બિહારમાં 'ચમકી' તાવ : સ્વાસ્થ્ય મંત્રીની હાજરીમાં જ બે બાળકોનાં મોત

News18 Gujarati
Updated: June 16, 2019, 4:26 PM IST
બિહારમાં 'ચમકી' તાવ : સ્વાસ્થ્ય મંત્રીની હાજરીમાં જ બે બાળકોનાં મોત
skmchમાં ઉપસ્થિત સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને અશ્વિની ચૌબે

ચમકી તાવના કારણે બિહારમાં અત્યાર સુધી 85 બાળકોનાં મોત

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બિહારમાં ચમકી તાવ એટલે કે એઆઈએસથી થનારા મોતનો સિલસિલો સતત ચાલુ છે. આ ક્રમમાં રવિવારે બે બાળકોએ હોસ્પિટલમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને અશ્વિની ચૌબે સહિત બિહારના મંત્રી મંગલ પાંડેયની ઉપસ્થિતિમાં મૃત્યુ પામ્યા.

પાંચ વર્ષની હતી માસૂમ

દિલ્હીથી મુજફ્ફરપુર પહોંચેલા સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર્સની ટીમની સાથે આઈસીયૂનું નિરીક્ષણ કરી રહ્યા હતા આ દરમિયાન બાળકીનું મોત થઈ ગયું. મૃતક બાળકી નિશાની ઉંમર 5 વર્ષ હોવાનું કહેવાય છે જે રાજેપુરની રહેવાસી હતી. બાળકીનું મોત થતાં જ તેના માતા પોક મૂકીને રડવા લાગી અને આઈસીયૂમાં બૂમો પાડવા લાગી. મંત્રીઓની ઉપસ્થિતિમાં જ અન્ય એક બાળકનું મોત થયું, જેનું નામ મુન્ની કુમારી હોવાનું કહેવાય છે. 5 વર્ષની મુન્ની કોદરિયાની રહેવાસી હતી. મુન્નીના મોત બાદ તેની માતાનો રડી-રડીને ખરાબ હાલ થઈ ગયો હતો.

85એ પહોંચ્યો મોતનો આંકડો

આ બંને બાળકોના મોત સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, મંગલ પાંડેય અને અશ્વિની ચૌબેની ઉપસ્થિતિમાં થયું. આ મોતની સાથે જ આંકડો વધીને 85 થઈ ગયો છે. મુજફ્ફરપુર સહિત રાજ્યના 12 જિલ્લામાં આ બીમારીનો કહેર સતત વધી રહ્યો છે અને અત્યાર સુધી અનેક માસૂમ પીડાઈને દમ તોડી ચૂક્યા છે.

ઇનપુટ- રવિ એસ નારાયણ
First published: June 16, 2019, 2:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading