બાળકોમાં કોરોના સંક્રમણને લઇને ભ્રમિત ના થાવ, એક્સપર્ટ્સે આપ્યો દરેક સવાલનો જવાબ

પીટીઆઈ ફાઇલ ફોટો

કોરોના મહામારી (Covid-19) સાથે જોડાયેલા ભ્રામક સમાચાર પણ સમાજમાં ઘણા ફેલાયા છે. હવે કેન્દ્ર સરકાર તરફથી તેનો જવાબ આપવામાં આવ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : કોરોના મહામારી (Covid-19) સાથે જોડાયેલા ભ્રામક સમાચાર પણ સમાજમાં ઘણા ફેલાયા છે. હવે કેન્દ્ર સરકાર તરફથી તેનો જવાબ આપવામાં આવ્યો છે. નીતિ આયોગના સદસ્ય ડૉ. વીકે પોલે (Dr. VK Paul)બાળકોમાં કોરોનાથી જોડાયેલ ભ્રમ પર તથ્યાત્મક જાણકારી આપી છે. તેમણે કહ્યું કે બાળકોની સારવારને લઇને પર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે સામાન્ય રીતે બાળકોમાં કોરોના લક્ષણો વગરનો હોય છે અને ઘણી ઓછી સંખ્યામાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.

  એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જાણકારી આપી છે કે દેશ દુનિયામાં એવો કોઇ ડેટા ઉપલબ્ધ નથી જે કહે કે આગામી લહેરોમાં બાળકો પર ગંભીર પ્રભાવ થશે. સાથે તેમણે કહ્યું કે બીજી લહેર દરમિયાન બાળકો કોરોના સંક્રમણ પછી સામાન્ય બીમારી પછી ઠીક થઇ ગયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા તેમને પહેલાથી કોઇ બીમારી રહી હશે કે પછી ઇમ્યુનિટી લેવલ ઓછું હશે.

  આ પણ વાંચો - અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો, ગુરુવારથી નવી કિંમતો લાગુ થશે

  કોવિડ વર્કિંગ ગ્રૂપના ચેયરપર્સન ડૉ. એનકે ચોપડાએ કહ્યું કે 25 જૂનથી બાળકોમાં કોવેક્સીનના (COVAXIN)ટ્રાયલની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. આ ટ્રાયલ 2 થી 18 વર્ષના બાળકોમાં કરવામાં આવી રહ્યો છે. તેના પરિણામ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી આવી શકે છે. તેમણે પણ કહ્યું કે બાળકોને સંક્રમણ થઇ શકે છે પણ સામાન્ય રીતે ગંભીર થતું નથી.

  સ્વાસ્થ્ય મંત્રાલય અને દેશના મોટા એક્સપર્ટ્સ તરફથી કહેવામાં આવી ચૂક્યું છે કે કોરોનાની આગામી લહેરો માટે પણ કોરોના ઉપયુક્ત વ્યવહાર અપનાવવો પડશે. માસ્ક પહેરવું, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમો હજુ પણ કારગર છે. દેશમાં ડેલ્ટા+ વેરિએન્ટના વધી રહેલા કેસ વચ્ચે ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
  Published by:Ashish Goyal
  First published: