Home /News /national-international /

લોકોને માનસીક અને શારીરિક રીતે અસર કરનાર આ રહસ્યમયી બીમારીઓ પરથી આજે પણ નથી ઊંચકાયો પડદો

લોકોને માનસીક અને શારીરિક રીતે અસર કરનાર આ રહસ્યમયી બીમારીઓ પરથી આજે પણ નથી ઊંચકાયો પડદો

પ્રતિકાત્મક તસવીર

આ દર્દીઓ કોરોના બાદ ભ્રમ અને વિચિત્ર લોકોને જોતા હતા. આશરે 7.70 લાખની વસ્તીવાળા આ વિસ્તારમાં આ રહસ્યમય રોગને કારણે સત્તાવાર રીતે 6 મોત થયા છે

નવી દિલ્હી : દોઢ વર્ષ બાદ પણ કોરોના વાયરસે માણસજાતનો પીછો છોડ્યો નથી. 2019માં ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ અંગે હજુ ઘણી બાબત સ્પષ્ટ થઈ નથી. કોરોના લેબોરેટરીમાં તૈયાર થયો હોવાનું કેટલાક તજજ્ઞો માને છે. કેટલાકના મત સાવ અલગ છે. આવી સ્થિતિમાં હવે એક નવી બીમારી સામે આવી રહી છે.

આ બીમારી કેનેડામાં જોવા મળી છે. ન્યૂ બ્રુન્સવિક પ્રાંતમાં આ રોગના દર્દીઓ ભારે થાક અને માથાના દુ:ખાવાનો અનુભવ કરે છે. ઉપરાંત વિચિત્ર વસ્તુઓનો ભાસ થાય છે. ઘણા લોકોએ સપનામાં મૃત લોકો આવીને વાત કરતા હોવાનું અનુભવ્યું છે.

આ સ્થળે સામે આવ્યા છે દર્દીઓ

કેનેડાના દરિયા કિનારાના પ્રાંત ન્યૂ બ્રુન્સવિકમાં એક પછી એક 48 દર્દીઓ સામે આવ્યા છે. આ દર્દીઓ કોરોના બાદ ભ્રમ અને વિચિત્ર લોકોને જોતા હતા. આશરે 7.70 લાખની વસ્તીવાળા આ વિસ્તારમાં આ રહસ્યમય રોગને કારણે સત્તાવાર રીતે 6 મોત થયા છે. તપાસ સમયે દર્દીઓમાં કોઈ શારીરિક સમસ્યા જોવા મળતી નથી, જે આશ્ચર્યજનક બાબત છે.

તબીબો પણ ચિંતામાં મુકાયા

આ રહસ્યમય બીમારીનો ઉલ્લેખ ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ છે. 4 જૂનના અહેવાલમાં જણાવાયું છે કે, ડોકટરો સતત આ બીમારીનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે લોકો એક સરખી ફરિયાદો એક સાથે કઈ રીતે કરી રહ્યા છે તેના સંકેત મળ્યા નથી. આ બીમારીનો ભોગ બનેલા મોટાભાગના દર્દીઓ યુવાન છે.

રેડિએશનથી લઈ ખાનપાન પર આંગળી ચીંધાઈ

આ જ પંથકમાં આવેલ બેટ્રેન્ડ ગામના મેયર યોવોન ગોડિન કહે છે કે, લોકો ડરી ગયા છે. આ રોગ કેમ થઈ રહ્યો છે? તે અંગે તેઓ સતત અનુમાન લગાવી રહ્યા છે. શું બીમારી મોબાઇલ ટાવરના રેડિએશનથી થાય છે? અથવા કોઈ ખાસ માંસ ખાધા પછી આવું થઈ રહ્યું છે? તેવી બાબતો ચર્ચાય છે. કેટલાક લોકો આ માટે કોરોના રસીને દોષી ઠેરવી રહ્યા છે. અલબત્ત આ ધડમાથા વગરની વાત છે. કોરોના રસી લીધા બાદ લોકો સુરક્ષિત છે. આ રહસ્યમય બીમારીના કેટલાક દર્દીઓ તો 6 વર્ષ પહેલાં જોવા મળ્યા હતા. હવે તેમની સંખ્યા સતત વધે છે.

લીક દસ્તાવેજથી બીમારી સામે આવી

કેનેડાની સરકાર છેલ્લા 15 મહિનાથી કોરોના સંક્રમણ સામે રસીકરણ અભિયાન ચલાવી રહી છે. આવી સ્થિતિમાં પહેલા કોઈને પણ આ વિચિત્ર બીમારીની જાણકારી નહોતી. પરંતુ માર્ચમાં ન્યુ બ્રુન્સવિક પ્રાંતના ચીફ મેડિકલ ઓફિસરનો મેમો લીક થઈ ગયો હતો. જેની માહિતી મીડિયા પાસે પહોંચી ગઈ અને તે ફેલાઈ ગઈ. ત્યારથી આ રોગની ચર્ચા થઈ રહી છે.

બીમારી નર્વસ સિસ્ટમ સાથે જોડાઈ છે?

આ બીમારીમાં દર્દીને વિચિત્ર આકૃતિઓ અને મૃત લોકો દેખાય છે. જેથી બીમારીને નર્વસ સિસ્ટમથી સંબંધિત રોગ તરીકે પણ માનવામાં આવે છે. વિશ્વના ટોચના નિષ્ણાતો હવે બીમારીની તપાસમાં રોકાયેલા છે. જો કે, આ રહસ્યમય બીમારી વિશ્વની સામે પહેલીવાર આવી નથી, આ પહેલા પણ આવો જ રોગ ક્યુબામાં જોવા મળ્યો હતો. 2016માં ક્યુબામાં તૈનાત અમેરિકાના રાજદૂતોએ વિચિત્ર અવાજો સાંભળીને બીમાર થયા હોવાની ફરિયાદ કરી હતી. ઘણા અધિકારીઓએ સાંભળવા અને સમજવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. આ રહસ્યમય રોગને હવાના સિન્ડ્રોમ કહેવામાં આવતું હતું. બાદમાં ક્યુબા, ચીન અને અન્ય ઘણા દેશોમાં રહેલા અમેરિકાના ગુપ્તચર વિભાગના કર્મચારીઓ બીમારીમાં સપડાયા હતા.

આવા હતા લક્ષણો

દર્દીઓને એવો અવાજ સાંભળતા જે ક્યારેય સાંભળતો ન હતો. તે પછી શરીરમાં બદલાવ આવવા લાગ્યો હતો. માથાનો દુ:ખાવો, ઉબકા, ઉલટીની તકલીફ સામે આવી હતી. આ સાથે જ દર્દીની બોલવાની અને સાંભળવાની ક્ષમતા પણ ઓછી થવા લાગી. આ એક એવી બીમારી હતી જે ચેતાતંત્રને સીધી અસર કરતી હતી.

તપાસમાં શું સામે આવ્યું?

કેટલાક લોકો દેશમાંથી બહાર લાવવામાં આવતા સાજા થવા લાગ્યા હતા. ઘણાની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેઓ તેમના રૂટિન કામ માટે પણ અન્ય પર નિર્ભર થઈ ગયા હતા. તે વખતે નેશનલ એકેડેમિકસ ઓફ સાયન્સિસ (NAS) તેને ક્યુબા, રશિયા અથવા કોઈ શત્રુ દેશનો સોનિક હુમલો ગણાવીને તપાસના પ્રયાસ કર્યા હતા. આ માઇક્રોવેવ રેડિયેશન હતા, જે કદાચ અમેરિકાના અધિકારીઓને બીમાર પાડવા છોડવામાં આવતા હતા તેવું NASનું માનવું છે.

માઇક્રોવેવ હથિયાર એટલે શું?

આ એક પ્રકારનું ડાયરેક્ટ એનર્જી હથિયાર છે, જે લેસર, સોનિક અથવા માઇક્રોવેવના રૂપમાં હોય છે. તેના તીવ્ર રેડિયેશનના કારણે વિચિત્ર અવાજો સંભળાય છે. જાણે માથાની અંદર સીધું કંઈક થઈ રહ્યું હોય તેવું સંભળાય છે. તેની અત્યંત જોખમી અને લાંબી સમય સુધી રહેનાર અસરો હોઈ શકે છે. તેમાં બોલવાની, સાંભળવાની અને સમજવાની ક્ષમતા ગુમાવવાની સાથે ઘણા પ્રકારનાં શારીરિક પરિવર્તનનો પણ સામે આવે છે.

આજે પણ છે રહસ્ય!

રશિયા પણ માઇક્રોવેવ રેડિયેશન પર ઘણા પ્રયોગ કરી ચૂક્યું છે. જેથી તેના પર શંકા ગઈ હતી.જોકે, રશિયાએ કહ્યું કે, તેણે આવો કોઈ હુમલો કર્યો નથી. ક્યુબ સહિત કોઈપણ દેશે તેની જવાબદારી લીધી નહી. હવાલા સિન્ડ્રોમ આજે પણ રહસ્ય છે.
First published:

Tags: Canada, Coronavirus

આગામી સમાચાર