UPમાં અન્ય સમુદાયો કરતાં મુસ્લિમોને યોજનાઓનો વધુ લાભ મળ્યો : યોગી આદિત્યનાથ

News18 Gujarati
Updated: September 19, 2019, 10:01 AM IST
UPમાં અન્ય સમુદાયો કરતાં મુસ્લિમોને યોજનાઓનો વધુ લાભ મળ્યો : યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથે કહ્યુ કે, હિન્દુઓ કરતાં મુસ્લિમોને તેમની વસતીના સાપેક્ષમાં બમણા ઘરો ફાળવવામાં આવ્યા

યોગી આદિત્યનાથે કહ્યુ કે, હિન્દુઓ કરતાં મુસ્લિમોને તેમની વસતીના સાપેક્ષમાં બમણા ઘરો ફાળવવામાં આવ્યા

  • Share this:
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની સરકાર કોઈની સાથે ભેદભાવ ન કરતી હોવાનો દાવો કરતાં કહ્યું કે, રાજ્યમાં મુસ્લિમોની વસતી 20 ટકા કરતાં પછી ઓછી છે છતાંય સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં તેઓ ત્રીજા નંબરે છે.

ન્યૂઝ18 નેટવર્ક ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે કરેલી એક્સક્લૂસિવ વાતચીતમાં યોગી આદિત્યનાથે તેમની સરકાર યોજનાઓના લાભાર્થીઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી રાખતી, જો આંકડાઓ જોઈએ તો સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુસ્લિમ સમુદાય પણ અગ્રેસર છે.

ન્યૂઝ18 સાથે વાત કરતાં યોગી આદિત્યનાથે જણાવ્યું, 'જુઓ, ગરીબ એ ગરીબ છે. સરકારી યોજનાઓ કોઈ ભેદભાવ વગર દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. અમારો એવો ઉદ્દેશ્ય છે કે વિકાસ દરેક માટે હોવો જોઈએ. વડાપ્રધાન મોદીએ 2014માં કહ્યુ હતું કે સબકા સાથ સબકા વિકાસ, આ માત્ર સ્લોગન નથી, આ હકીકત છે અને અમે ગર્વ અનુભવી રહ્યા છીએ કે અમે વિકાસના કાર્યોને લોકો સુધી લઈ ગયા છીએ.' યોગીએ વધુમાં કહ્યું, 'જો અમે 25 લાખ મકાનોનું નિર્માણ કરતાં હોઈએ તો તે બધાં હિન્દુઓ માટે નથી. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની વસતી 18 ટકા છે, પરંતુ 30થી 35 ટકા ઘરો તેમને ફાળવવામાં આવ્યા છે.'

યોગી આદિત્યનાથે કહ્યું કે, જો આપણે આંકડાઓ જોઈએ તો હિન્દુઓ કરતાં મુસ્લિમોને તેમની વસતીના સાપેક્ષમાં બમણા ઘરો ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો, યોગી બોલ્યા,' હિંદી શીખવાથી દક્ષિણ ભારતીયોને નોકરી મળશે'

પોતાની સરકારના અઢી વર્ષ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહેલા મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે, આંકડો ડબલ છે. ઘણા મુસ્લિમો ગરીબ છે, તેમને યોજનાઓનો લાભ મળવો જોઈએ અને અમે તે પૂરી પાડી રહ્યા છીએ. તેઓ મુસ્લિમ છે એટલે અમે તેમને મદદ નથી પૂરી પાડી રહ્યા, અમે એક ધોરણ નિયત કર્યુ છે અને તેમાં જે પણ લોકો બંધ બેસતાં હશે તેમને યોજનાઓનો લાભ મળશે. અમારા માટે જે-તે વ્યક્તિ રાજ્યનો નાગરિક છે તે સૌથી મહત્વપૂર્ણ છે.
Loading...

યોગી સરકાર લઘુમતીઓ વિરુદ્ધ હોવાની ગેરસમજ દૂર કરવા માટે તેમણે જણાવ્યું કે, અમે અન્યોની જેમ જ મુસ્લિમ સાથે સમાન સંબંધો કેળવ્યા છે. અન્‍ય લોકોની જેમ અમે તેમની સાથે સંબંધો સ્થાપિત કર્યા છે. અમે ધર્મ અને જાતિના આધારે સમાજને વહેંચતા નથી.

2019ની લોકસભા ચૂંટણી સમયે કેરાળાના મુસ્લિમોને 'ગ્રીન વાયરસ' અને 'અલી સામે બજરંગ બલી' જેવા નિવેદનો આપવા અંગે યોગી આદિત્યનાથે સ્પષ્ટતા કરી હતી. તેઓએ કહ્યુ, તે સમયની સ્થિતિને લઈ મેં કદાચ આવા નિવેદન કર્યા હોઈ શકે. પરંતુ હા અમે ક્યારેય સાંપ્રદાયિકતા અને ગુંડાગીરી જેવા બાબતોને જરા પણ સહન નહીં કરીએ.

બુધવારે યોગી આદિત્યનાથ સરકાર પોતાના પાંચ વર્ષના કાર્યકાળના અડધે રસ્તે પહોંચી છે. 2019ની લોકસભા ચૂંટણી બાદ 13 વિધાનસભા સીટો માટે યોજાઈ રહેલી પેટા ચૂંટણી રાજ્યમાં મીની-વિધાનસભા ચૂંટણી તરીકે ગણવામાં આવી રહી છે.

આ પણ વાંચો, અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય લાગુ કરીશું - યોગી આદિત્યનાથ
First published: September 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...