આસામ: આસામનાં એક મુસ્લિમ યુવાનને માનવતાની મિશાલ ઝગાજવું કામ કર્યુ છે. એક હિંદુ દર્દી માટે રક્તદાન કરવા માટે રમઝાન મહિનાનાં રોજો તોડ્યા હતા. વાત છે આસામનાં પાનાઉલ્લાહ અહેમદની. આસામનાં મંગલડોઇનાં રહેવાસી રમઝાન મહિનામાં રોઝા રાખે છે. પણ ગયા અઠવાડિયે એક ફોન આવતા તેણે ધર્મને બદલે માનવાને મહત્વ આપ્યું અને રોજા તોડ્યા હતા.
સુત્રોનાં જણાવ્યા અનુસાર, અહેમદનાં મિત્ર તાપસ ભગવતીને એક ફોન આવ્યો હતો કે, એક દર્દીને તાત્કાલિક લોહીની જરૂર છે. ભગવતીએ અહેમદને જાણ કરી અને અહેમદે રક્તદાન કરવા માટે રોજા તોડ્યા.
તેણે રંજન ગોગોઇ નામના દર્દીને રક્તદાન કર્યુ હતુ. ટ્યુમર દૂર કરવા માટે ગુવાહાટીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સર્જરી કરવામાં આવી હતી. તેના પરિવારજનોએ રક્તદાન કરવા માટે કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો પણ કોઇ લોહી આપવા તૈયાર થયુ નહોતું. આ સમયે અહેમદે મદદની તૈયારી દર્શાવી હતી.
મહત્વની વાત છે છે કે, અહેમદ અને તાપસ બંને ટીમ હુમેનિટી નામનાં લોકપ્રિય ફેસબૂક પેજનાં સભ્યો છે.
અહેમદ અને તાપસ બંને ગુવાહાટીમાં આવેલી સ્વાગત સુપર સ્પેશિયાલિટી સર્જિકલ હોસ્પિટલમાં કામ કરે છે અને બંને નિયમીત રક્તદાન કરે છે.
અહેમદે તેની કોમ્યુનિટીનાં કેટલાક સભ્યોને પુછયુ હતું કે, શું રમઝાન દરમિયાન તે રક્તદાન કરી શકે. તો તેને જવાબ મળ્યો કે, હા કરી શકે પણ તેનાં શરીરને નબળાઇ આવી શકે. આ સમયે તેણે રોજા તોડવાનો નિર્ણય કર્યો અને રક્તદાન કર્યું.
અહેમદનાં આ માનવતાનાં અભિગમની વાત ફેસબૂક પર શેર કરવામાં આવી હતી અને લોકોને અપીલ કરી હતી કે, જે લોકો સ્વસ્થ અને તંદુરસ્ત છે તેમણે નિયમીત રક્તદાન કરવું જોઇએ.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર