Home /News /national-international /

Budget 2022: સરસિયાનું તેલ એક વર્ષમાં લગભગ 100% મોંઘુ થયું, શું બજેટની જાહેરાતથી રાહત મળશે?

Budget 2022: સરસિયાનું તેલ એક વર્ષમાં લગભગ 100% મોંઘુ થયું, શું બજેટની જાહેરાતથી રાહત મળશે?

બજેટમાં તેલીબિયાંની ખેતીને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman)નાણાકીય વર્ષ 2022-23 (Budget 2022) માટે રજૂ કરેલા બજેટમાં તેલીબિયાંની ખેતી (Oilseeds Farming)ને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂક્યો છે

    કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) મંગળવારે નાણાકીય વર્ષ 2022-23 (Budget 2022) માટે રજૂ કરેલા બજેટમાં તેલીબિયાંની ખેતી (Oilseeds Farming)ને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂક્યો છે. નાણામંત્રીએ કૃષિ ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોથી ખેડૂતોને વાકેફ કરવા માટે રાજ્યોમાં કૃષિ યુનિવર્સિટીઓ ખોલવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે કૃષિ યુનિવર્સિટીઓમાં ઓર્ગેનિક ફાર્મિંગ, ઝીરો બજેટ ફાર્મિંગ અને નેચરલ ફાર્મિંગ અનુસાર સંશોધન કરવામાં આવશે.

    ભારત તેની ખાદ્યતેલની જરૂરિયાતોને પહોંચી વળવા આયાત પર નિર્ભર છે. 60 ટકા ખાદ્ય તેલ આયાત કરવામાં આવે છે, જે સરકારની તિજોરીને અસર કરે છે. સરકારના આ પગલાનાથી તેલની કિંમતોમાં મોટો ફેરફાર થઈ શકે છે. ભારતમાં છેલ્લા એક વર્ષમાં સરસવના તેલના ભાવમાં 70-80 ટકાનો વધારો થયો છે, જેના કારણે એક લિટર સરસિયાના તેલની કિંમત 200 રૂપિયા પ્રતિ લિટરની ઉપર પહોંચી ગઈ છે.

    આ પણ વાંચો - Budget 2022માં Cryptocurrency પર લદાયો 30% ટેક્સ, જાણો તેને લગતા નવા નિયમો

    એક વર્ષમાં ભાવ આટલો વધી ગયો

    1 ડિસેમ્બર 2020ના રોજ દિલ્હીમાં સરસિયાના તેલની કિંમત 136 રૂપિયા પ્રતિ લિટર હતી. જે 1 ડિસેમ્બર 2021ના ​​રોજ આ કિંમત 203 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ. ભાવમાં 70 થી 80 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં સરસિયાના તેલની કિંમતમાં લગભગ 67 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. જો કે વર્ષ 2022માં તેલની કિંમતોમાં પણ થોડી રાહત જોવા મળી હતી. નવા વર્ષની શરૂઆતમાં સરસવના તેલનો સરેરાશ ભાવ 150 રૂપિયા પ્રતિ લિટર સુધી હતો. જોકે 31 જાન્યુઆરીએ સરસિયાના તેલનો ભાવ માત્ર 151 રૂપિયા પ્રતિ લિટર રહ્યો છે. 29 જાન્યુઆરીએ સરસવનું તેલ સરેરાશ 170 રૂપિયા પર પહોંચી ગયું હતું. જે જાન્યુઆરી મહિનામાં સૌથી ઉંચી સપાટી હતી.

    આ પણ વાંચો- Budget 2022: બજેટ દરમિયાન નાણા મંત્રીએ કરી 10 મોટી જાહેરાત, જાણો કયા સેક્ટરને શું મળ્યું 

    શું છે ભાવ વધવાનું કારણ

    ખાદ્ય તેલમાં આ તેજી પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કિંમતોમાં થયેલો વધારો છે. ખરેખરમાં ખાદ્ય તેલ સામાન્ય રીતે પામ તેલમાંથી બનાવવામાં આવે છે. ઇન્ડોનેશિયા આ માટે સૌથી મોટો નિકાસકાર માનવામાં આવે છે. હવે ઈન્ડોનેશિયાની સરકાર સ્થાનિક સ્તરે પામ તેલના વપરાશ પર ભાર મૂકી રહી છે. અહેવાલો અનુસાર આ માટે તેણે પામ તેલની નિકાસ માટે મહત્તમ મર્યાદા નક્કી કરી છે. જેના કારણે દરોમાં તફાવત જોવા મળ્યો છે. જોકે કેટલાક નિષ્ણાતો માને છે કે આની પાછળ મલેશિયામાં કામદારોની અછત પણ છે. તેની સાથે રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલ સંકટને પણ આ માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Budget 2022, Edible oil, FM Nirmala sitharaman

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन