ત્રણ માસૂમ સાથે બર્બરતા! થાંભલે બાંધી પહેલા મારમાર્યો... પછી કપડા ઉતારી મીણબત્તીથી આપ્યા ડામ

News18 Gujarati
Updated: July 10, 2020, 6:29 PM IST
ત્રણ માસૂમ સાથે બર્બરતા! થાંભલે બાંધી પહેલા મારમાર્યો... પછી કપડા ઉતારી મીણબત્તીથી આપ્યા ડામ
પ્રતિકાત્મક તસવીર

વીડિયો વાયરલ થયા બાદ સામે આવ્યો મામલો. બાળકો બૂમો-ચીસો પાડે છે પરંતુ કોઈને તેમની દયા નથી આવી રહી. બર્બરતાનો આ ખેલ લગભગ એક કલાક ચાલ્યો.

  • Share this:
મુઝફ્ફરપુર : ટોળાના હુમલાનો એકવાર ફરી બર્બર ચહેરો સામે આવ્યો છે. ટોળામાં સામેલ લોકોએ બાર-તેર વર્ષના ત્રણ બાળકોને થાંભલા સાથે બાંધી મારમાર્યો સાથે તેમના કપડા ઉતારી મીણબત્તીથી તેમના શરીરના કેટલાક અંગો પર ડામ આપ્યા.

આ ઘટના સાહેબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના હુસેપુર ગામની છે. આ બાળકો પર રૂપિયા ચોરીનો આરોપ છે. બતાવવામાં આવી રહ્યું છે કે, લગભગ 1 કલાક સુધી બર્બરતાની આ દર્દનાક ખેલ ખેલવામાં આવ્યો. બાળકો વારંવાર કરગરતા રહ્યા, પરંતુ ઘટના સ્થળ પર હાજર લોકોમાંથી એક પણ વ્યક્તિ બાળકોને બચાવવા આગળ ના આવ્યો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસની ઊંઘ ઉડી ગઈ આ ઘટના 5 જુલાઈની બતાવવામાં આવી રહી છે.

પીડિત બાળકના પિતાએ પોલીસ સ્ટેશનમાં આપી ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, એક બાળકના પિતાએ હિમ્મત કરી સાહેબગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જ્યારે બે બાળકોના પિતા હજુ સામે આવવા તૈયાર નથી. જોકે, ફરિયાદ બાદથી આરોપીઓ ફરાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાહેબગંજના હુસેપુર નવા ટોલાના ત્રણ બાળકોને ગામના પ્રદીપ રાય, સુદીપ રાય, છોટેલાલ રાય, સંતોષ રાય અને કૈલાશ રાયે બાળકોને એક ઝુંપડીમાં થાંભલે બાંધી દીધા હતા. પ્રદીપ રાય વારંવાર આ બાળકો પર ચોરી કરવાનો આરોપ લગાવતો હતો, અને તેમને મારમારતો હતો. બાળકોને મારખાતા જોઈ ભીડ ઉમટી પડી હતી, તેમાંથી કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ સામે આવ્યો મામલોવીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બાળક વારંવાર કરગરે છે અને સળગતી મીમબત્તીથી તેના પીઠ પર ડામ આપવામાં આવે છે. આ વીડિયોમાં બાળકો સાથે એટલી બર્બરતા છે કે જે અરેરાટી ઉભી કરે તેમ છે જેથી બતાવી શકાય તેમ નથી. આરોપીઓએ બાળકોની પેન્ટ પણ ઉતારી દીધી હતી અને તેમના નીતંબને મીમબત્તીથી ડામ આપવામાં આવે છે. આ દરમિયાન બાળકો બૂમો-ચીસો પાડે છે પરંતુ કોઈને તેમની દયા નથી આવી રહી. બર્બરતાનો આ ખેલ લગભગ એક કલાક ચાલ્યો.

બાદમાં આરોપીઓને કઈં ન મળ્યું તો તેમને છોડી દેવામાં આવ્યા. બાળકો ઘરે પહોંચ્યા અને પરિવારને જાણકારી આપી ત્યારે એક પિતાએ હિમ્મત કરી ફરિયાદ આપી છે. સાબેહગંજ પોલીસ આરોપીઓની તપાસ કરી રહી હોવાનો દાવો કરી રહી છે.
Published by: kiran mehta
First published: July 10, 2020, 6:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading