Mehul Choksi Extradition Case Update: પંજાબ નેશનલ બેંક (PNB Scam)માં 13,500 કરોડ રૂપિયાનો ગોટાળો કરાનારા ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી (Mehul Choksi)ને ડોમિનિકાથી ભારત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ દરમિયાન તેની પત્ની પ્રીતી ચોકસી (Priti Choksi)એ મેહુલ ચોકસીને જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પ્રીતિએ ડોમિનિકા (Dominica)ના સમુદ્ર કિનારે ચોકસીની સાથે યાટમાં જોવા મળેલી યુવતીને લઈને પણ જાણકારી આપી છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડને આપેલા સ્પેશલ ઇન્ટરવ્યૂમાં પ્રીતિ ચોકસીએ કહ્યું કે, તેના પતિ 23 મેની સાંજે રાતનું ભોજન લેવા માટે નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યા જ નહીં. પ્રીતિ ચોકસીએ જણાવયું કે તેમણે ચોકસીની ભાળ મેળવવા માટે દરિયાકાંઠે એક સલાહકાર અને રસોઈયાને મોકલ્યા હતા, પરંતુ કોઈ પગેરું ન મળતાં અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો.
મેહુલ ચોકસીની પત્નીએ કહ્યું કે, હું એ જાણીને હેરાન થઈ ગઈ હતી કે ચોકસીને સાંજે લગભગ 5.30 વાગ્યે એક યાટ પર લઈ જવામાં આવ્યા અને કોઈએ આ જોયું નહીં. તેમની કાર પણ ઘટનાસ્થળેથી ગાયબ હતી, જે બીજા દિવસ સવારે 7.30 વાગ્યે મળી હતી. તેને પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવી હતી. જ્યારે પ્રીતિને મિસ્રીકસ ગર્લ બારબરા જૈબરિકા (તેને કથિત રીતે મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ કહેવામાં આવી રહી છે) વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, હું જાણું છું કે જૈબરિકા ગયા વર્ષે ઓગસ્ટમાં એન્ટિગુઆ આવી હતી. ત્યાં આઇલેન્ડમાં અમારા બીજા ઘરે પણ આવી ચૂકી છે. ત્યાંના શેફ સાથે તેની દોસ્તી થઈ ગઈ હતી.
પ્રીતિએ આંતરરાષ્ટ્રીય મીડિયાના એવા દાવાઓનું ખંડન કર્યું કે જૈબરિકા સેક્સી ફિમેલ ફેટલ (સુંદર જીવલેણ) હતી. તેમણે જણાવ્યું કે, બારબરા અલગ દેખાય છે. તે દેખાવમાં અલગ છે. તેની પાસે એક સારું શરીર હોઈ શકે છે, જે પણ હોય...વાત એ છે કે આ તેની તસવીર નથી.
પ્રીતિ ચોકસીએ કહ્યું કે, તેમના પતિએ ખરાબ સ્વાસ્થયના કારણે ત્રણ વર્ષ સુધી આઇલેન્ડ નહોતું છોડ્યું. તેમણે આરોપ લગાવ્યો તે તેમને એક વકીલથી મળવા કે મેડિકલ સુવિધા લેવાની પણ મંજૂરી નહોતી. એવામાં ડર છે કે તેમના પતિને મારી દેવામાં આવશે. પ્રીતિ ચોકસીએ ઇન્ટરવ્યૂમાં વધુમાં જણાવ્યું કે, મીડિયામાં અનેક વાતો ઊભી કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચોકસી ફરાર થઈ ગયા. ભારતીય બંધારણની કલમ 9 મુજબ મારા પતિ હવે ભારતીય નાગરિક નથી. 2017માં તેઓ એન્ટિગુઆની નાગરિકતા લઈ ચૂક્યા છે. તેમના માટે ધરતી પર સૌથી સુરક્ષિત સ્થળ એન્ટિગુઆ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર