Nabanna March: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારના કથિત ભષ્ટ્રાચારની સામે મંગળવારે ભારતીય જનતા પાર્ટીએ નાબન્નામાર્ચ કાઢી હતી. જોકે પોલીસે બીજેપીને તેની પરવાનગી આપી નહોતી. તેમ છતાં માર્ચ કાઢવામાં આવી હતી. આ દરમિયાન બીજેપી કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે ઘણી જગ્યાઓ પર અથડામણ થઈ હતી.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારના કથિત ભષ્ટ્રાચારની સામે મંગળવારે ભારતીય જનતા પાર્ટીએ નાબન્નામાર્ચ કાઢી હતી. જોકે પોલીસે બીજેપીને તેની પરવાનગી આપી નહોતી. તેમ છતાં માર્ચ કાઢવામાં આવી હતી. આ દરમિયાન બીજેપી કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે ઘણી જગ્યાઓ પર અથડામણ થઈ હતી. પોલીસે દેખાવકારોને રોકવા માટે ટિયર ગેસ છોડ્યો તો કાર્યકર્તાઓએ પોલીસના વાહનોને સળગાવ્યા હતા. પોલીસે કાર્યવાહી કરી તો બીજેપી કાર્યકર્તાઓએ પણ પોતાના તરફથી જવાબ આપ્યો હતો. આ જવાબી કાર્યવાહીમાં ઘણા પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. કોલકાતા પોલીસના આસિસ્ટન્ટ કમિશ્નર દેબજીત ચેટર્જીના હાથમાં ફ્રેકચર થઈ ગયું અને તેમની સારવાર ચાલુ છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસની વિરુદ્ધના દેખાવો દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા એક પોલીસ કર્મચારીને લાકડીઓથી મારવામાં આવ્યો હતો. વીડિયોમાં પોલીસ કર્મચારી ભાગવાની કોશિશ કરતો દેખાઈ રહ્યો છે. ટોળામાં કેટલાક લોકો પાસે ભાજપના ઝંડા પણ દેખાઈ રહ્યાં છે. ભીડ તેને ઘેરી લે છે અને તેને ઘણો માર મારે છે. બીજી તરફ એક વ્યક્તિ પોલીસ કર્મચારીનું ગળું પણ પકડી લે છે. પોલીસ કર્મચારીના હાથમાં ફેક્રચર થયું છે.
ભાજપના ઘણા નેતાઓની પોલીસે અટકાયત કરી
બીજેપીએ આરોપ લગાવ્યો છે કે રાજકીય દબાણના કારણે બંગાળ પોલીસે તેના કાર્યકર્તાઓને કોલકાતા જવા દેતી નથી. કાર્યકર્તાઓ અને બીજેપીની વિરુદ્ધની અથડામણ પછી પોલીસે ભાજપના ઘણા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજૂમદાર, વિક્ષના નેતા સુવેંદુ અધિકારી, રાહુલ સિન્હા અને સાંસદ લોકેટ ચેટર્જી સહિતના ભાજપના નેતાઓની પોલીસે અટકાયત કરી છે.
નાબન્ના માર્ચ પર કલકતા હાઈકોર્ટે ગૃહ સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ આ વિરોધ માર્ચને રાજ્ય સચિવાલય સુધી કાઢવાની જાહેરાત કરી હતી. આ રેલીને રાજ્યના અલગ-અલગ વિસ્તારોના વરિષ્ઠ નેતાઓના નેતૃત્વમાં કાઢવામાં આવી હતી. હાવડા મેદાનમાં સુકાંત મજૂમદારે નેતૃત્વ કર્યું, સંતરાગાછીથી બીજેપી નેતા સુવેંદુ અધિકારી અને કોલેજ સ્ટ્રીટથી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ધોષે નેતૃત્વ કર્યું હતું. બીજેપીની નાબન્ના માર્ચ પર કલકતા હાઈકોર્ટે ગૃહ સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી રિપોર્ટ જમા કરવાનો સમય આપ્યો છે. કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો છે કે કોઈની પણ ગેરકાયદેસર રીતે અટકાયત ન કરવામાં આવે અને એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે કે પબ્લિક પ્રોપર્ટીને કોઈ નુકસાન ન થાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર