મુજફ્ફરપુર શેલ્ટર હોમ કાંડની પીડિતા સાથે ગેંગરેપ, સગા ભાઈઓ પર આરોપ

News18 Gujarati
Updated: September 15, 2019, 9:23 AM IST
મુજફ્ફરપુર શેલ્ટર હોમ કાંડની પીડિતા સાથે ગેંગરેપ, સગા ભાઈઓ પર આરોપ
પ્રતીકાત્મક તસવીર

ચાર બુકાનીધારી ગાડીમાં આવીને અપહરણ કરી દીધું, બેના ચહેરા પરથી કપડું હટી જતાં ઓળખ થઈ

  • Share this:
બિહાર : મુજફ્ફરપુર બાલિકા ગૃહ કાંડ (Muzaffarpur Girls Shelter House)ની પીડિતાનું અપહરણ (kidnapping) કરી ગેંગરેપ (Gangrape) કરવાનો ચોંકાવનારાો મામલો સામે આવ્યો છે. છોકરીને સારવાર માટે મેડિકલ કોલેજ (Medical college) હોસ્પિટલના આઈસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાએ બે સગા ભાઈ સહિત ચાર લોકો પર અપહરણ કરી પહેલા તો ચાલતી ગાડીમાં અને ત્યારબાદ સંતઘાટ નહેરની પાસે લઈ જઈને ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાની ફરિયાદ પર પોલીસે એફઆઈઆર નોંધી મામલાની તપાસમાં લાગી ગઈ છે.

પીડિતાનું મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે

પીડિતાનો આજે મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. ઘટના વિશે પીડિતાએ ન્યૂઝ18ને જણાવ્યું કે, તે શુક્રવારની રાત્રે પોતાના ભાભીના ઘરે જઈ રહી હતી, ત્યારે એક ગાડીમાં સવાર થઈને ચાર લોકો આવ્યા અને તેને બળજબરી ગાડીમાં બેસાડી દીધી. તમામ આરોપીએ પોતાના ચહેરા ઢાંકી દીધા હતા. જોકે, ગાડીમાં બે લોકોના ચહેરા પરથી કપડું હટી ગયું, જેના કારણે તેણે બંનેને ઓળખી લીધા. પીડિતાએ જણાવ્યું કે, તેની સાથે ચાલતી ગાડીમાં પણ દુષ્કર્મ કરવામાં આવ્યું. ત્યારબાદ સંતઘાટ નહેરની પાસે લઈ જીઈને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું.

આ પણ વાંચો, આ રાજ્યમાં ઓણમની ઉજવણીમાં 487 કરોડ રુપિયાનો દારુ પી ગયા લોકો

પોલીસ હરકતમાં આવી

આ દરમિયાન, આરોપીઓએ તેને કોઈને ફરિયાદ ન કરવાની ચેતવણી આપી. જોકે, પીડિતાની ફરિયાદ બાદ હરકતમાં આવેલી પોલીસે કેસ નોંધી લીધો છે. સાથોસાથ મામલાની તપાસ પણ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ નથી કરવામાં આવી.આ પણ વાંચો, ફોનમાં વાતો કરતાં કરતાં મહિલા સાપ બેલડી પર બેસી ગઈ, દંશથી મોત
First published: September 15, 2019, 9:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading