Home /News /national-international /

વાંચો, મ્યાનમારમાં ઘૂસી કેવી રીતે સેનાએ પાર પાડ્યું ઓપરેશન

વાંચો, મ્યાનમારમાં ઘૂસી કેવી રીતે સેનાએ પાર પાડ્યું ઓપરેશન

ભારતીય સેનાએ પ્રથમ વખત સરહદ બહાર મ્યાનમારમાં કાર્યવાહી કરી ઉગ્રવાદીઓનો સફાયો કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ મ્યાનમારની સેના અને એનએસસીએન ખાપ્લાંગ જુથના બળવાખોરના સહયોગથી ઓપરેશન સફળ પાર પાડ્યું છે. જેમાં અંદાજે 30થી વધુ ઉગ્રવાદીઓને ઠાર મરાયા છે. જેમાં 7 ઉગ્રવાદીઓની લાશ હાથ લાગી છે તો હજુ ઓપરેશન કાર્યવાહી ચાલુ છે. સેનાએ મ્યાનમાર સરહદમાં ઉગ્રવાદીઓની ગેરકાયદે ધમધમતી હથિયાર બનાવવાની ફેક્ટરીને પણ ઉડાવી દીધી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ભારતીય સેનાએ પ્રથમ વખત સરહદ બહાર મ્યાનમારમાં કાર્યવાહી કરી ઉગ્રવાદીઓનો સફાયો કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ મ્યાનમારની સેના અને એનએસસીએન ખાપ્લાંગ જુથના બળવાખોરના સહયોગથી ઓપરેશન સફળ પાર પાડ્યું છે. જેમાં અંદાજે 30થી વધુ ઉગ્રવાદીઓને ઠાર મરાયા છે. જેમાં 7 ઉગ્રવાદીઓની લાશ હાથ લાગી છે તો હજુ ઓપરેશન કાર્યવાહી ચાલુ છે. સેનાએ મ્યાનમાર સરહદમાં ઉગ્રવાદીઓની ગેરકાયદે ધમધમતી હથિયાર બનાવવાની ફેક્ટરીને પણ ઉડાવી દીધી છે.

4જુને મણીપુરના ચંદેલ ગામમાં ઉગ્રવાદીઓના હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર આ હુમલાની ઘટના બાદથી જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હરકતમાં આવી ગયા હતા અને રણનીતિને અંજામ આપવા માટે વડાપ્રધાન સાથે બાંગ્લાદેશ જવાનું પણ ટાળ્યું હતું. આતંકી હુમલા બાદ ડોભાલ મણીપુર પહોંચ્યા હતા અને સેના અધિકારીઓ સાથે બેઠક કરી રણનીતિ ઘડી હતી.

આવી રીતે અપાયો અંજામ
યુધ્ધની રણનીતિમાં અજીત ડોભાલ માહેર ગણાય છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી રણનીતિ માટે મણીપુરમાં જ રોકાયા હતા. સેના અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે બેઠક કરી એમણે ગૂઢ રણનીતિ બનાવી ઉગ્રવાદીઓ સામે કમાન્ડો કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. કમાન્ડોને હેલીકોપ્ટર દ્વારા ઉગ્રવાદીઓના અડ્ડા સુધી પહોંચાડાયા હતા. ઓપરેશનમાં દ્રોણ અને પેરાશૂટ કમાન્ડો અને વાયુ સેનાના એમઆઇ-17 ચોપરનો પણ ઉપયોગ કરાયો હતો. કમાન્ડોએ મ્યાનમાર સરહદમાં અંદર 4-5 કિલોમીટર ઘુસી ઉગ્રવાદીઓને ઠાર કર્યા હતા. સમગ્ર ઓપરેશનમાં 20-20 કમાન્ડોની બે ટુકડીઓ હતી.

ઉગ્રવાદીઓનો સફાયો, મોટું નુકશાન
ઓપરેશન મ્યાનમાર અંગે વિગતો આપતાં સુચના અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આપણી સેના મ્યાનમાર સરહદમાં ઘૂસી હતી અને કાર્યવાહી કરી. સેનાએ આ અભિયાનને અંજામ આપ્યો હતો જોકે આ સમયે હેલિકોપ્ટરને સ્ટેન્ડ રાખી મુકાયા હતા. આ સમગ્ર અભિયાનમાં ઉગ્રવાદીઓનો સફાયો કરાયો છે અને એમના દ્વારા ગેરકાયદે ચલાવાતી હથિયારની ફેક્ટરીને પણ નિશાન બનાવાઇ છે.
First published:

Tags: આતંકવાદ, ભારત, ભારતીય સેના, મણીપુર, મ્યાનમાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन