Home /News /national-international /3500 ફૂટ ઊંચે આકાશમાં ઊડી રહેલા વિમાન પર ગોળીબાર, પેસેન્જરને વાગી ગઈ ગોળી અને...

3500 ફૂટ ઊંચે આકાશમાં ઊડી રહેલા વિમાન પર ગોળીબાર, પેસેન્જરને વાગી ગઈ ગોળી અને...

ઉડતા વિમાન પર ફાયરિંગ

Myanmar Firing on Plane: મ્યાનમારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં 3500 ફૂટ અધ્ધર ઊડી રહેલા વિમાન પર જમીન પરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એક યાત્રી ઇજાગ્ર્સ્ત થયો હતો.

    મ્યાનમાર: મ્યાનમારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ આકાશમાં ઉડતા પ્લેન પર ફાયરિંગ કર્યું હતું અને પ્લેનમાં બેઠેલા પેસેન્જરને ગોળી વાગી ગઈ હતી. એક અખબાર  'ધ સન'ના અહેવાલ મુજબ, 63 મુસાફરોને લઈને મ્યાનમાર નેશનલ એરલાઈન્સનું વિમાન લોઈકાવ (પૂર્વીય રાજ્ય કાયાની રાજધાની) એરપોર્ટ પર ઉતરવાનું હતું ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. આ દરમિયાન એક વ્યક્તિએ પ્લેનમાં ગોળીબાર કર્યો હતો. તે સમયે પ્લેન લગભગ 3500 કિમીની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે ગોળી પ્લેનમાં બેઠેલા મુસાફરને વાગી હતી.

    પ્લેનમાં જ છૂટી ગોળી 

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટના સાથે જોડાયેલી તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બુલેટ પ્લેનના બહારના ભાગમાં ઘૂસીને પેસેન્જરને વાગી હતી. અન્ય એક તસવીરમાં પ્લેનમાં બેઠેલા મુસાફરને પણ ગોળી વાગી હતી તે જોવા મળે છે. તસવીરમાં જોઈ શકાય છે કે તે કોઈ કપડા વડે લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    આ ઘટના બાદ લોઇકાવમાં મ્યાનમાર નેશનલ એરલાઇન્સની ઓફિસે જણાવ્યું હતું કે શહેરની તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે.

    બળવાખોર દળો પર ગોળીબારનો આરોપ

    મ્યાનમારની સૈન્ય સરકારે બળવાખોર દળો પર પ્લેન પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે બળવાખોર જૂથોએ આરોપોને નકારી કાઢ્યા હતા.મ્યાનમારની શાસક સૈન્ય પરિષદના પ્રવક્તા મેજર જનરલ ઝાવ મીન તુને આ  મામલે કહ્યું હતું કે.  "હું કહેવા માંગુ છું કે પેસેન્જર પ્લેન પર આ પ્રકારનો હુમલો યુદ્ધ અપરાધ છે, અને જે લોકો આ શાંતિ ઈચ્છે છે તેમણે આ પ્ર્કરની ઘટનાઓની નિંદા કરવી જોઈએ.''

    ગયા વર્ષે સેનાએ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી અને સત્તા કબજે કર્યા પછી કાયા રાજ્યમાં સૈન્ય અને બળવાખોર જૂથો વચ્ચે  ભારે બબાલ જોવા મળી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Firing, Shooting, World news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन