Home /News /national-international /અન્ડરગારમેન્ટ્સ જરૂર પહેરો, પાકિસ્તાનની એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ માટે અનોખો નિયમ, આ છે કારણ

અન્ડરગારમેન્ટ્સ જરૂર પહેરો, પાકિસ્તાનની એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ માટે અનોખો નિયમ, આ છે કારણ

પાકિસ્તાનની એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ માટે અનોખો નિયમ.

પાકિસ્તાન તેની વિચિત્ર પ્રકારની હરકતો માટે હમેશા ચર્ચાઓમાં ઘેરાયેલું રહે છે. એવામાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ(PIA) તરફથી હવે કેટલાક ફરમાન આપવામાં આવ્યા છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશે. પીઆઈએ તરફથી વિમાનના કેબિન ક્રૂ માટે એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ સ્ટાફ મેમ્બરે વ્યવસ્થિત રીતે અન્ડરગારમેન્ટ્સને પહેરવાના રહેશે.

વધુ જુઓ ...
    ઈસ્લામાબાદઃ પાકિસ્તાન તેની વિચિત્ર પ્રકારની હરકતો માટે હમેશા ચર્ચાઓમાં ઘેરાયેલું રહે છે. એવામાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ(PIA) તરફથી હવે કેટલાક ફરમાન આપવામાં આવ્યા છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશે. પીઆઈએ તરફથી વિમાનના કેબિન ક્રૂ માટે એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ સ્ટાફ મેમ્બરે વ્યવસ્થિત રીતે અન્ડરગારમેન્ટ્સને પહેરવાના રહેશે.

    પાકિસ્તાન ઈન્ટરનેશન એરલાઈન્સનો નવો નિયમ

    પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનો આ નવો નિયમ પુરુષ અને મહિલા બંને પ્રકારના સ્ટાફ મેમ્બર માટે છે. તેની પાછળનું કારણ જણાવતા કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સારી રીતે તૈયાર ન હોવાના કારણે એક ખરાબ છબી બને છે. પીઆઈએનું માનવું છે કે ક્રૂ મેમ્બરોએ માત્ર ઓન ડ્યૂટી પર જ નહિ ઓફ ડ્યુટી સમયે પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે પીઆઈએ સાથે જોડાયેલા છે.

    પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટ રેસ્ટ દરમિયાન કેબિન ક્રૂ સાથે જોડાયેલા લોકો કેઝ્યુઅલ કપડા પહેરીને બીજા શહેરોમાં જાય છે. હોટલોમાં રોકાય છે. આ પ્રકારના ડ્રેસઅપને જોનારા પર ખરાબ અસર પડે છે અને સંસ્થાની પણ એક નેગેટિવ ઈમેજ બને છે.

    આ પણ વાંચો:Whatsapp દ્વારા પણ હવે તમે જાણી શકશો ટ્રેનનું સ્ટેટસ

    સાદા કપડાને ડ્રેસિંગ સ્ટાઈલનો હિસ્સો બનાવો

    જનરલ મેનેજર ફ્લાઈટ સર્વિસ આમિર બશીર તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કેબિન ક્રૂને કહેવામાં આવ્યું છે કે સ્ટાફના લોકો યોગ્ય અન્ડર ગારમેન્ટ્સની સાથે યોગ્ય રીતે સાદ કપડાને ડ્રેસઅપનો હિસ્સો બનાવે. આમીર બશીરના જણાવ્યા અનુસાર, કેબિન ક્રૂમાં સામેલ તમામ પુરુષ અને મહિલાઓ પોતાની દેશની સંસ્કૃતિના હિસાબથી કપડાને પસંદ કરે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Airline, Crew Members, Pakistan news

    विज्ञापन
    विज्ञापन