Home /News /national-international /

Sulli Deal બાદ Bulli Bai વિવાદમાં, મુસ્લિમ મહિલાઓના ફોટોઝ પર કરવામાં આવી અશ્લીલ કમેન્ટ્સ, તપાસ ચાલુ

Sulli Deal બાદ Bulli Bai વિવાદમાં, મુસ્લિમ મહિલાઓના ફોટોઝ પર કરવામાં આવી અશ્લીલ કમેન્ટ્સ, તપાસ ચાલુ

Bulli Bai એપ ઉપર આ વખતે ટ્વિટર અને ફેસબુક પર વર્ચસ્વ ધરાવતી 100 મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. (પ્રતીકાત્મક ફોટો- AP)

Muslim Women Pics on App: Bulli Bai ઉપર મુસ્લિમ મહિલાઓના માનસિક ઉત્પીડનનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મહિલા પત્રકારે ટ્વિટર ઉપર પોતાની આપવીતી રજૂ કરી.

    નવી દિલ્હી. Bulli Bai નામની એક એપ સોશિયલ મીડિયા ઉપર નફરત ફેલાવી રહી છે. Bulli Bai સોશિયલ મીડિયા ઉપર અમુક એન્ટી સોશિયલ (anti-social) લોકોનું તરકટ છે, જ્યાં લોકો પોતાનો માનસિક કચરો ઠાલવી રહ્યા છે. આ એપ (App) ઉપર મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, અને તેમના વિરુદ્ધ નફરત અને ખરાબ બાબતો લખવામાં આવી રહી છે.

    લગભગ છ મહિના પહેલા Sulli Deal app આવી હતી તેમાં જાણીતી મુસ્લિમ મહિલાઓના ફોટો શેર કરીને અશ્લીલ કમેન્ટ લખવામાં આવતી હતી અને તસવીરોની બોલી લગાવવામાં આવતી હતી. Bulli Bai એપ આ જ તર્જ પર કામ કરે છે. Sulli deal એ Github ઉપર લોન્ચ કરવામાં આવી હતી, હવે Bulli Baiને પણ Github ઉપર લોન્ચ કરવામાં આવી છે.

    Github એક હોસ્ટિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ પ્રકારના એપ જોવા મળે છે. ગિટહબ, એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે, જે યૂઝર્સને એપ્સ બનાવવા અને શેર કરવાની અનુમતી આપે છે. આ માટે તમારે ઇમેઇલની જરૂર રહે છે.

    Bulli Bai ઉપર મુસ્લિમ મહિલોના માનસિક ઉત્પીડનનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મહિલા પત્રકારે ટ્વિટર ઉપર પોતાની આપવિતી રજૂ કરી. આ એપ ડેવલોપ કરનાર લોકોએ આ મહિલા પત્રકારનો ફોટો Bulli Bai એપ પર શેર કરી દીધો અને આ પત્રકાર માટે લોકો Sexist અને misogynist કમેન્ટ કરી રહ્યા છે.

    આ મહિલા પત્રકારે પોતાની વાત કરતા કહ્યું કે, આ બહુ જ દુઃખની વાત છે કે એક મુસ્લિમ મહિલા તરીકે તમને તમારા નવા વર્ષની શરૂઆત આ ડર અને ધ્રુણા સાથે કરવી પડી છે. લોકોએ સમજવું જોઈએ કે આ Sulli dealsની આ નવી આવૃત્તિમાં મને જ નિશાન નથી બનાવવામાં આવી.

    Bulli Bai એપ પર શું થાય છે?

    જ્યારે કોઈ Bulli Bai એપ ખોલે છે ત્યારે રેન્ડમલી તેને મુસ્લિમ મહિલાઓના ફોટા દેખાય છે. એક વખત યૂઝર Bulli Bai એપ ખોલે છે, તો તે તમને એક મુસ્લિમ મહિલાનો ચહેરો દર્શાવે છે, પછી યુઝર તેને Bulli Bai of the day તરીકે દર્શાવે છે. આ એપ પર ફરી આ તસ્વીર ઉપર ભદ્દી કોમેન્ટ સાથે તેની બોલી લગાવવામાં આવે છે. પછી તેને હેશેટગ #BulliBai સાથે આખો દિવસ ટ્રેન્ડ કરવામાં આવે છે.

    આ પણ વાંચો: ફ્લાઈટમાં મુસાફરી દરમ્યાન મહિલા થઈ કોરોના પોઝિટિવ, બાથરૂમમાં 5 કલાક આઇસોલેટ થવું પડ્યું

    Bulli Bai એપ ઉપર આ વખતે ટ્વિટર અને ફેસબુક પર વર્ચસ્વ ધરાવતી 100 મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. મીડિયા સહિત અન્ય ફિલ્ડની મહિલોએ કહ્યું છે કે આ ઘટિયા પ્લેટફોર્મ ઉપર તેમના નામ અને ફોટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    Bulli Bai એપ કોની કરતૂત છે?

    Bulli Bai એપ કોણે બનાવી છે તેની માહિતી નથી મળી શકી, પણ મહિલા પત્રકારે જે સ્ક્રીનશોટ શેર કર્યો છે તેનું URL bullibai.github.io છે. આ URL હવે deactivate થઈ ગયું છે. સ્ક્રીનશોટમાં પંજાબી ભાષામાં કંઈક લખ્યું છે. હજુ સુધી Github દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી આવી. મહિલા પત્રકારે આ ઘટના અંગે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    આ પણ વાંચો: સાવધાન! માર્ચમાં કોરોના દર્દીઓની સંખ્યા દૈનિક 2 લાખ સુધી પહોંચી શકે છે

    આઈટી મંત્રીની સફાઈ

    બીજી તરફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી છે કે GitHubએ તેમને 1 જાન્યુઆરીની સવારે જાણ કરી છે કે આ યુઝરને બ્લોક કરવામાં આવ્યો છે. Computer Emergency Response Team અન એપોલીસ આ આ વિશે આગળ કાર્યવાહી કરી રહી છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: CYBER CRIME, Mumbai Police, National News in gujarati, દિલ્હી પોલીસ

    આગામી સમાચાર