Home /News /national-international /

ખૂબ જ અજીબ રહસ્ય! એક ટ્રેન જે 100 યાત્રીઓ સહિત સુરંગમાં ગાયબ જ થઈ ગઈ

ખૂબ જ અજીબ રહસ્ય! એક ટ્રેન જે 100 યાત્રીઓ સહિત સુરંગમાં ગાયબ જ થઈ ગઈ

મોટાભાગના લોકો કહે છે કે ટ્રેન પર કોઈ પરલૌકિક તાકતે કબજો કર્યો અને ટાઈમ ટ્રાવેલ કરતા સમયે તે ભૂતકાળમાં પહોંચી ગઈ

આ ટ્રેનમાં 100થી વધુ યાત્રીઓ હતા, બાદ ટ્રેનની ખૂબ જ શોધખોળ કરવામાં આવી, પરંતુ ટ્રેનની કોઈ જાણકારી મળી નહીં.

  નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં રેલ્વેની મદદથી અવરજવર કરવાનું સરળ બન્યું છે. પરંતુ ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ સર્જાય છે, જે એક પ્રકારે રહસ્ય બની રહી જાય છે. અનેક રેલ્વે સ્ટેશનો પર પરલૌકિક તાકતો રહેલી હોય છે તેવું માનવામાં આવે છે. ઈટલીની એક ટ્રેનનું રહસ્ય ખૂબ જ અજીબ છે. વર્ષ 1911માં જેનેટી (Zanetti) નામની કંપનીની ટ્રેન નક્કી કરેલ સ્થાન પર પહોંચવાની જગ્યાએ એક સુરંગમાં ગાયબ થઈ ગઈ. આ ટ્રેનમાં 100થી વધુ યાત્રીઓ હતા. ત્યારબાદ ટ્રેન અનેક જગ્યાએ દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો. આ ઘટનાનું રહસ્ય હજુ સુધી જાણી શકાયું નથી.

  પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા થઈ હતી ઘટના

  જૂન 1911થી આ વાતની શરૂઆત થાય છે. જૂન 1911માં એક ઈટાલિયન રેલ્વે કંપની Zanettiએ ટ્રેનના નવો મોડેલ માટે ફ્રી રાઈડની સુવિધાનું એલાન કર્યું હતું. આ ટ્રેનમાં 100 યાત્રીઓ સહિત 4 રેલ્વે કર્મચારીઓ સવાર હતા. ટ્રેનમાં ભોજનની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રીઓ તેમના નક્કી કરેલ સ્થળ પર પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રેન એક સુરંગમાં પહોંચ્યા બાદ ગાયબ થઈ ગઈ. તે બાદ ટ્રેનની ખૂબ જ શોધખોળ કરવામાં આવી, પરંતુ ટ્રેનની કોઈ જાણકારી મળી નહીં.

  સમગ્ર કહાની સામે આવી

  ટ્રેનના 104 લોકોમાંથી 2 યાત્રીઓ સુરક્ષિત બહાર આવી ગયા. તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન હતા અને તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. માનસિક સ્વાસ્થ્યના ઈલાજ બાદ યાત્રીઓ સામાન્ય થઈ શક્યા. તેઓ આ પરિસ્થિતિ અંગે કંઈ પણ કહેવા માટે તૈયાર નહોતા. એક યાત્રીએ જણાવ્યું કે જેવા તેઓ સુંરંગ સુધી પહોંચ્યા ત્યારે ટ્રેનમાં સફેદ ધુમાડો ભરાવા લાગ્યો હતો. લોકો અચાનક ગભરાઈ ગયા અને તેઓ ચીસો પાડવા લાગ્યા. તમામ લોકો એવી લાગી રહ્યું હતું કે ટ્રેન સાથે કોઈ ખરાબ દુર્ઘટના સર્જાઈ છે.

  પરલૌકિક તાકતોની વાત કહેવામાં આવી

  આ અફરાતફરીમાં બે યાત્રીઓ ટ્રેનમાંથી બહાર નીકળી ગયા. આ બે યાત્રીઓને ખુદને જ ખબર નહોતી કે તેઓ કેવી રીતે આ ટ્રેનમાંથી બહાર નીકળી શક્યા. ત્યારબાદ આ સુરંગને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી. આ દુર્ઘટના બાદ ટ્રેનનું રહસ્ય ખૂબ જ ગંભીર થવા લાગ્યું. મોટાભાગના લોકો કહે છે કે ટ્રેન પર કોઈ પરલૌકિક તાકતે કબજો કર્યો અને ટાઈમ ટ્રાવેલ કરતા સમયે તે ભૂતકાળમાં પહોંચી ગઈ. અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 1840ના મેક્સિકોમાં પહોંચી ગઈ હતી.

  દાયકાઓ બાદ મેક્સિકોની એક ડૉકટરે દાવો કર્યો હતો કે જે હોસ્પિટલમાં તે કામ કરતી હતી, ત્યાં 104 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. તે તમામ લોકોની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. તેઓ કહેતા હતા કે તેઓ કોઈ ટ્રેનમાંથી આવ્યા છે, પરંતુ તેઓ કોઈ માહિતી આપી શકતા નહોતા.

  અનેક દેશોમાં ટ્રેન દેખાતી હોવાનો દાવો

  ઈટલી, રશિયા, જર્મની અને રોમાનિયાના અનેક ભાગોમાં ટ્રેન દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે ટ્રેન જોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેવી જ ટ્રેન વર્ષ 1911માં ગાયબ થઈ ગઈ હતી.

  કોઈ પુરાવા નથી

  આ ટ્રેન વિશે કોઈ ખાસ પુરાવા મળ્યા નથી. તે સમયે ઈટલીના અનેક સમ્માનિત લોકોને લઈને યાત્રા કરતી અને ગાયબ થયેલ ટ્રેન વિશેના સ્થાનિક સ્તર પર સમાચાર આવ્યા હતા. ત્યાર બાદ આ સમાચારને અચાનક દૂર કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના વિશેની તમામ માહિતી દૂર કરવામાં આવી હતી, પરંતુ ક્યારેક ક્યારેક એવી બાબતો સામે આવતી હતી કે જેનો આ ગાયબ થયેલ ટ્રેન સાથે મેળ થતો હતો.

  દેશમાં અનેક રહસ્યો રહેલા છે

  માત્ર વિદેશના જ નહીં, પરંતુ આપણા ભારત દેશમાં પણ અનેક રેલ્વે સ્ટેશનોને રહસ્યમયી માનવામાં આવે છે. જેમ કે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં બેગુનકોડોર રેલ્વે સ્ટેશન દેશનું સૌથી હોન્ટેડ સ્ટેશન માનવામાં આવે છે. આ સ્ટેશનનું ઉદઘાટન 1960માં થયું હતું. સંથાલ રાનીએ આ સ્ટેશનને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. હોન્ટેડ

  સ્ટેશન

  સ્ટેશન શરૂ થયું ત્યારે તે ખૂબ જ સરસ ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક 7 વર્ષ બાદ રહસ્યમયી ઘટનાઓ થવા લાગી. લોકોમાં ડર જોવા મળી રહ્યો હતો અને લોકો આ રેલ્વે સ્ટેશન પર કામ કરવા માટે મનાઈ કરવા લાગ્યા. આ રેલ્વે સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું. વર્ષો સુધી અહીંયા કોઈ ટ્રેન ઊભી નથી રહી. જો કોઈ ટ્રેન પસાર થાય તો લોકો પાયલટ ટ્રેનની સ્પીડ વધારી દેતા, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.

  અન્ય કોઈ દુર્ઘટના નહીં

  વર્ષ 2009માં તત્કાલિન રેલ્વે મંત્રી મમતા બેનરજીએ બેગુનકોડોર રેલ્વે સ્ટેશનને ફરી શરૂ કરાવ્યું. જે લોકોને હોન્ટેડ ટુરિઝમમાં રસ છે, તે વિદેશ સહેલાણીઓ હવે અહીં ફરવા માટે પણ આવે છે. ફરી સ્ટેશન શરૂ થયા બાદ અહીંયા કોઈપણ પ્રકારની રહસ્યમયી ઘટના સર્જાઈ નથી.
  First published:

  Tags: Ajab Gajab, World news, જ્ઞાન

  આગામી સમાચાર