Home /News /national-international /VIDEO: મેથ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા આ ભાઈએ નોકરી ન કરી, હવે કરી રહ્યા છે સફરજન અને અંજીરની શાનદાર ખેતી

VIDEO: મેથ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા આ ભાઈએ નોકરી ન કરી, હવે કરી રહ્યા છે સફરજન અને અંજીરની શાનદાર ખેતી

પ્રતિકાત્મક તસ્વીર

રામનંદન પ્રસાદે જૈવિક ખેતીને આધાર બનાવ્યો. તેઓ કહે છે કે, શરુઆતથી જ તેમનું મન ખેતીમાં રહ્યું છે. આ જ કારણ છે કે, તેમને નોકરી તરફ ક્યારેય ધ્યાન આપ્યું નથી. રામનંદન પ્રસાદ જણાવે છે કે, બિહાર યૂનિવર્સિટીમાં તેમણે મેથ્સમાં ટોપ કર્યું હતું. ટોપર હોવા છતાં આગળની નોકરી પર ધ્યાન ન આપીને ખેતી તરફ આગળ વધ્યા.

વધુ જુઓ ...
  • Local18
  • Last Updated :
  • Muzaffarpur, India
રિપોર્ટ-અભિષેક રંજન

મુઝફ્ફરપુર: એક સમય હતો, જ્યારે બેરોજગારીની સ્થિતીમાં કેટલીય લોકોએ મજબૂરીમાં ખેતી અપનાવી લીધી. પણ આજે સ્થિતી બદલાઈ ગઈ છે. કૃષિના ક્ષેત્રમાં સતત વિકાસ થઈ રહ્યો છે. લોકો ટેકનોલોજી પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે.

આ પણ વાંચો: કૂનો નેશનલ પાર્ક: આફ્રિકાથી લાવેલ માદા ચિત્તાનું મોત, કિડનીની બીમારીથી હતી પીડિત

આ જ કારણ છે કે, પરંપરાગત ખેતી ઉપરાંત ફળ અને શાકભાજીની ખેતી કરીને ખેડૂત સારો એવો નફો કમાઈ રહ્યા છે. મુઝફ્ફરપુરમાં સકરા પ્રખંડના ગન્નીપુર બેઝા ગામના રામનંદન પ્રસાદે સફરજનના 100 છોડ લગાવ્યા છે. તેની સાથે જ અંજીર, નાશપાતી, ચીકૂ સહિતના કેટલાય એવા ફળના છોડ લગાવ્યા છે, જે ખાસ કરીને મુઝફ્ફરપુપમાં પહેલા થતા નહોતા. હવે તેમાંથી ખૂબ કમાણી થઈ રહી છે.
" isDesktop="true" id="1363310" >

નોકરી તરફ ક્યારેય ધ્યાન જ આપ્યું


રામનંદન પ્રસાદે જૈવિક ખેતીને આધાર બનાવ્યો. તેઓ કહે છે કે, શરુઆતથી જ તેમનું મન ખેતીમાં રહ્યું છે. આ જ કારણ છે કે, તેમને નોકરી તરફ ક્યારેય ધ્યાન આપ્યું નથી. રામનંદન પ્રસાદ જણાવે છે કે, બિહાર યૂનિવર્સિટીમાં તેમણે મેથ્સમાં ટોપ કર્યું હતું. ટોપર હોવા છતાં આગળની નોકરી પર ધ્યાન ન આપીને ખેતી તરફ આગળ વધ્યા.

આ પણ વાંચો: PHOTOS: લાલૂના પરિવારમાં ખુશીઓ આવી, તેજસ્વી યાદવની દીકરીને ઉંચકી દાદા લાલૂ વ્હાલ કરવા લાગ્યા

ફળ માટે અનુકૂળ છે આ જળવાયુ


રામનંદન જણાવે છે કે, ગાય આધારિત જૈવિક ખેતી કરીને ખેડૂતો મોટો નફો કમાઈ શકે છે. તેમણે જણાવ્યું કે, સીડલેસ લેમન અને લાલ જામફળ માર્કેટમાં જાય છે. મુઝફ્ફરપુરના જળવાયુ આ તમામ ખેતી માટે યોગ્ય છે. તે જણાવે છે કે, રાસાયણિક ખેતી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. સ્વસ્થ્ય રહેવા માટે જૈવિક ખેતી એક માત્ર વિકલ્પ છે.

જૈવિક ખેતી માટે ગાય હોવી જરુરી


રામનંદન કહે છે કે, તે ફળમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક સ્પ્રે અથવા ખાતરનો ઉપયોગ નથી કરતા. તે કહે છે કે, પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયને પાળવી જરુરી છે. દેશી ગાયનું ગૌમૂત્ર અને ગોબર જમા કરી શકો છો.

આ પણ વાંચો: PHOTOS: રાજસ્થાનમાં ઐતિહાસિક મામેરુ ભરાયું, 6 ભાઈઓએ બહેનને ત્યાં 8 કરોડ 1 લાખનું મામેરુ ભર્યું

ગોબર જ્યાં ખાતરનું કામ કરે છે, તો ગૌમૂત્ર કીટનાશક હોય છે. આ જ કારણ છે કે, ખુદ રામનંદનમાં 10 દેશી ગાય પાળી રાખી છે. તેનાથી દૂધ પણ થઆય છે અને ખેતર માટે ગોબર તરીકે ખાતરની સાથે સાથે ગૌમૂત્ર પણ જમા થઈ જાય છે. રામનંદન કહે છે કે, જો આપની પાસ 20 એકર ખેતર છે, તો 10 ગાય હોવી જોઈએ.
First published:

Tags: Farmers News