અલ્હાબાદ : જુના અલ્હાબાદમાં હિન્દુ-મુસ્લિમ એકતાની એક શાનદાર તસવીર જોવા મળી છે. સંગમ નગરીમાં આવતા વર્ષ થનાર કુંભના આયોજન માટે રસ્તા પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. હવે અહીના મુસ્લિમોએ કુંભ મેળા માટે રસ્તાઓને પહોંળા કરવાના સમર્થનમાં પોતાની મસ્જિદોના કેટલાક ભાગને તોડી પાડ્યા છે. આ મસ્જિદો સરકારી જમીન પર બનેલી છે. મુસ્લિમોનું કહેવું છે કે, કુંભ મેળા માટે પહોળા કરવામાં આવતા રસ્તાઓના કામમાં સહયોગ આપવા માંગતા હતા તેથી તેમને મસ્જિદોના ભાગ તોડી પાડ્યા છે.
જણાવી દઈએ કે, આવતા વર્ષે અલ્હાબાદમાં કુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. આને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને સારી રીતે તૈયારી કરવાના આદેશ પણ આપ્યા છે. આ હેઠળ અલ્હાબાદના કેટલાક રસ્તાઓને પહોળા કરવાનું કામ ચાલી રહ્યો છે.
Allahabad: Muslims have demolished parts of various mosques in old city area as they were built on govt land, say, 'we have done this by our own will. These sections were built on govt land have been demolished. Govt is widening roads ahead of Kumbh mela & we support it.' pic.twitter.com/9yJHgaqfKb
જુના અલ્હાબાદમાં પણ રસ્તાઓ પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. જોકે, આ એક ગીચ વિસ્તાર છે અને રસ્તામાં ઘણી મસ્જિદો પણ આવેલી છે. જ્યારે અહીના મુ્સ્લિમોને ખબર પડી કે, રસ્તા પહોળા કરવાનું કામ કુંભ મેળા માટે કરવામાં આવી રહ્યું છે તો તેમને આનો વિરોધ કરવાની જગ્યાએ બધી જ રીતે સમર્થન આપ્યું. સમર્થન પછી મુસ્લિમોએ સરકારી જમીન પર બનેલ મસ્જિદના કેટલાક ભાગોને અંદરો-અંદર વાતચીત કરીને જમીન દોસ્ત કરી દીધા હતા. હવે કુંભ મેળા માચે રસ્તાઓને પહોળા કરવાનું કામ સરળ રીતે થઈ જશે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર