નવી દિલ્હી. હવે તમે ઘરે બેઠા જાતે જ કોરોના ટેસ્ટ (Corona Test) કરી શકો છો. પુણે (Pune) સ્થિત એક કંપની કોવિડ-19 સેલ્ફ ટેસ્ટ કિટ (Covid-19 Self Test Kit) વેચી રહી છે. આ કિટને બજાર કે ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart)થી ખરીદી શકાય છે. મે મહિનામાં આઇસીએમઆર (ICMR)એ કંપનીની આ કોરોના ટેસ્ટ કિટને મંજૂરી આપી હતી. આ કિટના ઉપયોગથી 15 મિનિટમાં કોરોના ટેસ્ટ રિઝલ્ટ મેળવી શકાય છે. આ કિટ રેપિડ એન્ટીજન ટેસ્ટ (Rapid Antigen Test)ની જેમ કામ કરે છે.
આ ટેસ્ટ કિટનું નામ કોવિસેલ્ફ (Coviself) છે, જેને મોબાઇલ ડિસ્કવરી સોલ્યૂશન્સે બનાવી છે. બજારમાં તેની કિંમત 250 રૂપિયા છે. ઘરે કોરોના ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ દેશની આ પહેલી ટેસ્ટિંગ કિટ છે. મે મહિનાના મધ્યમાં માયલેબ ડિસ્કવરી સોલ્યૂશન્સે કહ્યું હતું કે પહેલી જૂને રાષ્ટ્રીય સ્તર પર આ કિટને બજારમાં મૂકતા પહેલા તેઓ એક કરોડ યૂનિટનો સ્ટોક તૈયાર કરશે જેથી બજારમાં તે મોટાપાયે ઉપલબ્ધ થઈ શકે. પુણેની આ કંપનીએ ગયા વર્ષે પહેલી સ્વદેશી આરટી-પીસીઆર (Rt-PCR) કિટ પણ તૈયાર કરી હતી.
ઘરમાં જાતે ટેસ્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવનારી આ કિટને Coviself કહેવામાં આવે છે અને તે સંક્રમણના લક્ષણ દેખાતા દર્દીઓમાં 15 મિનિટની અંદર ટેસ્ટ રિઝલ્ટ દર્શાવી શકે છે. તેના માધ્યમથી એ સુનિશ્ચિત થઈ શકે છે કે દર્દી વહેલામાં વહેલી તકે આઇસોલેશનમાં રહેવાનું શરૂ કરી દે અને સંક્રમણનો પ્રસાર આ રીતે ઓછામાં ઓછો થાય.
માય લેબના મેનેજિંગ ડાયરેક્ટર હસમુબ રાવલે કહ્યું કે કંપનીની પાસે હાલ પ્રતિ સપ્તાહ 70 લાખ કિટ બનાવવાની ક્ષમતા છે. જૂનની શરૂઆતમાં તેને એક કરોડ પ્રતિ સપ્તાહ કરવાની યોજના છે. રાવલે કહ્યું કે ટેસ્ટ કિટમાં તપાસની આવશ્યક સામગ્રી ઉપલબ્ધ થવાની સાથે આવશ્યક લીફલેટ અને બાયોહઝાર્ડ બેગ પણ હશે, જેમાં ટેસ્ટિંગ બાદ ચીજોને ડિસ્પોઝ કરી શકાશે. કોવિડ ટેસ્ટ માટે નાકના સ્વેબનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેસ્ટ કિટના ઉપયોગથી 15 મિનિટમાં રિઝલ્ટ મળી જાય છે અને દરેક પેક પર યૂનિક ક્યૂઆર કોડ હોય છે, જેને કંપનીની એપ દ્વારા સ્કેન કરીને રિઝલ્ટ નાખવાથી એક રિપોર્ટ પ્રાપ્ત થઈ જાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર