Home /News /national-international /મહેબૂબાના બિકીની Tweet પર વિવાદ, ભડક્યા ઉલેમા

મહેબૂબાના બિકીની Tweet પર વિવાદ, ભડક્યા ઉલેમા

મહેબૂબા મુફ્તી (ફાઈલ ફોટો)

જમ્મૂ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના બિકીની પહેરવાના ટ્વીટે વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધુ

જમ્મૂ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના બિકીની પહેરવાના ટ્વીટે વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. મહેબૂબાના ટ્વીટ પર હવે દેવબંધના ઉલેમા ભડકી ગયા. તેમનું કહેવું છે કે, ઈસ્લામ અને શરીયત મુસ્લીમ મહિલાઓને આ પ્રકારના પોશાકની મંજૂરી નથી આપતું.

મહેબૂબાએ કર્યું હતું આ ટ્વીટ
ઉલ્લેખનીય છે કે, મહેબૂબા મુફ્તીએ રોયટર્સનો વીડિયો પોસ્ટ કર્યો, જેનું કેપ્શન હતું ફ્રાંસમાં મુસ્લીમ મહિલાઓનું એક સમૂહ બુર્કિની પ્રતિબંધનો વિરોધ કરે છે. આ વીડિયોમાં કેટલીક મહિલાઓ બિકીનીમાં હતી તો કેટલીક બુર્કીની પહેરેલી હતી. મહેબૂબાએ આ ટ્વીટને રીટ્વીટ કરી લખ્યુ 'મુસ્લીમ મહિલા બિકીની પહેરે અથવા બુર્કિની તે તેની મરજી છે. તે તેણે જોતે નક્કી કરવાનું છે'.

મૌલાના બોલ્યા - મહેબૂબાનો પોતાનો વિચાર છે
મહેબૂબા મુફ્તીના ટ્વીટ પર દારૂલ ઉલૂમ જકરિયાના મોહતમિમ મૌલાના મુફ્તી શરીફ કાસમીએ કહ્યું કે, આ મહેબૂબાનો પોતાનો અંગત વિચાર છે. પરંતુ, મુસ્લીમ મહિલાઓ માટે બુર્ખો જરૂરી છે. બિકીની અથવા કોઈ અન્ય પોશાકની ઈસ્લામ અને શરીયત ક્યારે પણ મંજૂરી નથી આપતું.





બિકીની પોશાક બરોબર નથી
તેમણે કહ્યું કે, ઈસ્લામમાં મહિલાઓ માટે ખાસ પોશાક રાખવામાં આવ્યો છે, જેથી તેનું પુરૂ શરીર ઢંકાઈ શકે. બિકીની પહેરવું બરાબર ખરાબ છે અને આ પ્રકારનું કોઈ અન્ય પોશાક પહેરવાની પણ ઈસ્લામ મંજૂરી નથી આપતું.
First published:

Tags: Bikini, Burqa, Muslim women, Muzaffarnagar, Says, Tweet, Wear

विज्ञापन