મહારાષ્ટ્રમાં હવે મુસલમાનોને પણ જોઇએ છે અનામત, 60 જુથ થયા એક

ફાઇલ ફોટો

મુસલમાન સમાજ ગત કેટલાંય વર્ષોથી પાંચ ટકા અનામતની માંગણી કરી રહ્યાં છે પણ આ પહેલી વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં આટલા બધા સંગઠનોએ એક સાથે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હોય

 • Share this:
  રેણુકા ઘાયબરનો રિપોર્ટ

  મુંબઇ: મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ બાદ હવે મુસલિમ સમાજે પણ અનામતની આક્રમક માંગણી કરી છે. રાજ્યનાં 60 જેટલાં મુસ્લિમ સંગઠનોએ એક ફોરમનું ગઠન કર્યુ છે. મુસલમાન સમાજ ગત કેટલાંય વર્ષોથી પાંચ ટકા આરક્ષણની માંગણી કરી રહ્યું છે પણ આવું પહેલી વખત બન્યું છે જ્યારે આટલી મોટી સંખ્યામાં કોઇ જૂથે એક વખત સરકાર વિરુદ્ધ મોર્ચો ઉઠાવ્યો હોય.

  મુસલમાન સમાજ પણ આરક્ષણ માટે એક થવાનું શરૂ કરી દીધુ છે. સકળ મરાઠા સમિતિની જેમ હવે મુસ્લિમ આરક્ષણ સંયુક્ત સમિતિની સ્થાપના કરવામાં આવી છે. કોંગ્રેસનાં રાજ્યસભા સાંસદ હુસૈન દલવાઇએ જણાવ્યું કે, મુસલમાન સમાજ લાંબા સમયથી અનામતની માંગણી કરી રહ્યું હતું તેમણે કહ્યું કે, હવે અમે વિધિવત કાયદાકીય રીતે અનામતની લડાઇ લડીશું.

  વર્ષ 2014માં કોંગ્રેસ અને NCP સરકારે ચૂંટણીનાં થોડા સમય પહેલાંજ મરાઠા અનામતની સાથે મુસલમાનોને પણ શિક્ષા અને રોજગારમાં પાંચ ટકા અનામત આપ્યું હતું. તે બાદ આ મામલો કોર્ટ સુધી પહોચ્યો હતો. જે બાદ કોર્ટે સરકારી નોકરીમાં પાંચ ટકા અનામત પર રોક લગાવી દીધી હતી. પણ શિક્ષામાં અનામત પર કોઇ જ રોક લગાવવામાં આવી ન હતી.

  ધનગર સમાજને પણ જોઇએ છે અનામત- રાજ્યમાં ધનગર સમાજે પણ અનામતની માંગણી કરી છે. મહારાષ્ટ્ર સરકારે ધનગર સમાજને પણ આરક્ષણ આપવાની તૈયારી કરી લીધી છે પણ બાદમાં સરકારની સામે ઘણી મુસિબત ઉભી થઇ ગઇ હતી. તેમની પાસે ધનગર સમાજને અનુસૂચિત જનજાતિમાં શામેલ કરવા માટે પુખ્તા આંકડા ન હતાં. તે બદા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સનાં સર્વેનાં રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું. સરકારને આ રિપોર્ટ મળી અને આ રિપોર્ટને આધારે જ ધગર સમાજને અનામતની માંગણીનાં નિર્ણય પર મોહર લગાવવામાં આવી ન હતી.

  મરાઠા સમાજ પણ આક્રમક: રાજ્યમાં છેલ્લા 10 વર્ષથી મરાઠા સમાજ આરક્ષણની માંગણી કરી રહ્યું છે. ગુજરાતમાં પટેલ અને હરિયાણામાં જાટ આ રીતે દરેક સમાજ તરફથી અનામતની માંગણી ઉઠી છે. તે ઉપરાંત દલિત ઉત્પીડનનાં કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. મરાઠા સમાજનું માનવું છે કે, તેમની સાથે સેંકડો વર્ષોથી અન્યાય થયો છે. એવામાં સમાજને મુખ્ય ધારામાં લાવવા માટે અનામત જરૂરી છે.

  મરાઠા સમાજની માંગણી છે કે, સરકારી નોકરીઓ અને કોલેજમાં 16 ટકા આરક્ષણ આપવામાં આવે. પણ સરકાર માટે એવું કરવું સંભવ નથી. આ પહેલાં કોંગ્રેસ સરકારે મરાઠાઓને અનામત આપવાનાં બિલને વિધાનસભામાં પાસ કરી દીધુ હતું. પણ કોર્ટે આ બિલ પર રોક લગાવી હતી. કોર્ટે પછાત વર્ગ આયોગથી મરાઠા સમાજની આર્થિક-સામાજિક સ્થિતિનો રિપોર્ટ માંગ્યો હતો. એવામાં આ મામલો હાલમાં પણ કોર્ટમાં વિચારાધીન છે.
  Published by:Margi Pandya
  First published: