Home /News /national-international /અલવર ગેંગરેપ પર રાહુલ બોલ્યા- 'મારા માટે રાજકીય નહીં, ભાવનાત્મક મુદ્દો'

અલવર ગેંગરેપ પર રાહુલ બોલ્યા- 'મારા માટે રાજકીય નહીં, ભાવનાત્મક મુદ્દો'

રાહુલ ગાંધી

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ અંગે તમામ સવાલોના જવાબ ટાળતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, તેઓ અહીં રાજકારણ કરવા માટે નથી આવ્યા.

    અલવાર : અલવર ગેંગરેપ પીડિતા અને તેમના પરિવારના લોકોને મળવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે થાનાગાજી પહોંચ્યા હતા. પીડિતા સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યુ કે, "મારા માટે અલવર ગેંગરેપનો મુદ્દો રાજકીય નહીં પરંતુ ભાવનાત્મક છે." પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ અંગે તમામ સવાલોના જવાબ ટાળતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, તેઓ અહીં રાજકારણ કરવા માટે નથી આવ્યા. રાહુલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પીડિતોના ન્યાય મળશે અને દોષિતોનો સજા પણ મળશે.

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ કે, 'અમે આ મુદ્દે રાજકારણ કરવા નથી માંગતા. અમે પીડિતોને સરકારી નોકરી અને બીજી સુવિધા આપીશું.'

    નોંધનીય છે કે રાહુલ ગાંધી આ પહેલા બુધવારે પીડિતાની મુલાકાત લેવાના હતા, પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે તેમના હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી મળી ન હતી. રાહુલ ગાંધીની સાથે સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોત, નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ, પાર્ટીના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભંવર જિતેન્દ્રસિંહ પણ હાજર રહ્યા હતા.

    આ પણ વાંચો : અલવર ગેંગરેપ ઘટનામાં એવોર્ડ વાપસી ગેંગ કેમ ચુપ છેઃ PM મોદી

    રાહુલ ગાંધી સવારે આશરે 10.15 વાગ્યે હેલિકોપ્ટરથી થાનાગાજી પહોંચ્યા હતા. અહીં હેલિપેડ પર કોંગ્રેસના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદમાં રાહુલ ગાંધી પીડિતા અને તેના પરિવાર સાથે મુલાકાત માટે તેમના ગામ જવા રવાના થયા હતા. મીડિયાને પીડિતાના ઘરમાં જવાનો પરવાનગી આપવામાં આવી ન હતી. મીડિયાને પીડિતાના ઘરથી થોડે દૂર રોકી દેવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી માટે ગામથી બે કિલોમીટર દૂર એક હેલિપેડ બનાવવામાં આવ્યું હતું.

    નોંધનીય છે કે ગેંગરેપના તમામ આરોપીઓની પોલીસ ધરપકડ કરી લીધી છે, તમામને 16મી મે સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Alwar, Lok sabha election 2019, ભાજપ, રાજસ્થાન, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन