દારૂના નશામાં ઉંઘતો રહ્યો સ્ટેશન માસ્ટર, સિંગ્નલની રાહ જોઇને ઉભી રહી અનેક ટ્રેન

News18 Gujarati
Updated: September 21, 2018, 11:19 AM IST
દારૂના નશામાં ઉંઘતો રહ્યો સ્ટેશન માસ્ટર, સિંગ્નલની રાહ જોઇને ઉભી રહી અનેક ટ્રેન
પ્રતિકાત્મક તસીવર

બિહારમાં ટ્રેન સિગ્નલની રાહ જોઇને કલાકો સુધી ઊભી રહી હતી.

  • Share this:
બિહારમાં ટ્રેન સિગ્નલની રાહ જોઇને કલાકો સુધી ઊભી રહી હતી. સ્ટેશન માસ્ટર દારુ પીને પોતાની કેબિનમાં ઊંઘતો રહ્યો હતો. આ મામલો સમસ્તીપુર રુટનો છે. રેલવે ડિવિઝનના સીહો સ્ટેશન માસ્ટર રાકેશ કુમારે ગુરુવારે રાત્રે ભારે દારૂના નશામાં ધુત થઇને હંગામો કર્યો હતો. દારૂનો નશો વધારે ચડ્યો તો તે પોતાની કેબિનમાં પણ હોશ ગુમાવી દીધા હતા.

આ દરમિયાન ગ્રીન સિગ્નલ નન મળવાના કારણે ટ્રેન્સ જ્યાંના ત્યાં જ ઊભી રહી હતી. રાત્રે 10.30 વાગ્યા પછી સમસ્તીપુર રૂટ ઉપર અનેક જગ્યાએ ટ્રેનોની પરિવહનને અસર થઇ હતી. ઢોલી સ્ટેશન ઉપર બરૌની-લખનઉ એક્સપ્રેસ મોડી રાત સુધી રોકાઇ રહી હતી. અને સિલૌતમાં મુંબઇથી દરભંગા જનારી પવન એક્સપ્રેસ પણ ઉભી રહી હતી.

રેલવે પરિવહનને અસર થવાની ખબર મળતા જ સોનપુરના ડીઆરએમ અને કંટ્રોલને આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલામાં તપાસ થઇ તો સ્ટેશન માસ્ટરની આવી કરતૂત સામે આવી હતી. રેલવેના અધિકારીએ આરોપી સ્ટેશન માસ્ટરને પકડ્યા હતા.

રાતના આશરે 12 વાગ્યે આરપીએફ નશામાં ધુત સ્ટેશન માસ્ટરની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ રેલવે પરિવહનને ફરીથઈ શરુ કરવામાં આવી હતી. મુઝફ્ફરપુર જંક્શનના ટ્રાફિક ઇન્સ્પેક્ટર બીએન પ્રસાદ તથા આરપીએફ નારાયણુપ અનંતના પ્રભારી નિરીક્ષક સુઝીત કુમારની સીહો સ્ટેશન અને આરોપીને પકડ્યા હતા. આ પહેલા પણ સ્ટેશન માસ્ટર આવી હરકરત કરી ચુક્યો હતો.
First published: September 21, 2018
વધુ વાંચો
अगली ख़बर