Home /News /national-international /

હાઇ એલર્ટ : મ્યાનમારનો બદલો લેવા ભારતની સરહદમાં ઘૂસ્યા આતંકવાદી

હાઇ એલર્ટ : મ્યાનમારનો બદલો લેવા ભારતની સરહદમાં ઘૂસ્યા આતંકવાદી

મ્યાનમાર સરહદ પર ભારતીય સેનાએ કરેલા ઓપરેશનથી આંતકવાદી સંગઠન NSCN-K ભડક્યું છે. સુત્રોના મતે એનએસસીએ-કેએ સામો હુમલો કરવાનો પ્લાન કર્યો હોવાનું તેમજ મોટી જાનહાનિ માટે રઘવાયા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે કેન્દ્ર સરકારે પૂર્વોત્તરના રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # મ્યાનમાર સરહદ પર ભારતીય સેનાએ કરેલા ઓપરેશનથી આંતકવાદી સંગઠન NSCN-K ભડક્યું છે. સુત્રોના મતે એનએસસીએ-કેએ સામો હુમલો કરવાનો પ્લાન કર્યો હોવાનું તેમજ મોટી જાનહાનિ માટે રઘવાયા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે કેન્દ્ર સરકારે પૂર્વોત્તરના રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે.

પીટીઆઇના અનુસાર NSCN-K આતંકવાદીઓ મ્યાનમારનો બદલો લેવા માટે ભારતની સરહદમાં ઘૂસ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, અંદાજે 20 આતંકવાદીઓ દેશમાં પ્રવેશી ચૂક્યા છે. ગમે તે સ્થળે હુમલો કરી શકે એવી દહેશતને પગલે પૂર્વોત્તરના રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

અહીં નોંધનિય છે કે, ગત 4થી જુને ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં ભારતીય સેનાના 18 જવાનો શહીદ થતાં ભારતીય સેનાએ મ્યાનમારમાં ઘૂસીને આતંકીનો સફાયો કર્યો હતો. જેનો બદલો લેવાની ફિરાકમાં આતંકીઓ દેશમાં ઘૂસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published:

Tags: આતંકવાદ, આર્મી, ભારતીય સેના, મ્યાનમાર, હાઇ એલર્ટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन