હૈવાનિયત: મૂક બધિર યુવતી સાથે ચાર યુવકોએ હવસ સંતોષી, પાંચ મહિનાનો ગર્ભ રાખી દીધો
પ્રતિકાત્મક ફોટો
આ ઘટનાની જાણકારી ત્યારે મળી, જ્યારે યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલાની જાણકારી મળતા હિરણમગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને તપાસ શરુ થઈ.
ઉદયપુર: હિરણમગરી પોલીસ સ્ટેશનમાંથી મૂક બધિર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની જાણકારી ત્યારે મળી, જ્યારે યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલાની જાણકારી મળતા હિરણમગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને તપાસ શરુ થઈ. આ મામલામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
યુવતી લાવારિસ અવસ્થામાં જોવા મળી
કહેવાય છે કે, શહેરના હિરણમગરી સેક્ટરના ત્રણ વિસ્તારમાં થોડા દિવસ પહેલા વિવેક પાર્ક નજીક અમુક લોકોએ મૂંગી યુવતીને લાવારિસ અવસ્થામાં જોઈ હતી. જેની સૂચના સીડબ્લ્યૂસીને આપી હતી. તેના પર સીડબ્લ્યૂસીની ટીમે યુવતીને સુખેર સ્થિતિ શેલ્ટર હોમમાં મોકલી દીધી હતી. જ્યાંથી પાંચ દિવસ પહેલા યુવતીને સેવા મંદિર મોકલવામાં આવી હતી. ત્યારથી તે ત્યાં રહેતી હતી. પણ સામાન્ય મહિલાઓની વચ્ચે મૂક બધિક યુવતી પોતાની જાતને અસહજ અનુભવી રહી હતી.
તેના પર બુધવાર રાતે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પણ દીવાલ કુદવા જતાં નીચે પડી ગઈ હતી અને તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેના પર સેવા મંદિર તેને એમબી હોસ્પિટલમાં ભરતી કરવા લઈ ગયા હતા. જ્યાં તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાની વાત સામે આવી હતી.
અલગ અલગ સમયે તેની સાથે દુષ્કર્મ કર્યું
મામલો સામે આવતા હિરણમગરી પોલીસ ચોકીને આખા મામલાની જાણકારી આપવામાં આવી. પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું, જેમાં પીડિતાને પાંચ મહિનાનો ગર્ભ હોવાની વાત સામે આવી છે. પોલીસે પીડિતાના નિવેદન માટે એક્સપર્ટને બોલાવ્યા, જેમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે, ચારથી પાંચ યુવકોએ અલગ અલગ સમયે તેની સાથે દુષ્કર્મ કર્યું, જેમાં એક મૂક બધિર યુવક પણ સામેલ છે. પીડિતાએ ફોટોના આધાર પર એક યુવકની ઓળખાણ પણ કરી છે.
કહેવાય છે કે, પીડિતા હિરણમગરી વિસ્તારની રહેવાસી છે અને તેના પિતાનું મોત થઈ ચુક્યું છે. તે પોતાની માતા અને ભાઈ સાથે ત્યાં રહે છે. મા મજૂરી કરીને તેનું લાલન પાલન કરે છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર