નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. બપોરે ત્રણ વાગ્યા બાદ ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. પરંતુ મંગળવારે 22 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. પરંતુ 60 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે અત્યાર સુધી ફક્ત 17 વિધાનસભા વિસ્તારના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું છે. એટલે કે હવે ચૂંટણીને લઈને ખતરો જોવામાં આવી રહ્યો છે.
27 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણી માટે સોમવાર સુધી કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું ન હતું. નાગાલેન્ડમાં બીજેપી, કોંગ્રેસ સહિત 11 રાજકીય પક્ષોએ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણી પહેલા નાગા સમસ્યાનું સમાધાન કરવાની માંગ કરી છે. જોકે, બાદમાં બીજેપીએ યુ-ટર્ન લઈ લીધો હતો.
ચૂંટણી ફોર્મ ભરનાર 22 ઉમેદવારમાં 8 ઉમેદવાર નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટી (NDPP), 7 ઉમેદવાર નાગા પિપલ્સ ફ્રંટ (NPF), 6 બીજેપીના અને એક ઉમેદવાર જનતા દળ યુનાઈટેડમાંથી છે.
પ્રથમ ઉમેદવારી ફોર્મ એનપીએફના ઉમેદવાર અને રાજ્યના ગૃહમંત્રી કુઝપોલહઝોએ મંગળવારે ભર્યું હતું. જ્યારે NDPPના ડોક્ટર નિકી કીરેએ કોહિમા શહેરમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
બીજેપીએ નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નેફ્યૂ રિયોની વડપણ હેઠળની નેશનાલિસ્ટ ડેમોક્રિટિક પીપલ્સ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાના અંતમાં ચૂંટણી યોજાવાની છે. બીજેપીએ 15 વર્ષ જૂના નાગા પિપલ્સ ફ્રંટ પાર્ટી સાથેના પોતાના સંબંધોનો અંત આણ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર