મુજફ્ફરપુર રેપ કેસ: 'ભાનમાં આવતી ત્યારે શરીર ઉપર એકપણ કપડું નહોતું'

News18 Gujarati
Updated: July 30, 2018, 7:40 AM IST
મુજફ્ફરપુર રેપ કેસ: 'ભાનમાં આવતી ત્યારે શરીર ઉપર એકપણ કપડું નહોતું'

  • Share this:

ન્યૂઝ18 ગુજરાતી : બિહારના મુજફ્ફરપુરના 'બાલિકા ગૃહ"માં બાળકીઓ સાથે મહિનાઓ સુધી થયેલા જાતીય શોષણના મામલે થઇ રહેલા એક પછી એક ખુલાસાઓ બાદ ભલે આ મામલે સરકાર અને વહીવટીતંત્ર કાર્યવાહી કરવાના બણગા ફૂંકી રહી હોય પરંતુ શું તેનાથી આ બાળકીઓના આત્મા ઉપર લાગેલા દાગ ધોવાશે ? આ પીડિતાઓનું માનીએ તો "બાલિકા ગૃહ" માં તેમનું સતત શોષણ કરવામાં આવતું હતું। આ પૈકીની એક દીકરીએ 'ન્યૂઝ18' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેની અને અન્ય છોકરીઓ સાથે અશ્લીલ હરકતો કરવમાં આવતી હતી. આ પીડીતાએ આરોપ લગાવ્યો હતો કે, બ્રજેશ ઠાકુર બાળકીઓને ક્રુરતાથી માર મારવાની સાથે તેમને બેફામ ગાળો આપતો હતો.


આટઆટલી યાતનાઓ સહન કર્યા પછી પણ આ બાળકીઓની હિમ્મતને દાદ આપવી પડે તેમ છે. આ છોકરીઓના મતે, કાઉન્સિલિંગના નામે અમને હોટેલ ઉપર લઇ જવાતી અને અહીં અમને નશાની દવા આપવામાં આવતી। જયારે અમે ભાનમાં આવીએ ત્યારે શરીર ઉપર કપડાં નહોતા રહેતા.


'બાલિકા ગૃહ"માં પીડિત છોકરીઓના જણાવ્યા અનુસાર અહીંની કેટલીક છોકરીઓ બ્રજેશ ઠાકુરની ખાસ હતી જે શેલ્ટર હાઉસની છોકરીઓને દબાણમાં રાખતી અને તેમને ધમકાવ્યા કરતી. અહીંની એક છોકરીના જણાવ્યા અનુસાર, અહીં જ એક છોકરીનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવેલી અને તેનું શબ બોરીમાં ભરીને ફેંકી દેવાયું હતુંઆ યાતનાઓ પછી પણ અહીંની કેટલીક છોકરીઓ વિશ્વાસથી ભરપૂર છે. આ પૈકીની કોઈકને બોક્સર બનવું છે તો કોઈકને ભણી-ગણીને પોલીસ ઇન્સ્પેક્ટર બની તેમના દુશ્મનો સામે બદલો લેવો છે !


અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે મુજફ્ફરપુર સ્થિત 'બાળ સંરક્ષણ ગૃહ'માં યૌન શોષણના ચોંકાવનારા ખુલાસા થયા હતા. અહીંના ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી)ના મતે આ શેલ્ટર હોમમાં રહેનારી 44 પૈકીની 34 બાળકીઓ સાથે યૌનશોષણ થયું હોવાની અધિકારી પુષ્ટિ થઇ છે. આ જાતીયશોષણનો ભોગ બનેલી બાળકીની ઉંમર 07 થી 14 વર્ષ વચ્ચેની હોવાનું માલુમ પડ્યું છે.

First published: July 29, 2018, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading