મુજફ્ફરપુર રેપ કેસ: બાળકીઓએ જણાવી તેમની દર્દભરી આપવીતી, આંખો થઈ જશે ભીની

News18 Gujarati
Updated: July 30, 2018, 11:00 PM IST
મુજફ્ફરપુર રેપ કેસ: બાળકીઓએ જણાવી તેમની દર્દભરી આપવીતી, આંખો થઈ જશે ભીની

  • Share this:
મુજફ્ફરપુર ચિલ્ડ્રનહોમ કાંડ સાથે જોડાયેલ એક ચોકાવનાર ખુલાસામાં ત્યાં રહેનાર છોકરીઓએ તપાસકર્તાઓને જણાવ્યું કે, કેવી રીતે તેમને કપડા ઉતારવા અને અલગ-અલગ લોકો સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર કર્યા હતા. તપાસકર્તાઓ અને પીડિતાઓ વચ્ચે થયેલી વાતમાં છોકરીઓ જણાવી રહી છે કે, કેવી રીતે વિરોધ કરવા પર તેમને હંટરથી મારવામાં આવતી હતી. જણાવી દઈએ કે, આ ચિલ્ડ્રન હોમમાં 34 છોકરીઓ સાથે રેપનો ખુલાસો થયો છે. રાજ્યની સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માના પતિ બ્રજેશ ઠાકૂર આ મામલામાં મુખ્ય આરોપી છે. જાણો પીડિતાઓએ શું કહ્યું..

પ્રશ્ન- આ શું કરવામાં આવ્યું છે બેટા?
જવાબ- મારી છે (માર મારવામાં આવ્યો છે)

પ્રશ્ન- કેવી રીતે મારવામાં આવી
જવાબ - (પીડિતા ઈશારામાં બોલે છે) કપડા ઉતારીને

પ્રશ્ન - (બ્રજેશની ફોટો બતાવીને પૂછવામાં આવે છે).. આમને ઓળખો છો.. શું નામ છે આમનું.. આ હોમના શું છે?જવાબ- હેડ સર (પોલીસે નિવેદનમાં જણાવ્યું હતુ કે બ્રજેશ ઠાકૂરને છોકરીઓ હેડ સર બોલાવતી હતી)

પ્રશ્ન- ક્યાં લઈ જઈને માર માર્યો?
જવાબ - છત ઉપર

પ્રશ્ન - આ ફોટો દેખાય છે? કોની તસવીર છે?
જવાબ - આ સરની છે...

પ્રશ્ન- તેમનું નામ જાણો છો? શું કરતાં હતા તમારી સાથે?
જવાબ- ખોટું કામ કરતાં હતા. જ્યારે અમે નીચે જતા હતા. ત્યારે ખોટું કામ કરતાં હતા...

પ્રશ્ન- અન્ય બીજું કોઈ ખોટું કામ કરતું હતું તમારી સાથે?
જવાબ- જે તેમના સાથે રહેતો હતો તે પણ ખોટું કામ કરતો હતો.

પ્રશ્ન- સરને તમે કહેતા નહતા બેટા કે દર્દ થાય છે?
જવાબ- બોલતા હતા ત્યારે તેઓ માનતા નહતા.

પ્રશ્ન- તમે કહેતા નહતા કે સર અમે તમારી પુત્રીઓ સમાન છીએ
જવાબ- અમે ગમે તેટલું કહીએ.. તો પણ બળજબરી કરતાં હતા.

પ્રશ્ન- કોઈ પકડતું પણ હતુ?
જવાબ- હા તેમના સાથે બે છોકરા હતા.. પકડી લેતા હતા. તેમની બાઈક બહાર જતી રહેતી હતી

પ્રશ્ન- તમારી સાથે ક્યાં ખોટું કામ કરવામાં આવતું હતું
જવાબ- ઉપર રૂમમાં

પ્રશ્ન- કંઈ ઉપયોગ પણ કરતો હતો..
જવાબ- હા. કોન્ડોમનો ઉપયોગ કરતો હતો. પહેલા આનાથી ડરતા હતા.. હવે ડરતાં નથી

પ્રશ્ન- અમને કેમ ના બોલાવ્યા?
જવાબ- તમને જણાવવાની જ હતી

પ્રશ્ન- સાંજે ત્યાં શું ચાલતું હતું
જવાબ- ગંદા..ગંદા... સોંગ વાગતા હતા.

પ્રશ્ન- તમારી સાથે ખોટું થતું હતુ તો તમે આંટી લોકોને કેમ જણાવતી નહતી.
જવાબ- આંટી લોકોને તો કરાવતા હતા ને... સરથી બદા સ્ટાફ ડરતા હતા. તેથી ખોટું કામ કરાવતી હતી.. આ સ્ટાફને થપ્પડ મારતો હતો. ચંદા આંટીને આને થપ્પડ મારી હતી

પ્રશ્ન- આંટી લોકોની ભૂલ નહતી
જવાબ- ભૂલ નહતી.. પરંતુ તેઓ ખોટા કામને રોકી શકી નહી.. કિરણ આંટી બધી છોકરીઓને બગાડતી હતી.
First published: July 30, 2018, 11:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading