બિહાર: મુઝફ્ફરપુરમાં એક પ્રોફેસરનું શરમજનક પાપ બહાર આવ્યું છે. આરોપી પ્રોફેસરનું નામ ડૉ. શીતલ પ્રસાદ છે જે સિદ્ધાર્થપુરમમાં રહે છે. શીતલ પ્રસાદ સાહિબગંજની એક ખાનગી કોલેજમાં કૉમર્સ શિક્ષક છે અને વિદ્યાર્થીઓને તેમના નિવાસ સ્થાને ટ્યુશન શીખવે છે. બદલામાં તે વિદ્યાર્થીઓ પાસેથી વધારે ટ્યૂશન ફી પણ લે છે. પરંતુ તેનું પાત્ર એટલું અયોગ્ય છે કે ભણાવતી વખતે તે પ્રશ્નો કરતાં મહિલા વિદ્યાર્થિનીઓ પર વધારે નજર રાખે છે.
પત્નીની ગેરહાજરીમાં દબાણ કરવાનો પ્રયાસ
પ્રોફેસરના કરતૂતોથી પીડાતી આવી વિદ્યાર્થિનીઓની એક શ્રેણી છે, પરંતુ તેમાથી બે વિદ્યાર્થીનિઓએ જ ફરિયાદ કરી છે. આમાંથી એક વિદ્યાર્થિની પ્રોફેસરના ઘરે પહોંચી તો તેમની પત્ની ઘર પર ન હતી. તેનો ફાયદો ઉઠાવતા આરોપી શીતલ પ્રસાદે વિદ્યાર્થિની સાથે અશ્લીલ કૃત્ય કરવાનું શરૂ કર્યું, પરંતુ ડરવાની જગ્યાએ વિદ્યાર્થિનીએ તેના મોબાઇલ ફોન પર રેકોર્ડ કરી લીધુ. આ દરમિયાન શીતલ પ્રસાદનો ચહેરો ખુલ્લો થયો હતો. પીડિતા પ્રોફેસરના ઘરે હતી, ત્યા સુધી અન્ય પીડિતા ઘરની બહાર હાજર હતી.
પ્રોફેસરના કરતૂતોથી પીડાતી આવી વિદ્યાર્થિનીઓની એક શ્રેણી છે, પરંતુ તેમાથી બે વિદ્યાર્થીનિઓએ જ ફરિયાદ કરી છે.
આરોપી ઘરમાં છુપાયો
ઘટનાની સાંજે બંને યુવતીઓએ તેમના અન્ય સાથીદારો સાથે મળીને પ્રોફેસરના ઘરે હુમલો કર્યો હતો. વાસ્તવિકતા જાણ્યા બાદ સિદ્ધાર્થપુરમ વિસ્તારના લોકો પણ વિદ્યાર્થી સાથે જોડાયા. ડરથી આરોપી પ્રોફેસર તેના ઘરે છુપાઇ ગયો. બે કલાકના નાટક બાદ સદર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મિથિલેશ ઝા અને કાજીમોહમદપુર પોલીસ ઇન્સ્પેક્ટર શુજાઉદ્દીન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જોઇને શીતલ પ્રસાદ રૂમમાં અને ઘરની અંદર છુપાયો. લગભગ એક કલાકની મહેનત બાદ પોલીસ તેના ઘરે પ્રવેશ કરી શકી.
રેકોર્ડિંગ જોઈને થયો પર્દાફાશ
અંદર બેઠેલા પ્રોફેસર સાથે જ્યારે પોલીસે પૂછપરછ કરી તો કહેવા લાગ્યો કે છોકરીઓએ પાસેથી ટ્યુશન ફી માંગવા પર તેને ફસાવ્યો છે. પરંતુ જ્યારે પ્રોફેસરે પોલીસની હાજરીમાં તેની દુષ્કર્મોનું રેકોર્ડિંગ જોયું તો તેમનું ભાષણ અટકી ગયું. ત્યારબાદ પોલીસે શીતલ પ્રસાદના ઘરે ઘૂસીને ભારે મુશ્કેલીથી તેને પકડી લીધો અને તેને જીપમાં બેસાડીને પોલીસ લઇ ગઇ. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં હંગામો થયો હતો. સદર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મિથિલેશ ઝાએ જણાવ્યું છે કે પીડિત વિદ્યાર્થિનીના નિવેદન પર આરોપી શીતલ પ્રસાદ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ તેને કડક સજા અપાવવા પ્રયાસ કરશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર