બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં નાબાલિક છોકરીઓ સાથે થયેલા રેપ બાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું છે કે જો જરૂરીયાત પડશે તો, તે આ કેસની તપાસનું વધુ મોનિટરિંગ માટે પણ તે તૈયાર છે.
સુપ્રીમ કોર્ટે પીડિત છોકરીઓની તસવીર અને વીડિયોને બતાવવા પર વાંધો ઉઠાવ્યો છે અને સ્પષ્ટતા કરી કે ઓળખ છુપાવવા માટે કોઇ પણ વીડિયોને બતાવી ન શકાય. સ્પષ્ટપણે કહ્યું છે કે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા બળાત્કારમાં ભોગ બનેલી છોકરીઓના ચહેરાને નહીં બતાવી શકે.
આ ઉપરાંત, નેશનલ કમિશન ફોર ધ પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર) ને પણ નોટિસ મોકવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે કોઈ બાળકીનો કોઇ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. કોર્ટના વરિષ્ઠ વકીલ અપર્ણા ભટ્ટે, એમિક્સ ક્યુરીની નિમણૂક કરી છે. જેને આ મામલા સાથે જોડાયેલ તમામ પક્ષ રિપોર્ટ કરશે.
જસ્ટિસ મદન બી લોકુર અને દીપક ગુપ્તાની ખંડપીઠના નિર્દેશમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ત્રણ અઠવાડિયાની અંદર જવાબ આપવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં દોષિત વ્યક્તિને કડક સજા આપવામાં આવશે.
ભારે દબાણ બાદ, બિહાર સરકારે મુઝફ્ફરપુર બાલિકા ગૃહમાં 32 છોકરીઓ સાથે જાતીય સતામણીની તપાસની જવાબદારી સીબીઆઇને સોંપી દીધી હતી, 28 જુલાઇના રોજ, સીબીઆઇની ટીમે આ મામલાની તપાસ શરૂ કરી.
સીબીઆઇ આ હાઇ પ્રોફાઇલ કેસની તપાસ કરી રહી છે અને આ કેસમાં ઘણા આરોપીઓ જેલમાં છે. શેલ્ટર હોમમાં જાતીય સતામણીની ઘટના બાદ, રાજ્ય બિહારમાં રાજકારણ વધુ સક્રિય બન્યું છે. આ બાબતે, ડાબેરીઓએ બિહાર બંધનું એલાન કર્યુ છે, જેને વિરોધ પક્ષ તરફથી ટેકો મળ્યો છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર