ક્યાં ગયો નેતાજીની આઝાદ હિંદ ફોજનો ખજાનો?

 • Share this:
  નેતાજી સુભાષચંદ્ર બોઝ વિમાનમાં પોતાની સાથે ખજાનો લઈ જતા હતાં તેનું શું થયુ? જાપાનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્‍દ ફોજ એટલે ઈન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ)ની પાસે મોટો ખજાનો હતો. આ ખજાના માટે લોકોએ ઘણું દાન કર્યું હતું. જ્યારે તેઓ વિમાનમાં જઈ રહ્યાં હતા ત્યારે સોના-ચાંદીથી ભરાયેલ મોટા બોક્સ પોતાની સાથે લઈને જતાં હતાં.

  3 નવેમ્બર 1955ના રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ સંસદમાં નેતાજી મૃત્યુ મામલામાં તપાસ માટે શાહનવાઝ ખાનની આગેવાનીમાં તપાસ કમિટિ બનાવી હતી. જેમાં પૂર્વ મેજર જનરલ શાહનવાઝ ખાન ઉપરાંત સુભાષના મોટા ભાઈ સુરેશચંદ્ર બોઝ અને આઈસીએસ એસ એન મૈત્રા પણ સામેલ હતાં. તેમણે એક રિપોર્ટ આપી જેમાં એક અધ્યાય આ ખજાના વિશે પણ હતો.

  હાલમાં જ જાહેર થયેલી ફાઇલો જણાવે છે કે, ખજાનો લુંટાવાની વાત નહેરૂ સરકારને જાણમાં હતી. 1951 થી 1955 વચ્‍ચે ટોકીયો અને નવી દિલ્‍હી વચ્‍ચે આ અંગે પત્ર વ્‍યવહાર પણ થયો હતો. નહેરૂએ જ ખજાનો લુંટનાર આરોપી ઓફિસરને ઇનામ આપ્‍યુ હતુ અને તેને પબ્‍લીસીટી એડવાઇઝર બનાવ્‍યો હતો. ફાઇલમાં જણાવાયુ છે કે, નેતાજી અને તેમના સહયોગી રાસબિહારી બોઝ દ્વારા બનાવવામાં આવેલ ભારતીય રાષ્‍ટ્રીય સેનાના ખજાનાને લુંટવામાં આવ્‍યો હતો. ફાઇલો અનુસાર આ મામલામાં સરકારી અધિકારીઓએ નેતાજીના બે સાથીઓ ઉપર શંકા વ્‍યકત કરી હતી. નહેરૂ સરકારે આ મામલામાં પુછપરછ કરવાને બદલે આ બંનેમાંથી એક કર્મચારીને પોતાની સરકારમાં પાંચ વર્ષ માટે પબ્‍લીસીટી એડવાઇઝર તરીકે નિમણુંક આપી હતી.

  આ કમિટિએ રિપોર્ટમાં લખ્યું હતું કે નેતાજીના સચિવ નેગિશીએ જાપાની સૈન્ય અધિકારીને કહ્યું કે નેતાજીના બેગેજમાં 150 કિલો સોનું હતું. જેમાંથી થોડો ખજાનો નેતાજી સાથે લઈ ગયા. કેટલોક ભાગ તેમના સાથીઓ પાસે હતો. આ ખજાનાની કિંમત ભારતીય મુદ્રામાં ત્યારે એક કરોડ રૂપિયા હતી. વિમાનમાં નેતાજીની સાથે રહેલ લેફ્ટેનેન્ટ કર્નલ નેનોગ્રાફીનું કહેવુ હતું કે નેતાજીની સાથે જઈ રહેલ ખજાનો જ્યારે મળી આવ્યો ત્યારે તેમાં 11 કિલો જ બળેલી જ્વેલરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published: