતો, તે સમયે આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. જે જગ્યા પર હાલમાં બહેનના પરિવારના ચાર લોકોના મોત થયા છે, ત્યાં જ 6 વર્ષ પહેલા ભાઈના પરિવારના 9 લોકોના મોત થતા અકસ્માતનો વિચિત્ર સંયોગ પેદા થયો છે.

    બાજીબાજુ, દૂદૂમં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ગેસ સિલિન્ડરોથી ભરેલી ટ્રક અકસ્માતનો ભોગ બની હતી. જેના કારણે ટ્રકમાં આગ લાગી ગઈ હતી. માહિતી મળ્યા બાદ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતમાં 2 લોકો આગને કારણે દાઝી ગયા હતા. બંને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હમણાં સુધી, અકસ્માતનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

    2-3 લોકોને જીવતા સળગી ગયા હોવાના અહેવાલ છે

    મળતી માહિતી મુજબ, સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક સળગેલા સિલિન્ડરોમાંથી હજુ પણ ગેસ બહાર આવી રહ્યો છે. સ્થાનિક ગામના લોકો સ્થળની આસપાસ એકઠા થઈ ગયા છે. બળેલા સિલિન્ડરો ખેતરોમાં દૂર દૂર સુધી પથરાયેલા છે. આ સાથે, માંસના લોચા પણ ખેતરોમાં પડેલા જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, 2-3 લોકોને જીવતા સળગી ગયા હોવાની આશંકા છે.

    આ પણ વાંચોબનાસકાંઠા : શિક્ષકે કર્યુ ગંદુ કામ, એકલી રહેતી શિક્ષિકાના ઘરમાં ઘુસી કપડા ફાડ્યા, પછી થઈ જોવા જેવી

    સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

    તો, ગયા મહિને અહેવાલ આવ્યો હતો કે, રાજસ્થાનના ધોલપુર અને પ્રતાપગઢ જિલ્લામાં બે માર્ગ અકસ્માતમાં છ લોકો માર્યા ગયા હતા, જ્યારે અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, ધોલપુરના સરમથુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બરૌલી ગામ પાસે શનિવારે બોલેરો જીપ અને કારની ટક્કરમાં ચાર લોકોના મોત થયા હતા. આ તમામ લોકો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના રહેવાસી હતા અને કૈલાદેવીના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલ બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
    Published by:kiran mehta
    First published: