Home /News /national-international /

આ વ્યક્તિનો દાવો! મારી પત્નીએ 10 વર્ષ સુધી મારો રેપ કર્યો છે

આ વ્યક્તિનો દાવો! મારી પત્નીએ 10 વર્ષ સુધી મારો રેપ કર્યો છે

પ્રતિકાત્મક તસવીર

    સામાન્ય રીતે ઘરેલૂ હિંસાની ઘટનામાં મહિલાઓના કેસ સૌથી વધુ જોવા મળે છે. પણ પુરુષો વિરુદ્ધ થતી ઘરેલી હિંસા દક્ષિણ એશિયાઇ સમાજમાં કોઇ મોટો મુદ્દો હજી સુધી નથી શક્યું. આ વચ્ચે યુક્રેન (Ukrain)માં એક વ્યક્તિનો દાવો છે કે તેની પત્ની છેલ્લા 10 વર્ષથી તેનો રેપ (Rape) કરે છે. આ વ્યક્તિના મુજબ તેને કલાકો દર્દનાક સેક્સ (Sexual Violence) માટે મજબૂર કરવામાં આવે છે અને સાથે જ તેને માનસિક સ્તરે પણ ખૂબ જ પ્રતાડિત કરવામાં આવે છે.

    BBC યુક્રેનમાં છપાયેલી એક રિપોર્ટ મુજબ યુક્રેનના એક યુવકે નામ ન કહેવાની શરતે પોતાની આખી વ્યથા વ્યક્ત કરી છે. આ યુવકના કહેવા મુજબ તેને હાલમાં જ તે વાત સમજાઇ કે તેની પત્ની છેલ્લા 10 વર્ષથી તેની સાથે બળાત્કાર કરી રહી છે. યુવકના કહેવા મુજબ તેની પત્નીએ તેને પ્રપોઝ કર્યું હતું અને પછી તેમના લગ્ન થયા. તેણે કહ્યું કે - મેં સેક્સ કરવા માટે પહેલા પ્રયાસ સૌથી પહેલા ઇરા (પત્ની) સાથે જ કર્યો હતો. જો કે અમારો સેક્સ સામાન્ય નહતો. તે દર્દનાક અને આક્રમક હતો. અમારો પહેલા સેક્સ લગભગ 5 કલાક સુધી ચાલ્યો. અને પછી મને ખૂબ જ ખરાબ રીતે દુખાવો થતો રહ્યો. અમારો સેક્સ સામાન્ય રીતે 1-2 કલાક સુધી થાય છે.

    આ વ્યક્તિએ જણાવ્યું કે હું સેક્સથી એ રીતે કંટાળી ગયો છું કે મારી ના પાડવા છતાં તે રોકાતી નથી. મને તે પછી અનુભવાયું કે પુરુષોનો પણ રેપ થઇ શકે છે. આ વ્યક્તિ કહ્યું કે ઓફિસથી છૂટીને હું આરામ કરવા માંગું તો પણ તે મને સેક્સ માટે મજબૂર કરતી. મારા ના પાડવા પર તે મને મારતી અને પછી હું કંઇ ના કરી શકતો. તેના નખના નિશાન મારા શરીર છે. તે મને મુક્કા મારે છે. તેણે કહેયું કે તેની સાથેને વીકેન્ડ સૌથી ખરાબ હોય છે. તે શનિવાર રાતથી લઇને રવિવાર સવાર સુધી ટોર્ચર ચાલુ રાખે છે. હું જ્યારે પણ ભૂલ કરું તો મને તે મારે છે, મારા પર ખૂબ ગુસ્સે ભરાય છે.

    આ વ્યક્તિએ કહ્યું કે એક થેરેપિસ્ટની મદદથી મને અહેસાસ થયો કે મારી જોડે જે થયું છે તે ખોટું થયું છે. અને આવું મારી સાથે ના થવું જોઇઅ. થેરેરી સેશનમાં પણ જ્યારે હું બોલતો હતો તો તેને મને વચ્ચે રોકવાની ના પાડવામાં આવી હતી. આ સેશનમાં પહેવા વાર મને ઉત્પીડનની વાત કહી. ઇરાને મારી વાત સાંભળીને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું કે હું ખોટું બોલું છે અને તે મારા પર ચિલ્લાવા લાગી. તે પછી મેં તેને તલાક આપવાની વાત કહી અને તેણે હા પાડી. એક મહિના પછી મને તલાકના કાગળ મળ્યા. અને તે દિવસ મારા જીવનનો સૌથી સુખદ દિવસ હતો. આ વ્યક્તિ કહ્યું યુક્રેનના જે પહેલા થેરેપિસ્ટથી તે મળ્યા હતો તેણે પણ મારી મજાક ઉડાવી હતી. તેણે કહ્યું કે એવું તો નથી ને કે તુ પુરુષ ના હોઇ મહિલા હોય. મેં છ થેરેપિસ્ટ બદલ્યા ત્યારે મને સાચી સલાહ અને મદદ મળી.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Domestic violence, Man, Victim, Woman, બળાત્કાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन