પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે સ્પષ્ટ કરી દીધું કે, હાલમાં તેઓ પોતાના મંત્રીમંડળ સહયોગી અને સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માનું રાજીનામું લઈ રહ્યાં નથી. તેમને વિપક્ષને પડકાર આપ્યો છે કે, તેમની મુજફ્ફરપુર કાંડમાં સંડોવણીના પુરાવા આપે તો રાજીનામું લઈ લેશે.
નીતિશે કહ્યું કે, હબાલમાં તેઓ મંજૂ વર્મા પાસેથી રાજીનામું લઈ રહ્યાં નથી કેમ કે, કારણ વગર કોઈને જવાબદાર કેવી રીતે ઠેરવી શકાય? મંત્રીએ પોતે સ્પષ્ટતા પણ આપી છે, પરંતુ નીતિશે વિપક્ષને પૂછ્યું કે, તેઓ અંતે દોઢ મહિના પછી કેમ જાગ્યા? નીતિશની સરકારે વિપક્ષને મંત્રીના વિરૂદ્ધમાં પુરાવા રજૂ કરવા માટે પડકાર પણ આપ્યો.
જો કે, નીતિશ કુમારે કહ્યું કે, જો મંત્રીના નિર્ણય પર કંઈક થયું છે તો મંત્રી પણ જશે. તેમને મંત્રીના પતિ પર ઈશારમાં જ કહ્યું કે, જો મંત્રી સાથે જોડાયેલ કોઈ વ્યક્તિ પણ મળી જશે તો તેમના પર કાર્યવાહી થશે, નીતિશના તેવર સ્પષ્ટ હતા કે, જો સીબીઆઈ તપાસમાં મંજૂ વર્મા આવશે તો તેમનું રાજીનામું લેવામાં આવશે.
મંત્રી મંજૂ વર્મા દ્વારા જાતિ કાર્ડ રમવા પર નીતિશે કહ્યું કે, આરોપ લગાવનાર, એટલે કે આરજેડીના લોકોની રાજનીતિનો પાયો જ જાતિ પર રહ્યો છે. જોકે, તેમનું કહેવું છે કે, પોતે તેમને ક્યારેય તેટલી પ્રાથમિકતા આપી નથી.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર