ઇઝરાયલના વડાપ્રધાન પદના દાવેદાર નફ્તાલી બેનેટ કોણ છે? પેલેસ્ટાઈન અંગે તેમનું વલણ કેવું રહેશે?

ઇઝરાયલના વડાપ્રધાન પદના દાવેદાર નફ્તાલી બેનેટ કોણ છે? પેલેસ્ટાઈન અંગે તેમનું વલણ કેવું રહેશે?

છેલ્લા એક દાયકાથી ઇઝરાયલમાં સત્તામાં રહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ખુરશી હવે સંકટમાં હોય તેવું દેખાય છે. તેમની સામે વિપક્ષી દળો એકઠા થઈ ગયા છે

  • Share this:
છેલ્લા એક દાયકાથી ઇઝરાયલમાં સત્તામાં રહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ખુરશી હવે સંકટમાં હોય તેવું દેખાય છે. તેમની સામે વિપક્ષી દળો એકઠા થઈ ગયા છે. ટૂંક સમયમાં ઇઝરાયલમાં સત્તા પલટાઈ શકે છે. હાલ સંભવિત વડાપ્રધાન તરીકે નફ્તાલી બેનેટનું નામ ચર્ચાઈ રહ્યું છે. બેનેટ અગાઉ નેતન્યાહુ સાથે હતા. પરંતુ બાદમાં તેમના કટ્ટર વિરોધી થઈ ગયા હતા.

વડાપ્રધાન તરીકે આ વ્યક્તિ સંભાળી શકે છે સત્તા

અમેરિકન ઇમિગ્રન્ટના પુત્ર બેનેટ 50 વર્ષના છે. તેઓ નેતન્યાહુ કરતાં ઘણા યુવાન અને વધુ ઉર્જાવાન છે. બેનેટનો જન્મ ઇઝરાયલના હાઇફા શહેરમાં થયો હતો. તેઓ યહૂદી છે. તેલ અવીવમાં રહેતા બેનેટે હાલના વડાપ્રધાન સાથે રહીને સરકારમાં નાણાં-મંત્રાલય અને શિક્ષણ જેવા મહત્વના વિભાગો સંભાળ્યા હતા. તેઓ ઇઝરાયલી સેનામાં કમાન્ડો રહી પણ રહી ચૂક્યા છે.

યહૂદી રિવાજોનું પાલન કરે છે બેનેટ

તેઓ અંગત જીવનમાં સંપૂર્ણ રીતે યહૂદી માન્યતા ધરાવે છે. તેઓ માથામાં કટ્ટર યહૂદી વિચારધારાના લોકો પહેરે તેવી ધાર્મિક ટોપી પણ પહેરે છે. જેથી બેનેટ રાજકારણમાં આવીને તેમની ધાર્મિક વિચારધારા છુપાવશે તેવું વિચારી શકાય નહીં.

પેલેસ્ટાઈન મામલે સખત વલણ

તેમને રાષ્ટ્રવાદી નેતા માનવામાં આવે છે. બેનેટના સત્તા પર આવ્યા પછી હમાસ આતંકીઓની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધે તેવું પણ બને. તેઓ હંમેશા ઇઝરાઇલને આગળ લઈ જવાની વાત કરે છે. પેલેસ્ટિનિયન રાજ્યનું નિર્માણ ઇઝરાયલ માટે કેટલું જોખમી હોઈ શકે તે અંગે તેઓ અનેક વખત કહી ચૂક્યા છે.

આંતરિક રાજકારણમાં ઉથલપાથલ

બેનેટે તાજેતરમાં કહ્યું હતું કે, દેશને મુશ્કેલમાંથી બચાવવા માટે તેઓ સત્તામાં આવી રહ્યા છે. હાલ નેતન્યાહુની લિકુડ પાર્ટી ઇઝરાયલની સૌથી મોટી પાર્ટી છે પરંતુ આ પક્ષને બહુમતી મળી નથી. ત્યારબાદ ઇઝરાયલના રાષ્ટ્રપતિએ બીજા સૌથી મોટા પક્ષ યસ એટીડના નેતા યેર લૈપીડને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો - કોરોના પછી દુનિયા પર ચીનમાંથી વધુ એક ખતરાની ઘંટી? માણસમાં H10N3 બર્ડ ફ્લૂ નો પ્રથમ કેસ જોવા મળ્યો

ગઢબંધનવાળી સરકાર બની શકે

હમાસ અને ઇઝરાયલ વચ્ચેના ઘર્ષણના કારણે સરકારની રચના થઈ શકી નથી. હવે યુદ્ધવિરામ દરમિયાન નવી સરકારની રચના થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે. આ સરકાર ગઢબંધનવાળી હોઈ શકે છે. જેમાં બેનેટની પાર્ટી યશ એટીડ પાર્ટીના સહયોગથી યમિના ગઠબંધનમાં કામ કરશે. આ સમય દરમિયાન બંને પક્ષના નેતાઓ કાર્યકાળના ભાગલા પણ કરી શકે છે.

શું પેલેસ્ટાઈન મામલે વાતાવરણ હળવું થશે?

ઇઝરાઇલના અન્ય મોટો પક્ષ યેશે અતિદનું વલણ લેફ્ટ તરફ છે. ઇઝરાયલ પેલેસ્ટાઇન પ્રત્યે નરમ વલણ અપનાવશે એવા પણ અનુમાન કરવામાં આવી રહ્યા છે. અલબત્ત, દક્ષિણપંથી નેતા અને સંભવિત વડાપ્રધાન બેનેટની હાજરીમાં આવું થઈ શકે તેની શક્યતા ઓછી છે. તેઓ પેલેસ્ટાઇન અને પડોશી મુસ્લિમ દેશો સાથે સખ્ત જ રહ્યા છે.

બેનેટનો વિવાદાસ્પદ ઇતિહાસ

1996માં તેમણે હિઝબોલ્લાહ સામે લશ્કરી કાર્યવાહીનું નેતૃત્વ કર્યું હતું. આ મામલે ઇઝરાઇલી પ્રેસ યેડિઓથ આહરોનોથે તેમના પર આરોપ લગાવ્યો કે, આ કાર્યવાહીમાં 106 લેબનીઝ નાગરિકો પણ માર્યા ગયા હતા. આ કામગીરીમાં યુએનનાં 4 લોકો પણ મોતને ભેટ્યા હતા.

ટેકનોલોજી સેકટરમાંથી રાજકારણમાં છલાંગ

સેનામાંથી નીકળ્યા બાદ બેનેટ એકાએક ટેકનોલોજીના ક્ષેત્રમાં કૂદી પડ્યા હતા. તેમણે તેલ અવીવમાં ટેક કંપની શરૂ કરી હતી. તે પછી તે કંપની145 મિલિયનમાં વેચી દીધી હતી. કંપની વેચી નાખ્યા બાદ બેનેટે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે નેતન્યાહૂ વિરોધ પક્ષમાં હતા. બેનેટ તેમની સાથે ભળી ગયા હતા. જોકે, પાંચ વર્ષ પછી બેનેટે નેતન્યાહુને છોડી દીધા હતા અને યશ કાઉન્સિલ ચલાવવાની શરૂઆત કરી હતી. આ કાઉન્સિલ વેસ્ટ બેંકમાં યહૂદીઓના હિત માટે કામ કરતી હતી.

સીધી વાત કરવા બદલ લોકપ્રિય

બેનેટ પોશ અમેરિકન ઉચ્ચારોમાં અંગ્રેજી બોલે છે. ઘણી વાર તેઓ પોતાની વાત ચોખેચોખી કહી દે છે. 2013માં તેમણે પેલેસ્ટાઇન સાથે કોઈપણ નરમ વલણનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓને મારવા જોઈએ, છોડવા જોઈએ નહીં. આ બાબતમાં વર્તમાન પીએમ અને સંભવિત પીએમ બેનેટની સમાન વિચારધારા હોવાનું ફલિત થાય છે.
First published: