Home /News /national-international /

નેતાજી જયંતિ 2019: દિલ્હીની આ ઈમારતમાં રાખવામાં આવ્યો છે નેતાજીના આઝાદ હિંદ ફૌજનો ખજાનો

નેતાજી જયંતિ 2019: દિલ્હીની આ ઈમારતમાં રાખવામાં આવ્યો છે નેતાજીના આઝાદ હિંદ ફૌજનો ખજાનો

નેતાજી સુભાષચંદ્ર બોઝ (ફાઇલ તસવીર)

આઝાદ હિંદ ફૌજના રચના 76 વર્ષ પહેલા થઈ હતી, પરંતુ એ સવાલ આજે પણ પૂછવામાં આવે છે કે આ ફૌજના તે ખજાનાનું શું થયું, જે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિમાનમાં સાથે લઈને જઈ રહ્યા હતા

  આઝાદ હિંદ ફૌજના રચના 76 વર્ષ પહેલા થઈ હતી, પરંતુ એ સવાલ આજે પણ પૂછવામાં આવે છે કે આ ફૌજના તે ખજાનાનું શું થયું, જે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિમાનમાં સાથે લઈને જઈ રહ્યા હતા. જાપાનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજ એટલે કે ઈન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ)ની પાસે એક મોટો ખજાનો હતો, આ તે ધન હતું, જે લોકોએ મોટાપાયે તેમને દાનમાં આપ્યું હતું. જ્યારે તેઓ વિમાનથી જઈ રહ્યા હતા તો સોના-ચાંદીથી ભરેલા બે મોટા બોક્સ પણ સાથે લઈને જઈ રહ્યા હતા.

  શાહનવાજ તપાસ કમિટીની રચના, તપાસ અને નિષ્કર્ષ
  3 નવેમ્બર 1955ના રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં નેતાજીના મોતના મામલે તપાસ માટે શાહનવાજ ખાનની આગેવાનીમાં ઓફિશિફલ તપાસ કમિટીની રચના કરી. તેમાં ઈન્ડિયન નેશન આર્મીના પૂર્વ મેજર જનરલ શાહનવાજ ખાન ઉપરાંત બોઝના મોટા ભાઈ સુરેશચંદ્ર બોઝ અને આઈસીએસ એસ એન મૈત્રા પણ સામેલ કરવામાં આવ્યા. આ કમિટીએ પોતાનો જે રિપોર્ટ રજૂ કર્યો, તેમાં એક અધ્યાય આ ખજાના વિશે પણ હતો.

  રિપોર્ટ અનુસાર, નેતાજી જ્યારે જાપાનમાં હતા, આઝાદ હિન્દ ફૌજના સંચાલકને જોઈ રહ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે આઈએનએ પોતાના સ્ત્રોતોથી પોતાના માટે ધન એકત્ર કરે. દક્ષિણ પૂર્વ એશિયામાં રહેનારા ભારતીયો પાસે મદદ માંગવામાં આવી. આ મદદ નિયમિત રીતે આઈએનએની પાસે પહોંચતી હતી, જેના કારણે તેમની પાસે મોટાપાયે ફંડ એકત્ર થયું હતું. નેતાજીની સરકારના રાજસ્વ મંત્રાલયે તેના માટે એક અલગ કમિટી બનાવી, જેને નેતાજી ફંડ કમિટી નામ આપવામાં આવ્યું. જેથી તે કમિટી સોનું અને અન્ય કિંમતી સામન અને આભૂષણો સંભાળી શકે.


  નેતાજીને આભૂષણોથી તોલવામાં આવ્યા
  23 જાન્યુઆરી 1945ના રોજ જ્યારે નેતાજીનો જન્મદિવસ હતો, ત્યારે તેમને રોકડ અને બહુમૂલ્ય આભૂષણોથી તોલવામાં આવ્યા. લોકો નેતાજી ફંડમાં પોતાની ચલ અને અચલ સંપત્તિ દાનમાં આપી રહ્યા હતા. રંગૂન (મ્યાનમારની રાજધાનીનું જૂનું નામ)માં હબીબ સાહિબે પોતાની તમામ જમીન, રોકડ અને જ્વેલરી આઝાદ હિંદ ફૌજમાં દાનમાં આપી દીધા. તેની કિંમત ત્યારે એક કરોડ અને ત્રણ લાખ રૂપિયાની આસપાસ હતી. તેના બદલે નેતાજીથી માત્ર એક જોડી ખાકી શર્ટ અને શોર્ટ્સ માંગ્યા, જેથી આઝાદી આંદોલનમાં જોડાઈ શકે. આ ફંડનું સંચાલનનું કામ આઝાદ હિંદ બેંક કરતી હતી.

  રંગૂનથી બેન્કોક 17 બોક્સમાં ખજાનો લઈ ગયા હતા નેતાજી
  શાહનવાજ કમિટીનો રિપોર્ટ કહે છે કે જ્યારે નેતાજી રંગૂનથી બેન્કોક આવ્યા તો તેમની સાથે એક કરોડ રૂપિયાનો ખજાનો હતો. તેમાં મોટાભાગે આભૂષણ અને સોનું હતું. તેને 17 નાના લાકડાના બોક્સમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા. જ્યોર નેતાજી બેન્કોકથી ચાલ્યા તો આ બહુમૂલ્ય સામાન લગભગ 17 બોક્સમાં રાખવામાં આવ્યો હતો. તેને ફરી મોટી સૂટકેસોમાં ભરવામાં આવ્યો. જોકે, આયોગની સામે જણાવવામાં આવ્યું કે જે સમયે નેતાજી બેન્કોકથી રવાના થઈ રહ્યા હતા ત્યારે ખજાનાને ચાર સ્ટીલના અલગ આકારના બોક્સમાં પેક કરવામાં આવ્યો, આ નેતાજીની સામે થયું. તેમાં જ્વેલરી હતી.

  સામાન્ય રીતે ભારતીય મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા આભૂષણ હતા. નેતાજીએ ત્યારે સિંગાપુર અને બેન્કોકમાં રહેવા દરમિયાન ભારે દાન આપવામાં આવ્યું હતું. નેતાજીના જાપાની સચિવ અને દુભાષિયા નેગિશી મુજબ સિંગાપુર છોડતાં પહેલા તેમના ઓર્ડર પર જાપાન સરકારથી મળેલા 10 કરોડ યેનના લોનમાં આઠ કરોડ યેનની નોટ જાપાની બેંકથી ઉપાડવામાં આવી હતી. તેનાથી આઈએનએના પગાર અને સિવિલ નાગરિકોને ચૂકવણી કરવામાં આવી હતી. 17 ઓગસ્ટે બેન્કોક છોડતી વખતે જ્યારે તેઓએ પગારની ચૂકવણી કરી તો તે થાઇલેન્ડ ઇન્ડીપેન્ડન્ડસ લીગ માટે ફંડ કરવામાં આવ્યું હતું.


  નેતાજી ખજાનો સાથે નહોતા લઈ જવા માંગતા
  પ્રત્યક્ષદર્શીનું કહેવું હતું કે નેતાજીના સામાનમાં મોટી સૂટેકસ હતી, જેમાં દસ્તાવેજ અને કરન્સી હતી. જોકે, ફંડને લઈને અસમંજસ હતી, કારણ કે કોઈને નહોતી ખબર કે નેતાજીએ કેટલા પૈસા કાઢ્યા અને કેટલા પૈસા ખર્ચ કર્યા અને તેમની પાસે કેટલું સોનું અને આભૂષણ છે, જેને તેઓ લઈને જઈ રહ્યા છે. જોકે, દસ્તાવેજ મિત્ર સેનાઓના હાથોમાં લાગવાના ડરથી નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. કુલ મળીને એટલું જ કહી શકાય કે નેતાજીએ આ અંતિમ સ્ટેજકાં ઘણી મોટી રકમનું વિતરણ કર્યું. પોતાની સાથે કિંમતી સામાન અને આભૂષણ લઈ ગયા.


  નેતાજી પોતાની સાથે ખજાનો નહોતા લઈ જવા માંગતા. બેન્કોકમાં રહેનારા આઈએનએ સાથે જોડાયેલા અને ફંડ કમિટીના સભ્ય પંડિત રઘુનાથ શર્માએ શાહનવાજ કમિટીને કહ્યું કે, થોડા દિવસ પહેલા નેતાજીએ તેમને પૂછ્યું કે શું તેઓ ખજાનાનો પ્રભાર લેવા માંગશે પરંતુ શર્મા તેના માટે સહમત નહોતા. એમ પણ કહેવામાં આવે છે કે સાયગોનથી પણ જ્યારે નેતાજી જઈ રહ્યા હતા તો તેઓ ખજાનો છોડીને જવા માંગતા હતા. તેઓએ તેના માટે પ્રસ્તાવ પણ આપ્યો. પરંતુ તેમના સાથી તે માટે રાજી ન થયા. જેથી તેમણે ખજાનાને સાથે લઈ જવો પડ્યો.

  ખજાનાના બોક્સના વજનથી વિમાને ઉડાણમાં થયું હતું મોડું
  ખજાનાના બોક્સ લઈ જવાના કારણે જ સાયગોનમાં તેમની વિમાનની રવાનગીમાં દોઢ કલાકનો વિલંબ પણ થયો હતો. તેને વિમાનમાં પાયલટના વિરોધ બાદ પણ મૂકવામાં આવ્યું. આ વિમાન યાત્રામાં નેતાજીની સાથે ગયેલા જાપાની જનરલ ઈસોદાએ શાહનવાજ કમિટીને જણાવ્યું કે તેઓએ મેજર હસનને એવું કહેતા સાંભળ્યા હતા કે આ બે બોક્સમાં નેતાજીને પૂર્વ એશિયાના ત્રણ લાખ ભારતીયો દ્વારા આપવામાં આવેલી ભેટ છે. મેજર હસનનું અનુમાન હતું કે તેમાં સોનું અને જ્વેલરી છે. આમ તો મોટાભાગના પ્રત્યક્ષદર્શીઓએ શાહનવાજ કમિટીને આ બોક્સમાં 30 ઇંચ લાંબી ચામડાની સૂટકેસ કહી પરંતુ આઈએનએના કેપ્ટન ગુલજારા સિંહ અને કર્નલ પ્રીતમ સિંહ મુજબ તે નાના આકારના લાકડાના બોક્સ હતા.


  ત્યારે તેની કિંમત એક કરોડ આંકવામાં આવી
  શાહનવાજ કમિટીના રિપોર્ટમાં લખવામાં આવ્યું કે બાદમાં નેતાજીના સચિવ નેગિશીએ કોઈ જાપાની સૈન્ય અધિકારીને કહ્યું કે નેતાજીના બેગેજમાં 150 કિલો સોનું હતું. તેમાં કેટલોક ખજાનો નેતાજી સાથે લઈ ગયા. કેટલોક હિસ્સો સાયગોનમાં તેમની સાથીઓની પાસે હતો. આ ખજાનાની કિંમત ભારતીય કરન્સીમાં ત્યારે એક કરોડ રૂપિયા આંકવામાં આવી. પરંતુ તેમાં શું હતું, તેનું વિવરણ નથી. વિમાન દુર્ઘટનાના બીજા દિવસે કર્નલ હબીબુર્રહમાને જાણ્યું કે નેતાજીના બેગેજનું શું થયું, જે બે ચામડાની બેગમાં હતું, જેમાં સોનું અને આભૂષણ હતા. તેઓએ જણાવ્યું કે વિમાન આખું બળી ગયું હતું. તેની સાથે બેગેજ પણ પરંતુ કેટલીક જ્વેલરી બચાવી લેવામાં આવી અને તેને સુરક્ષિત કસ્ટડીમાં સૈન્ય હેડક્વાર્ટરમાં રાખવામાં આવી.

  5 સપ્ટેમ્બરના રોજ કર્નલ હબીબ જ્યારે ટોક્યો માટે રવાના થયા તો તેને તે જ વિમાનથી લઈ જવામાં આવ્યું હતું. જોકે આ ખજાનાને લઈને અલગ-અલગ વાતો કહેવામાં આવે છે. કેટલાકનું કહેવું છે કે હવાઈ દુર્ઘટના બાદ જ્યારે વિમાન પટ્ટીથી આભૂષણ એકત્ર કરવામાં આવ્ય તો તેને ગેસોલીનના મોટા કેનમાં રાખવામાં આવ્યા હતા. તે ચાર-પાંચ દિવસ તાયહોકૂ નામના સ્થળે જાપાન સેનાની સુરક્ષામાં હતા. કેટલાકનું કહેવું છે કે લાકડાના સીલબંધ બોક્સમાં રાખવામાં આવ્યા અને તેવી જ રીતે ટોક્યો લઈ જવામાં આવ્યા.


  ત્યારે ઘટી ગયું હતું બોક્સનું વજન
  બાદમાં કર્નલ હબીબુર્રહમાનના કહેવા પર રામમૂર્તિ તેને ટોક્યોના ઈમ્પીરિયલ જનરલ હેડક્વાર્ટરથી 9 કે 10 સપ્ટેમ્બર 1945ના રોજ લઈને આવ્યા. આ બોકસ લાકડાનું ભારે વજનવાળું હતું. બાદમાં કર્નલ હબીબે એમ પણ કહ્યું કે બોક્સનું સીલ તૂટેલું હતું ઉપરાંત તેનું વજન પણ ઘણું ઓછું થઈલ ગયું હતું, તે માત્ર અડધું ભરેલું હતું. તેમાં મોંઘા આભૂષણ અને બહુમૂલ્ય સ્ટોન્સ હતા.

  આ બોક્સને ખોલીને જોયા બાદ ફરી પેક કરીને બંધ કરી દેવામાં આવ્યા. તેનું વજન 11 કિલો હતું. તેની એક યાદી બનાવવામાં આવી. તેની પર કર્નલ હબીબુર્રહમાને સહી કરી. તેને રામમૂર્તિની પાસે છોડી દેવામાં આવ્યા કે તેઓ ભારતમાં નેતાજીના આંદોલનના ઉત્તરાધિકારીઓને આપી દેશે. આ સમયે નેતાજીના વધુ એક ખાસ સહયોગી એ એસ ઐયરે રામમૂર્તિને 300 ગ્રામ સોનું અને 20 હજાર યેન આપ્યા જેથી તેને પણ યોગ્ય વ્યક્તિને સોંપવામાં આવે. તેઓએ આવું એટલા માટે કર્યું જેથી આ બહુમૂલ્યા સામાન મિત્ર સેનાઓના હાથમાં ન આવે.


  પછી તેનું શું થયું?
  રામમૂર્તિએ તેને 1945થી 1951 સુધી પોતાની પાસે રાખ્યું. તેઓએ તેને બેંકમાં ન રાખ્યુ્ર. જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે કારણ કે તેના વિશે કોઈને ખબર ન પડે. જોકે, તેઓએ તેના વિશે કોઈ ભારતીય અધિકારીને પણ આ વર્ષો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ ન કર્યો. ત્યાં સુધી કે તેઓએ ટોક્યોમાં ભારતીય એમ્બસીને પણ આ વિશે કોઈ સંપર્ક ન કર્યો. તેમનું કહેવું હતું કે આ વિશે તેઓ સતત મિસ્ટર ઐયરના સંપર્કમાં હતા અને તેમને કહેવામાં આવ્યું કે ત્યાં સુધી કોઈ પગલું ન ભરે જ્યાં સુધી નેતાજીની અસ્થીઓનો મામલો ઉકેલાઈ ન જાય.

  નહેરુને કહેવામાં આવ્યું કે ખજાનો ભારતને આપવામાં આવી ચૂક્યો છે
  મિસ્ટર ઐયર 1951માં જ્યારે ફરી જાપાન ગયા અને ત્યારે રામમૂર્તિએ એવો સ્વીકાર કર્યો કે ખજાનો તેમની પાસે છે. તેઓએ તેને ભારતીય એમ્બસીને આપવાની ઈચ્છા વ્યક્ત કરી. ઐયરે ભારત પરત ફરી વડાપ્રધાન નહેરુને મળ્યા અને તેમને કહ્યું કે નેતાજીનો ખજાનો ટોક્યોમાં ભારતીય એમ્બસીને આપવામાં આવી શકે છે. વડાપ્રધાન તેની પર સહમત હતા. તેમની પાસેથી મળેલા નિર્દેશો મુજબ ખજાનો ભારતીય એમ્બેસીને 24 સપ્ટેમ્બર 1951ના રોજ આપવામાં આવ્યો. એમ્બેસીના પ્રથમ સચિવ વીસી ત્રિવેદી તેની યાદીની કોપી પર સહી કરી, જેને કર્નલ હબીબુર્રહમાને બનાવીને રામમૂર્તિને આપી હતી. આ દિવસે રામમૂર્તિએ ઐયર દ્વારા તેમને આપવામાં આવેલના 300 ગ્રામ સોના અને 20 હજાર યેન પણ સોંપ્યા. આ તમામ સામાનને ભારતીય એમ્બેસીને ફરી ચેક કર્યો. તેનું વજન કર્નલ હબીબુર્રહમાનની યાદીમાં લખેલા વજનથી કંઈક વધુ જ હોવાનું બહાર આવ્યું. આવું કેમ થયું તે કોઈના સમજમાં ન આવ્યું.

  પછી આ ખજાનો રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવ્યો
  આ ખજાનાને ભારત લાવવામાં આવ્યો અને તેને રાષ્ટ્રપતિ ભવનના રાષ્ટ્રીય મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યો. તે તમામ આભૂષણ હતા જેને તાયહોકૂ એરપોર્ટની હવાઇપટ્ટી પર એકત્ર કરવામાં આવ્યા હતું. પરંતુ સાચો અંદાજ હજુ સધી નથી લાગી શક્યો કે હકિકતમાં નેતાજી કુલ કેટલો ખજાનો લઈને જઈ રહ્યા હતા. તેમાં કેટલું સોનું અને આભૂષણ મળ્યા. વિમાનમાં નેતાજીની સાથે જઈ રહેલા લેફ્ટનન્ટ કર્નલ નોનાગાકીનું કહેવું હતું કે નેતાજીની સાથેની બે સૂટેકેસમાં દરેકનું વજન 20 કિલોની આસપાસ હતું. તેમાં માત્ર 11 કિલો બળેલી જ્વેલરી જ મળી શકી.

  ક્યાં ઘટી ગયો ખજાનો?
  મતલબ સ્પષ્ટ છે કે જે જ્વેલરી અને સોનું મળ્યું તે ઘણું ઓછું છે, જે નેતાજી લઈને જઈ રહ્યા હતા. ખજાનાને લઈને લોકોએ જુદી-જુદી જુબાની આપી છે. અનેક સવાલ એવા છે જેનો કોઈ જવાબ નથી. લાકડાના જે બોક્સ રામમૂર્તિને આપવામાં આવ્યા, તે સીલબંધ નહોતા. તે ખિલ્લાઓથી જડેલા હતા. એવું લાગે છે કે ખજાનામાંથી ઘણા આભૂષણ જાપાની સૈન્ય અધિકારીઓએ પણ કાઢી દીધા પરંતુ મૂર્તિનું કહેવું છે કે આ બોક્સ એવા જ હતા જેવા તાયહોકૂમાં પેક કરવામાં આવ્યા હતા. પરંતુ રહમાનનું કહેવું હતું કે બોક્સની સાથે ચેડા કરવામાં આવ્યા છે અને તે ઘણું હલકું છે. તેનું વજન અડધાથી પણ ઓછું થઈ ગયું છે. ખજાનાની કહણીમાં ઘણા ગાબડા છે. આયોગે ખજાનાને લઈને અલગ અલગ તપાસ બેસાડવાની તૈયારી કરી હતી, જે ક્યારેય થયું જ નહીં.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Freedom, Netaji Bose, Subhash chandra bose, Treasure

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन