ન્યૂઝ18 ગુજરાતી: મુજફ્ફરપુર બાળ ગૃહ યૌન શૌષણ મામલે સીબીઆઇએ મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર સહિત 21 આરોપીઓ વિરુદ્ધ વિશેષ પોક્સો કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં ગંભીર આરોપો મૂક્યા છે. ન્યૂઝ 18 પાસે ચાર્જશીટની કોપી છે. તે પ્રમાણે યુવતીઓને અશ્લીલ ભોજપુરી ગીતો પર ડાન્સ કરાવવામાં આવતું હતું. તેમને નશાની દવા આપવામાં આવતી અને તે ઊંધમાં હોય ત્યારે તેમની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું.
ચાર્જશીટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બાળ ગૃહમાં દરરોજ બ્રજેશ ઠાકુરની મહેફિલ જામતી હતી. બ્રજેશ ઉપરાંત શેલ્ટર હોમના કર્મચારી અને સીડબ્લ્યુસીના સભ્યો સહિતના લોકો રાત્રે ત્યાં આવતાં હતાં. કિશોરીઓને નાના-નાના કપડાં પહેરાવી અશ્લીલ ગીતો પર ડાન્સ કરાવવામાં આવતું અને ઇનકાર કરે તો તેમને માર મારવામાં આવતો હતો.
ચાર્જશીટ અનુસાર, યુવતીઓને બ્લુ ફિલ્મ બતાવવામાં આવતી. જે બાદ નશાના ઇન્જેક્શન અને દવા આપી દુષ્કર્મ આચરવામાં આવતું હતું. વિરોધ કરનારી કિશોરીઓને ખુરશી સાથે બાંધી હવસ સંતોષવામાં આવતી હતી.
તમને જણાવી દઇએ કે 19 ડિસેમ્બરે સીબીઆઇએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટની કોપી ન્યૂઝ 18 પાસે છે. જેમાં 33 બાળકીઓ સહિત 102 લોકોના નિવેદન સામેલ છે. ખાસ વાત એ છે કે સીબીઆઇની ચાર્જશીટ પણ પોલીસની ચાર્જશીટની પેટર્ન પર જ છે.
ચાર્જશીટના કવર પેજ પર સીબીઆઇ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નિવેદન આપનારી કિશોરીઓના નામ ચાર્જશીટમાં નથી. તેમના નામ અને કેસ સ્ટડી બંધ કવરમાં કોર્ટને આપવામાં આવ્યા. જેથી કિશોરીઓની ગોપનીયતા રહે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર