અંડરગાર્મેન્ટમાં 2 કરોડ રૂપિયાનું સોનું છુપાવીને લઇ જતો હતો તસ્કર, આ રીતે પકડાયો

News18 Gujarati
Updated: July 16, 2020, 1:17 PM IST
અંડરગાર્મેન્ટમાં 2 કરોડ રૂપિયાનું સોનું છુપાવીને લઇ જતો હતો તસ્કર, આ રીતે પકડાયો
પકડાયેલું સોનું

જપ્ત સોનું મ્યંમારથી બાંગ્લાદેશના રસ્તે ભારત આવ્યું હતું.

  • Share this:
બિહારના મુઝફ્ફરપુરના DRI એટલે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ ટીમને મોટી સફળતા મળી છે. તેણે લગભગ 2 કરોડ રૂપિયાના સોના સાથે બે તસ્કરોને પકડી પાડ્યા છે. ડીઆરઆઇને ગુપ્ત જાણકારીથી આ સૂચના મળી હતી કે સિલીગુડીથી સોનાનું એક કંસાઇનમેન્ટ દિલ્હી મોકલવામાં આવી રહ્યું છે. જેના આધારે ડીઆરઆઇએ ટીમ ગોઠવીને અપરાધીઓને પકડી પાડ્યા છે.

ગુવાહાટીથી સોના લઇને નીકળેલા બે તસ્કરોને શોધતા ડીઆરઆઇ પટના પહોંચ્યા હતા અને અહીં મીઠાપુર બસ સ્ટેન્ડ પર આ બંને લોકોને પકડી પાડ્યા હતા. આ તસ્કરો ગુવાહાટીના રહેનારા હતા. જેમના નામની જાણકારી સુરક્ષા કારણોથી નથી આપવામાં આવી. જ્યારે આ બંનેની સઘન તપાસ કરવામાં આવી તો તેમના અંડર ગારમેન્ટમાંથી સોનાના બિસ્કીટ મળ્યા હતા. આ સિવાય તેમની પાસે એક બાઇક હતી જેના હેન્ડલમાં પણ સોનાના બિસ્કિટ રાખવામાં આવ્યા હતા. ડીઆરઆઇ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાપ્ત થયેલા સોનીની કિંમત બે કરોડ રૂપિયાની આસપાસ છે.

વધુ વાંચો : Cyber Attack : સ્ટાફને હેક કરી ઇન્ટર્નલ ટૂલ્સ એક્સેસ કરી કર્યું અત્યાર સુધીનું સૌથી મોટું હેકિંગ

બંને તસ્કરોની પુછપરછ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે જપ્ત સોનું મ્યંમારથી બાંગ્લાદેશના રસ્તે ભારત આવ્યું હતું. અને દિલ્હીથી નેપાળ સમેત સમગ્ર દેશમાં તેને ફેલાવાનો પ્લાન હતો. જો કે આ ધરપકડને અનેક રીતે મહત્વની સમજવામાં આવે છે. કારણે કે આનાથી આ તસસ્કોના માલિકા અને તેમના ઠેકાણની જાણકારી મળી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે બંને હાર્ડકોર છે અને ખૂબ જ પુછપરછ પછી પણ તેમણે કોઇ જાણકારી નથી આપી.

ત્યારે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
Published by: Chaitali Shukla
First published: July 16, 2020, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading